આમચી મુંબઈમહારાષ્ટ્ર

શિવાજી મહારાજના નામે રાજકારણ રમી રહ્યો છે વિપક્ષ: બાવનકુળે

મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાય એ પહેલા જનતાના મનમાં શું છે તે જાણવા માટે વિપક્ષો-મહાવિકાસ આઘાડી દ્વારા સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી એ ઘટનાનો આધાર લઇ રહી હોવાનું ભાજપના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું હતું.

જનતાનો મૂડ પારખવા માટે વિપક્ષો શિવાજી મહારાજના નામે રાજકારણ રમી રહ્યું હોવાનો આક્ષેપ બાવનકુળેએ મૂક્યો હતો. મહાવિકાસ આઘાડી દ્વારા હાથ ધરવામાં આવી રહેલા સર્વે વિશે પૂછવામાં આવતા તેમણે ઉક્ત જવાબ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે મહાવિકાસ આઘાડી એટલે કે શિવસેના (ઉદ્ધવ ઠાકરે), એનસીપી (શરદ પવાર) અને કૉંગ્રેસ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકોમાંથી 180 બેઠકો જીતવાની શક્યતા હોવાનું તેમના દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં જણાયું હતું. મહાવિકાસ આઘાડીના સર્વેમાં ભાજપ ફક્ત 40 બેઠકો જ જીતી રહી હોવાનું જણાયું હતું.

આ પણ વાંચો: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના મુદ્દે એકનાથ શિંદે એક્શન મૉડમાં

આ વિશે વાત કરતા બાવનકુળેએ જણાવ્યું હતું કે માલવણના રાજકોટ કિલ્લા ખાતે શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી એ વખતે તેમણે સર્વે હાથ ધર્યો છે. આના પરથી તેમની માનસિકતા છતી થાય છે. દુર્ઘટનાને રાજકીય રોટલા શેકવા માટે ઉપયોગમાં લેવાની તેમની માનસિકતા છે.

એકનાથ ખડસેની ભાજપ વાપસી અંગે તેમણે જણાવ્યું હતું કે ખડસેએ લોકસભાની ચૂંટણી દરમિયાન રક્ષા ખડસેને જીતાડવામાં મદદ કરી હતી. તે ભાજપને સમર્થન આપવાનું શરૂ રાખી અમારી સાથે રહેશે એવો અમને વિશ્ર્વાસ છે.

Show More

Related Articles

Back to top button
દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ! ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કપ્તાનોની યાદી આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance…