પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શરદઋતુ), મંગળવાર,
તા. ૩-૯-૨૦૨૪ શિવ પાર્થેશ્ર્વર પૂજા સમાપ્તિ
ભારતીય દિનાંક ૧૨, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૩૦
જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ-૩૦
પારસી શહેનશાહી રોજ ૨૦મો બહેરામ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૨૦મો બહેરામ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૬મો મેહેર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૯મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૯મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
નક્ષત્ર પૂર્વાફાલ્ગુની મધ્યરાત્રિ પછી ક. ૨૭-૦૯ સુધી (તા. ૪થી) પછી ઉત્તરા ફાલ્ગુની.
ચંદ્ર સિંહમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૨૫ અમદાવાદ ક. ૦૬ મિ. ૨૨, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૦, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૫, સ્ટા. ટા.
- : મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. ૧૨-૨૩, મધ્યરાત્રે ક. ૦૦-૨૯
ઓટ: સાંજે ક. ૧૮-૨૧, મધ્યરાત્રિ પછી ક. ૦૬-૧૨ (તા. ૪)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, શ્રાવણ કૃષ્ણ – અમાવસ્યા. શિવ પાર્થેશ્ર્વર પૂજા સમાપ્તિ, નકલંગ મેળો (ભાવનગર), મંગલાગૌરી વ્રત, ઈષ્ટિ.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: મંગળ ગ્રહદેવતાનું પૂજન, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, માલ વેચવો, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, ભગ દેવતાનું પૂજન, ખાખરાનું વૃક્ષ વાવવું, ભગ દેવતાનું પૂજન, માલ વેચવો, નિત્ય થતાં પશુ લે-વેચનાં કામકાજ.
શ્રાવણ મહિમા: ઉગ્ર સ્વભાવ, વારંવાર ક્રોધ આવતો હોય તેમણે દૈનિક, નિત્ય શિવ પૂજા અવશ્ય કરવી. શિવપૂજાનાં મંત્રોચાર સહિત શ્રી સુક્તનાં પાઠ કરવા. હનુમાનની ભક્તિ,વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત્રનાંં પાઠ કરવાં. શક્તિની ઉપાસનાં વગર શિવ પૂજા ભક્તિ અધુરી છે.
આચમન: ચંદ્ર-સૂર્ય યુતિ, મંગળ-નેપ્ચૂન ચતુષ્કોણ મિથ્યાભિમાની, ચંદ્ર-શનિ પ્રતિયુતિ શંકાશીલ, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ પૈસાનો વેડફાટ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય યુતિ શ્રાવણ અમાસ યોગ, મંગળ-નેપ્ચૂન ચતુષ્કોણ, ચંદ્ર-શનિ પ્રતિયુતિ, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ (તા. ૪)
ગ્રહગોચર: સૂર્ય-સિંહ, મંગળ-મિથુન, માર્ગી બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-ક્ધયા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.