મરણ નોંધ

હિન્દુ મરણ

દશા સોરઠિયા વણિક
ગામ બગસરા હાલ મુંબઈ સ્વ.પ્રમીલાબેન અને દિલીપભાઈ મુલચંદ વખારિયાના સુપુત્ર મનીષભાઈ (ઉં. વ. ૫૫), ગુરુવાર તા.૨૯/૮/૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે અલ્પાબેનના પતિ. સૌમિલ અને અર્પિલના પિતા. બિંદીબેન વિરેશભાઈ ધકાણના ભાઈ. દિપકભાઈ અમૃતલાલ ધાબળીયાના બનેવી. હસુભાઈ તથા ગીરીશભાઈ માંડાનીના ભાણેજ. કાંચી તથા સિદ્ધિના મામા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ક્ચ્છ વાગડ લોહાણા
પ્રભુલાલભાઈ ભિન્ડે (ઉં. વ. ૮૮) મુળ ગામ નંદાસર હાલે થાણા તા.૨-૯-૨૪ના અવસાન થયેલ છે. તે સ્વ.ખીમજીભાઈ ફુલચંદભાઈ ભિન્ડેના પુત્ર. સ્વ.મુક્તાબેનના પતિ. સ્વ.મગનલાલ રતનશી પુજારા (રવ)ના જમાઈ, મહેન્દ્રભાઈ, વિનયભાઈ, પુષ્પાબેન ભરતભાઈ, ચંદ્રિકાબેન ભરતભાઈ, ગીતાબેન ભરતભાઈ ભગતના પિતાશ્રી. અ.સૌ.રેણુકા મહેન્દ્ર, અ.સૌ.મંજુલા વિનયના સસરા, સ્વ.કાનજીભાઈ, નાનજીભાઈ, સ્વ.ગોિંવદભાઈ,મગનલાલ, સ્વ.હિરાબેન વીરજીભાઈ, ગં.સ્વ.દિવાળીબેન કાંતિલાલ, ગં.સ્વ.રતનબેન વસંતલાલસાયતા, ગં.સ્વ.ઝવેરબેન મનસુખલાલના ભાઈ. પ્રાર્થનાસભા તા.૩-૯-૨૪ના ૫.૦૦ થી૬.૩૦. હાર્બર હૉલ, તળ મજલા ટીપટોપ પ્લાઝા, રાહેજા ગાર્ડનની સામે, એલ.બી.એસ. માર્ગ, થાણા-વેસ્ટ.

કચ્છ દેશીય સારસ્વત બ્રાહ્મણ
વિઝાંણ નિવાસી હાલ મુલુંડ ગં. સ્વ. દમયંતીબેન (સરસ્વતીબેન) જોષી (જેઠા) (ઉં.વ. ૯૨) તા. ૩૦-૮-૨૪ના મુલુંડ મુકામે રામશરણ પામેલ છે. તે સ્વ. દામોદર (બ્રહસ્પતિ) મુલજીના પત્ની. સ્વ. મુલબાઈ મુલજી ટોપણ જેઠાના પુત્રવધૂ. સ્વ. બચ્ચુબાઈ દામોદર પંડયાના પુત્રી. સ્વ. સરલાબેન, ગં. સ્વ. કસ્તુરબેનના ભાભી. જયશ્રી ગુણવંત જોષી, કિશોરના માતુશ્રી. મીના કિશોર, ગુણવંત પ્રભાશંકર ગાવડિયાના સાસુમા. બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૩-૯-૨૪ના ૫ થી ૭ સારસ્વત વાડી, ઝવેર રોડ, ૧લે માળે, મુલુંડ વેસ્ટ.

સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
હાલ મુલુંડ મુંબઈ નિવાસી અ. સૌ. ઉમાબેન પંડયા (ઉં.વ. ૭૮) તે દિનકરરાય જગજીવન પંડયાના ધર્મપત્ની. નરેન, અ. સૌ. મીના, ચેતનાના માતુશ્રી. અ. સૌ. હેમલ નરેન પંડયા, સંજીત નવનીતરાય વ્યાસના સાસુમા. સ્વ. ઈન્દુમતી હર્ષદરાય ભટ્ટના પુત્રી. સ્વ. રાજેનભાઈ, સ્વ. રોહિતભાઈ, સ્વ. રેખાબેન, સ્વ. રેણુકાબેન, હેમાંગીનીબેનના મોટા બહેન તા. ૩૦-૮-૨૪ના કૈલાસવાસી થયા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

સંબંધિત લેખો

ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ
મહુવા નિવાસી હાલ મલાડ મુંબઈ સ્વ. પ્રાણજીવનદાસ વલ્લભદાસ પારેખ અને ગં. સ્વ. પદમાબેનના પુત્ર રાજેશ (કનૈયો) પારેખ (ઉં.વ. ૬૧) તે શ્રીમતી મીતાબેનના પતિ. પ્રાણજીવન અનેચંદ મહેતાના જમાઈ. નિર્યત, ફોરમના પિતાશ્રી. સાંભવી, જેમિન મેરના સસરા. આશા (અનીતા) દિપક દાણીના ભાઈ તા. ૩૦-૮-૨૪ના મલાડ મુકામે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના મંગળવાર, તા. ૩-૯-૨૪ના ૪ થી ૬ ગોળ ગાર્ડનની પાસે, સરાફ માતૃ મંદિર, પોદાર માર્ગ, મલાડ (ઈસ્ટ).

દશા સોરઠિયા વણિક
ગામ બગસરા હાલ મુંબઈ સ્વ. પ્રમીલાબેન અને દિલીપભાઈ મુલચંદ વખારિયાના પુત્ર મનીષભાઈ (ઉં.વ. ૫૫) ગુરુવાર, તા. ૨૯-૮-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે અલ્પાબેનના પતિ, સૌમિલ, અર્પિલના પિતા. બિંદીબેન વિરેશભાઈ ધકાણના ભાઈ. દિપકભાઈ અમૃતલાલ ધાબળીયાના બનેવી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

વાગડ લોહાણા
નંદાસર નિવાસી હાલ થાણે પ્રભુલાલ ઠક્કર (ભીન્ડે) (ઉં. વ. ૮૭) શનિવાર, તા. ૩૧-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. કાસીમા ખીમજીભાઇના પુત્ર. તે સ્વ. મુકતાબેનના પતિ. તે મગનલાલ રતનશીભાઇ પૂજારાંના જમાઇ. તે મહેન્દ્રભાઇ, વિનયભાઇ, પુષ્પાબેન ભરતભાઇ, ચંદ્રીકાબેન ભરતભાઇ, ગીતાબેન ભરતભાઇના પિતાશ્રી. તે સ્વ. કાનજીભાઇ, નાનજીભાઇ, મગનભાઇ ઠક્કર, ગં. સ્વ. હીરાબેન વીરજીભાઇ, દિવાળીબેન કાંતિલાલ, રતનબેન વસંતલાલ, ઝવેરીબેન મનસુખલાલના ભાઇ. તે રેણુકા તથા મંજુના સસરા. બન્ને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૩-૯-૨૪ના ૫થી ૭. ઠે. ટીપટોપ હોટલ, હાર્બર હોલ, ગ્રાઉન્ડ ફલોર, એલ.બી.એસ. માર્ગ, રાહેજા ગાર્ડનની સામે, થાણે (વેસ્ટ).

ભરૂચ વિશાલાડ વણિક
સુનીલા ઈન્દ્રવદન દલાલ તે સ્વ. મધુરી જયવદન ખાંડવાળાની દીકરી. રાજેનની બહેન. ચિ. દિપાલી તથા પૃથુલના માતુશ્રી. હરીશભાઈ ચોક્સી અને અર્પિતાના સાસુજી. શૈલી, નમન, યશ્વી તથા તનયના દાદીમા શુક્રવાર ૩૦-૮-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. ભક્તિ સંધ્યા-મંગળવાર ૩-૯-૨૪ના ૫ થી ૭ વિશ્ર્વેશ્ર્વર ભવન, સંન્યાસ આશ્રમ કમ્પાઉન્ડ, વિલે પારલે (વેસ્ટ).

કપોળ
આંબરડી નિવાસી હાલ (નાલાસોપારા) સ્વ. કંચનબેન તથા સ્વ. શાંતીલાલ મહેતાના સુપુત્ર સુરેશ શાંતીલાલ મહેતા (ઉં. વ. ૭૫) ૩૦-૮-૨૪ શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. મીતાબેનના પતિ. હેમાલી પ્રણવ મોદીના પિતા. નલીનભાઈ, ભરતભાઈ, કિરણબેન દિનેશકુમાર સંઘવી, દિનાબેન દિનેશકુમાર મહેતા, કુન્દનબેન ચંદ્રકાન્ત પારેખના ભાઈ. સ્વ. મણીરામ મોતીરામ ખત્રી (દમણ)ના જમાઈ. રીવા, રીશાના નાના. લૌકિક પ્રથા બંધ છે.

કચ્છી ભાટિયા
ચોગીનભાઈ (ઉં. વ. ૬૯) તે સ્વ. ઈન્દીરા લક્ષ્મીદાસ હરીદાસ પોરેચાના પુત્ર. કલ્પનાબેનના પતિ. તે વિઘુતા ઉદય નાણાવટીના ભાઈ. ક્ધહાઈ અને રીમાના પિતા. તે સ્વ. ચંદ્રકાંત વસનજી અંજારીયાના જમાઈ સોમવાર ૨-૯-૨૪ના શ્રીજીના ચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા બુધવાર ૪-૯-૨૪ના ૪ થી ૬. હિરાવતી હોલ, ટાગોર રોડ, પોદર સ્કૂલ પાસે, સાંતાક્રુઝ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.

સુરતી દશા પોરવાડ
મૂળ દમણ નિવાસી સ્વ.કલાવતીબેન કાંતિલાલ દમણીયાના સુપુત્ર દિલીપભાઈ દમણીયા (ઉં. વ. ૮૪) હાલ સાંતાક્રુઝ પૂર્ણિમાબેનના પતિ. સ્વ.શશીકાંતભાઈ, સ્વ.વિદ્યાબેન, સ્વ.જયવંતીબેન, સ્વ.દિનેશભાઈ, ભરતભાઈના ભાઈ. શીતલ, હેમા, તૃપ્તિના પિતાશ્રી, સ્પંદન, ત્વિશા, ઓમ, પ્રણિધિ, આન્યાના નાના શનિવાર તા.૩૧/૦૮/૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા / વ્યવહાર બંધ રાખેલ છે.

કપોળ
અમરેલીવાળા હાલ કાંદિવલી અ.સૌ. ગીતા ગાંધી (ઉં. વ. ૭૧) તે નરેન્દ્ર ભગવાનદાસ ગાંધીના ધર્મપત્ની ભૂપેન્દ્ર-સ્વ. હેમલતા તથા સુધીર-અલકાના ભાભી. કૃતિ તેજસ મહેતાના માતુશ્રી. તેજસ મહેન્દ્રભાઈ મહેતાના સાસુ. ધૂનના નાની તથા ધંધૂકાવાળા સ્વ. પ્રાણલાલ મણીલાલ મહેતાના દિકરી. રવિવાર તા. ૧લી સપ્ટેમ્બરના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લોકિક ક્રિયા બંધ છે.

કપોળ
જાનબાઈ દેરડીવાળા હાલ ઘાટકોપર સ્વ. પરમાનંદદાસ મોહનલાલ કરવતના સુપુત્ર સ્વ.વિનોદરાય કરવતના ધર્મપત્ની શ્રીમતી કલાવતી (ઉં. વ. ૮૧) તે હિતેશ, નીપા, દિપક, ડીમ્પલ, ઉમા નયન મોદીના માતુશ્રી. જાધવજી વીરજી મહેતાના સુપુત્રી. મહેન્દ્ર, કિશોર, મુકેશ, દક્ષા, હંસા, લતા, સ્વ. તરૂલતા, સ્વ. ગીતાના ભાભી, માનસી, કુનાલ, લબ્ધી, હિમાની, જય, ભાવિકના દાદી, તા.૨-૯-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
રાજુલા નિવાસી હાલ મલાડ સ્વ.ઇન્દુમતીબેન વૃજલાલ પ્રેમચંદ મહેતાના પુત્ર અજયભાઇ (ઉં. વ. ૬૨) તે ૩૧/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. જાગૃતિ (ભાવના)ના પતિ. વર્ષાબેનના ભાઈ. સ્વ.મનસુખભાઇ, સ્વ.હિમંતલાલ, સ્વ.હરકિશનદાસ, સ્વ.ચીમનલાલના ભત્રીજા, સ્વ.પ્રવિણચંદ્ર મણિલાલ અવલાણી જેતપુરવાળાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button