વેપારશેર બજાર

સોમવતી અમાસે સેન્સેક્સ અને નિફ્ટીએ નવા ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચીને આગેકૂચ ચાલુ રાખી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિદેશી ભંડોળના પ્રવાહ અને યુએસ બજારોમાં તેજીને ટ્રેક કરતા બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ સોમવારે તેમની નવી ઓલટાઇમ ક્લોઝિંગ ઊંચી સપાટીને સ્પર્શી હતી, યુએસ રેટ કટની આશા અને વિદેશી ફંડોની નવેસરની લેવાલીથી શરૂ થયેલો ડોલરનો પ્રવાહ સ્થાનિક ઇક્વિટી બજારમાં તાજેતરની તેજીને વેગ આપી રહ્યોહોવાનું ટ્રેડર્સે જણાવ્યું હતું.

સતત દસમા સત્રમાં ઉછાળા સાથે ત્રીસ શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ ૧૯૪.૦૭ પોઈન્ટ અથવા ૦.૨૪ ટકા ઉછળીને ૮૨,૫૫૯.૮૪ પોઇન્ટની સર્વકાલીન ટોચે બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન, તે ૩૫૯.૫૧ પોઈન્ટ અથવા ૦.૪૩ ટકા વધીને ૮૨,૭૨૫.૨૮ પોઇન્ટની નવી ઈન્ટ્રા-ડે રેકોર્ડ ટોચે અથડાયોે હતો.

એ જ રીતે, એનએસઇનો નિફ્ટી ૪૨.૮૦ પોઈન્ટ્સ અથવા ૦.૧૭ ટકા વધીને ૨૫,૨૭૮.૭૦ પોઇન્ટની જીવનકાળની સર્વોચ્ચ સપાટીએ સેટલ થઈ ગયો હતો, જેણે સતત ૧૩મા દિવસે તેની જીતની આગેકૂચ ચાલુ રાખી હતી. દિવસ દરમિયાન, તે ૯૭.૭૫ પોઈન્ટ અથવા ૦.૩૮ ટકા વધીને ૨૫,૩૩૩.૬૫ પોઇન્ટની નવી ઓલ-ટાઇમ ઇન્ટ્રા-ડે ટોચ સુધી પહોંચ્યો હતો.

સેન્સેક્સની ત્રીસ કંપનીઓમાં બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, એચસીએલ ટેક, ઇન્ડસઇન્ડ બેન્ક, આઇટીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, એક્સિસ બેન્ક અને ઇન્ફોસિસ સૌથી વધુ વધ્યા હતા. બીજી તરફ, ટાટા મોટર્સ, એનટીપીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ભારતી એરટેલ, લાર્સન એન્ડ ટુબ્રો અને પાવર ગ્રીડ સૌથી વધુ ઘટનારા શેરોની યાદીમાં હતાં. બજાજ ફિનસર્વ ૩.૨૬ ટકાના વધારા સાથે, બજાજ ફાઇનાન્સ ૨.૭૭ ટકાના વધારા સાથે બંધ થયા છે. હૈદરાબાદની સોક્સ અને કોટન પ્રોડક્ટ ઉત્પાદક ફિલાટેક્સ ફેશન્સ લિમિટેડની માઇનીંગ સબ્સિડી ફિલાટેક્સ માઇન્સ એન્ડ એન્ડ મિનરલ પ્રાઇવેટ લિમિટેડે એક મહિનાના સમયગાળામાં રૂ. ૬૬૧ કરોડના નિકાસ ઓર્ડર પ્રાપ્ત કર્યા છે. આ સિવાય એચસીએલ ટેક ૨.૭૨ ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૫૫ ટકા, આઇટીસી ૧.૫૨ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૧૦ ટકા ઊછળ્યો હતો.

એક્સિસ બેન્ક ૧.૦૬ ટકા, ઇન્ફોસિસ ૦.૮૯ ટકા, એશિયન પેઇન્ટ્સ ૪૮ ટકા અને એસબીઆઇ ૦.૭૮ ટકાના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જાણીતી રેલવે ઓક્ઝિલરી કોન્સીર્જ સર્વિસ પ્રોવાઇડર ક્રેસન્ડા રેલવે સોલ્યુશન્સની સબ્સિડરી માસ્ટરમાઇન્ડ એડવર્ટાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડને સિંગાપોરમાં યોજાનાર ઉત્તરાખંડ મેટ્રો, રેલ, પીઆરટી, રોપવે પ્રોજેકટ ઇન્વેસ્ટર સમિટ બીટુબીની એક્સક્લુઝીવ સ્પોન્સરશિપ મળી છે. ઘટતા શેરોમાં ટાટા મોટર્સ ૧.૫૧ ટકા, એનટીપીસી ૧.૪૫ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૧૮ ટકા, ભારતી એરટેલ ૦.૯૦ ટકા, એલએન્ડટી ૦.૭૩ ટકા ગબડ્યો હતો.

પાવર ગ્રીડ ૦.૫૬ ટકા અને ટીસીએસ ૦.૫૦ ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. ભારતની ઇન્ટિગ્રેટેડ શિપિંગ એન્ડ સોલ્યુશન પ્રોવાઇડર કંપની લેન્સર ક્ધટેનર લાઇન્સ લિમિટેડે ઇન્ડોનેશિયાની અગ્રણી કંપની પીટી મેપ ટ્રાન્સ લોજિસ્ટિંક સુરાબાયા સાથે ૧૦,૦૦૦ ટીઇયુના લીઝીંગ માટે કરાર કર્યા છે. કંપની હાલની ૨૦,૦૦૦ ટીઇયુની ક્ષમતા વિસ્તારીને ૨૦૨૬ સુધીમાં ૪૦,૦૦૦ કરવા માગે છે. એશિયન બજારોમાં, સિઓલમાં સકારાત્મક ક્ષેત્રે વેપાર થયો હતો, જ્યારે ટોક્યિો, શાંઘાઈ અને હોંગકોંગ નીચા મથાળે ક્વોટ થયા હતા.

યુરોપના મોટાભાગના બજારો બપોરના સત્ર સુધી નેગેટિવ ઝોનમાં અથડાતા રહ્યં હોવાના અહેવાલ હતા. શુક્રવારે અમેરિકન બજારો ઊંચા સ્તરે બંધ થયા હતા. વૈશાલી ફાર્માના ડિરેકટર બોર્ડે નિયમનકારી શરતો અને શેરધારકોની મંજૂરીને આધિન ૧:૧ના રેશિયોમાં બોનસ શેરની અને તે જ સાથે સ્ટોક સ્પ્લિટની ભલામણ કરી છે. કંપની હાલના રૂ. ૧૦ની મૂળ કિંમત ધરાવતા શેરની પ્રત્યેક બે રૂપિયાની મૂળ કિંમતના શેરમાં વિભાજન કરી રહી છે.

એક્સચેન્જના ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ શુક્રવારે રૂ. ૫,૩૧૮.૧૪ કરોડની ઇક્વિટી ખરીદી હતી. ગ્લોબલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૧૪ ટકા વધીને ૭૭.૦૪ ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું. સારી ગુણવત્તાવાળા લાર્જકેપ્સના એક્યુમ્યુલેશનનો ટેકો મળવાને કારણે બજાર સ્થિર પરંતુ હળવા અપમૂવના ક્ષેત્રમાં પ્રવેશ્યું હોવાનું જણાવતાં જીઓજીત ફાયનાન્સિયલ સર્વિસીસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી કે વિજયકુમારે કહ્યું હતું કે, એફઆઇઆઇ ગયા અઠવાડિયે મુખ્યત્વે કેટલાક મોટા બલ્ક સોદાઆ સાથેે લેવાલી તરફ વળ્યા છે.

સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૨૧ વધ્યા અને નવ નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના ૫૦ શેર્સમાંથી ૨૭ શેર લાભ સાથે અને ૨૩ શેર નુકસાન સાથે બંધ થયા હતા. બીએસઈ પર કુલ ૪૧૮૭ શેરનું ટ્રેડિંગ થયું હતું જેમાં ૧૭૭૬ શેર ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે ૨૨૫૮ શેર નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે ૧૫૧ શેરના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.

આ સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. બીએસઇ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. ૪૬૪.૮૪ લાખ કરોડના સ્તરે બંધ થયું હતું, જે અગાઉના સત્રમાં રૂ. ૪૬૪.૩૯ લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. આ રીતે આ સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં ૪૫૦૦૦ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

અમુક એનાલિસ્ટ અનુસાર એફઆઇઆઇની લેવાલી વાસ્તવમાં ઘટી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, જુલાઈમાં રૂ. ૩૨૩૬૫ કરોડની સરખામણીએ ઓગસ્ટમાં માત્ર રૂ. ૭૩૨૦ કરોડના ચોખ્ખા રોકાણ સાથે ઇક્વિટીમાં એફપીઆઇ રોકાણ સતત ઘટી રહ્યું છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોના ઘટી રહેલા રસનું મૂળભૂત કારણ ભારતીય બજારમાં શેરોનું વધુ પડતું ઊંચું મૂલ્યાંકન છે. ભારત હવે વિશ્ર્વનું સૌથી મોંઘું બજાર છે.

વિદેશી ફંડો પાસે ખૂબ સસ્તા બજારોમાં રોકાણ કરવાની તકો છે અને તેથી તેમની પ્રાથમિકતા ભારત સિવાયના બજારો છે. એફઆઇઆઇ જે ખરીદી કરે છે તેમાંથી મોટાભાગની ખરીદી પ્રાથમિક મૂડીબજાર અને અન્ય શ્રેણી મારફત થાય છે. વધુ પડતા ઊંચા વેલ્યુએશનને કારણે કેશ માર્કેટમાં તેઓ સતત વેચાણકર્તા રહ્યા છે. એફપીઆઇ ડેટ માર્કેટમાં ખરીદી કરે છે કારણ કે આ વર્ષે ભારતીય રૂપિયો સ્થિર છે અને આ સ્થિરતા ચાલુ રહેવાની અપેક્ષા છે.

બજારના સધનો અનુસાર શેરબજારના સેન્ટિમેન્ટ પર તાત્કાલિક અને મોટી અસર કરી શકે એવા પરિબળો હાલ તો મોજૂદ નથી અને તાજેતરમાં એવું જોવા મળ્યું છે કે બજારના માનસ પર વાસ્તવમાં અર્થતાંત્રિક, રાજકીય કે કુદરતી આફત જેવા પરિબળો પણ ખાસ સર કરતા નથી! આવા પરિબળોમાં વિવિધ દેશના જીડીપી કે ફૂગાવાના આંકડા, રશિયા અને યુક્રેન વચ્ચેની યુદ્ધ, ઇઝરાયલ અને હમાસના ઘસરણ કે પછી કોરોના સહિતના રોગચાળાની સંભાવનાના રિપોર્ટનો સમાવેશ થઇ શકે છે.

ટોચના ટેક્નિકલ નિષ્ણાતો અનુસાર નિફ્ટી હાલ ૨૫,૪૦૦ના સ્તર સુધીની આગેકૂચ નોંધાવ્યા અગાઉ કોન્સોલિડેશનની ચાલ બતાવી શકે છે. હવે નિફ્ટી માટે ૨૫,૦૦૦નું સ્તર ટેકાની સપાટી બનશે. દરમિયાન, બેન્ક નિફ્ટીએ ૫૨,૦૦૦ તરફ આગળ વધવા માટે ૫૧,૫૦૦થી ઉપર મક્ક્મ બંધ આપવો પડશે અને એ સ્તર ટકાવી રાખવું પડશે. નિષ્ણાતોની ગણતરી અનુસાર, બેમન્ક નિફ્ટીમાં ત્યાં સુધી ૫૧,૦૦૦ સપોર્ટ સાથે કોન્સોલિડેશન ચાલુ રહેશે.

શુક્રવારે સતત નવમા સત્રમાં તેજી સાથે, બીએસઇ બેન્ચમાર્ક ૨૩૧.૧૬ પોઈન્ટ અથવા ૦.૨૮ ટકા વધીને ૮૨,૩૬૫.૭૭ની સર્વકાલીન ટોચે બંધ રહ્યો હતો. એ જ રીતે, ૧૯૯૬માં તેની શરૂઆત પછી તેની શ્રેષ્ઠ જીતની શ્રેણીમાં, એનએસઇન નિફ્ટી ૮૩.૯૫ પોઈન્ટ્સ અથવા ૦.૩૩ ટકાના ઉછાળા સાથે ૨૫,૨૩૫.૯૦ પોઇન્ટની નવી જીવનકાળની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જે સતત ૧૨મા દિવસે તેના વિજયી યાત્રા રહી હતી.

સોમવારે બીએસઈ સેન્સેક્સ ગત શુક્રવારના ૮૨,૩૬૫.૭૭ના બંધથી ૧૯૪.૦૭ પોઈન્ટ્સ (૦.૨૪ ટકા) વધ્યો હતો. માર્કેટ કેપ રૂ.૦.૪૬ લાખ કરોડ વધીને રૂ.૪૬૪.૮૫ લાખ કરોડ રહ્યું હતું. સેન્સેક્સ ૮૨,૭૨૫.૨૮ ખૂલીને ઊંચામાં ૮૨,૭૨૫.૨૮ સુધી અને નીચામાં ૮૨,૪૪૦.૯૩ સુધી જઈને અંતે ૮૨,૫૫૯.૮૪ પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો. બીએસઈ સેન્સેક્સની ૧૮ સ્ક્રિપ્સ વધી હતી અને ૧૨ સ્ક્રિપ્સ ઘટી હતી.

એક્સચેન્જમાં ૪,૧૮૭ સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં ૧,૭૭૬ સ્ટોક્સ વધ્યા હતા, ૨,૨૬૨ સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે ૧૪૯ સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. ૩૩૨ સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ૩૪ સ્ટોક બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા.

બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ મિડકેપ ૦.૦૩ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૦.૪૭ ટકા ઘટ્યો હતો.
સ્ટ્રટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૦.૧૩ ટકા ઘટ્યો અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૧.૨૦ ટકા વધ્યો હતો.

Show More

Related Articles

Back to top button
દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ! ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કપ્તાનોની યાદી આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance…