આપણું ગુજરાતમધ્ય ગુજરાતસૌરાષ્ટ્ર

રાજકોટમાં બંધ મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: પોલીસે રાજસ્થાનથી ત્રણને ઝડપ્યા…

રાજકોટ: તહેવારની સિઝન બાદ રાજકોટમાં ચડ્ડી-બુકાનીધારીઓએ કરેલી ચોરીનો ભેદ પોલીસ ઉકેલી નાખ્યો છે. તહેવારની સીઝન હોવાથી બંધ મકાનોને ટાર્ગેટ કરીને ચોરી કરીને નાસી છૂટેલ ગેંગને રાજકોટ એલસીબી ઝોન 2, ક્રાઇમ બ્રાન્ચ અને યુનિવર્સિટી પોલીસે જુદા જુદા સ્થળેથી ઝડપીને મુદ્દામાલ કબજે કર્યો છે. ચોરી બાદ ટોળકી રાજસ્થાન તરફ ભાગી છૂટી હોવાની પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે તપાસ પાર પાડી હતી.

આ પણ વાંચો : રાજકોટમાં ચડ્ડી-બુકાનીધારી ગેંગે કરી 5 ઘરમાં કરી ચોરી: ઘટના CCTVમાં કેદ

તહેવારની સિઝન અને વરસાદના વિરામ થતાંની સાથે જ રાજકોટમાં તસ્કરો સક્રિય થઈ ગયા છે. તહેવારની સીઝન હોવાથી બંધ મકાનોને ટાર્ગેટ કરીને ચડ્ડી-બુકાનીધારીઓએ એકસાથે 5-5 મકાનમાં ત્રાટકીને ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસને જાણે આ લોકો પડકાર ફેંકી રહ્યા હોય તેમ અંદાજે લાખો રૂપિયાની ચોરી કર્યું હોવાનું અનુમાન હતું.

રાજકોટના પંચાયતનગરમાં રહેતા કમલેશભાઈ મહેતાના બંગલામાં ચોરી કરવામાં આવી હતી. બંગલાના માલિક NRI છે અને હાલ વતનમાં આવ્યા હતા. આ દરમિયાન તેઓ વલસાડના ધરમપૂર ગયા હોય તેનો લાવ લઈને ટોળકીએ મકાનમાં ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અને મકાનમાંથી સોનાની હિરાજડીત બંગળી, ચેઈન, પેન્ડલ, અમેરિકન ડોલર અને મકાનના પુરાવા સહિત લગભગ કુલ 9.06 લાખનાં માલની ચોરી કરીને નાસી છૂટયા હતા.

ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ મુજબ પોલીસ સિસટીવી કેમેરા તપાસ્યા હતા અને આ દરમિયાન પોલીસને ત્રણ લોકો મળી આવ્યા હતા. પોલીસ આ ત્રણે શકમંદોને પકડવા માટે ટીમોની રચના કરી હતી. પોલીસ આ ત્રિપુટીને પકડવા છેક રાજસ્થાન સુધી દોડી ગઈ હતી અને આખી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.

Show More

Related Articles

Back to top button
દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ! ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કપ્તાનોની યાદી આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance…