આમચી મુંબઈ

બીજિંગને પાછળ છોડીને મુંબઈ બન્યું એશિયાનું સૌથી ધનિક શહેર

મુંબઈઃ આ વર્ષે ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૪ના રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૨૪ માં ૯૪ નવા અબજોપતિ ભારતીય અબજોપતિઓની યાદીમાં સામેલ થયા છે.રિપોર્ટ અનુસાર, ભારતના અબજોપતિઓએ લગભગ ૧ ટ્રિલિયન ડોલરની કુલ સંપત્તિ એકઠી કરી છે, જે કુલ વૈશ્વિક સંપત્તિના ૭ ટકા છે. સૌથી ધનિક શહેરો એટલે જ્યાં મોટાભાગના અબજોપતિઓ રહે છે. આ બાબતમાં ભારતની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈએ ચીનની રાજધાની બીજિંગને પાછળ છોડી દીધું છે.

મુંબઈ હવે બીજિંગને પાછળ છોડીને એશિયાનું બિલિયોનેર કેપિટલ બની ગયું છે. વૈશ્વિક અહેવાલ મુજબ મુંબઈ હવે વિશ્વની ત્રીજી સૌથી અમીર રાજધાની બની ગયું છે. એટલે કે ભારતના મોટા ભાગના અબજોપતિઓ મુંબઈમાં રહે છે. આ વર્ષે મુંબઈમાં રહેતા અબજોપતિઓની યાદીમાં ૫૮ નવા નામ ઉમેરાયા છે, જે બાદ મુંબઈમાં રહેતા અબજોપતિઓની કુલ સંખ્યા વધીને ૩૮૬ થઈ ગઈ છે.


દેશની રાજધાની દિલ્હીમાં આ વર્ષે ૧૮ નવા અબજોપતિ ઉમેરાયા છે, જેના પછી દિલ્હીમાં રહેતા અબજોપતિઓની સંખ્યા વધીને ૨૧૭ થઈ ગઈ છે. આ યાદીમાં ત્રીજા સ્થાને ૧૦૪ અબજપતિઓ સાથે હૈદરાબાદ છે, જેમાં ૧૭ નવા અબજોપતિનો ઉમેરો થયો છે. આ યાદીમાં બેંગલુરુ ચોથા સ્થાને છે. બેંગલુરુમાં રહેતા અબજોપતિઓની સંખ્યા ૧૦૦ છે, આ વર્ષે બેંગલુરુમાં કોઈ નવા અબજપતિનો ઉમેરો થયો નથી.

આ પણ વાંચો :હવે મુંબઈથી મહાકાલેશ્વર જવાનું બનશે સરળ, રેલવેએ મંજૂર કર્યો સૌથી ટૂંકા માગર્નો પ્રોજેક્ટ…

ચેન્નઈ ૮૨ અબજપતિઓ સાથે યાદીમાં ૫ માં સ્થાને છે, જેમાં આ વર્ષે ૧૫ નવા અબજોપતિનો ઉમેરો થયો છે. ૧૮ નવા અબજોપતિઓ સાથે, કોલકાતામાં રહેતા અબજોપતિઓની સંખ્યા વધીને ૬૯ થઈ ગઈ છે અને આ શહેર આ યાદીમાં છઠ્ઠા સ્થાને છે.

આ યાદીમાં અમદાવાદ ૬૭ અબજોપતિ (૧૨ નવા અબજોપતિ) સાથે ૭મા સ્થાને છે. પુણે ૫૩ અબજોપતિ (૧૪ નવા અબજોપતિ) સાથે યાદીમાં ૮મા સ્થાને છે. સુરત આ યાદીમાં ૨૮ અબજોપતિ સાથે ૯ માં સ્થાને છે, આ શહેરમાં આ વર્ષે ૧ નવા અબજોપતિનો ઉમેરો થયો છે. ગુરુગ્રામ યાદીમાં ૧૦મા સ્થાને છે, જ્યાં કુલ ૨૩ અબજોપતિ રહે છે. ગુરુગ્રામમાં આ વર્ષે ૫ નવા અબજોપતિ ઉમેરાયા છે

Show More

Related Articles

Back to top button
દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ! ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કપ્તાનોની યાદી આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance…