મહારાષ્ટ્રમાં ACBનો સપાટોઃ 8 મહિનામાં આટલા ભ્રષ્ટાચારના નોંધ્યા કેસ…
મુંબઈઃ રાજ્યમાં એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) દ્વારા પૂરા પાડવામાં આવેલા આંકડા પરથી જાણવા મળ્યું છે કે આ વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં ૪૯૯ ભ્રષ્ટાચારના કેસ નોંધાયા છે, જેમાં ૪૭૨ ટ્રેપ કેસ, ૨૨ અપ્રમાણસર સંપત્તિના કેસ અને ભ્રષ્ટાચાર સંબંધિત અન્ય પાંચ કેસનો સમાવેશ થાય છે. મોટા ભાગના ટ્રેપ કેસ મહેસૂલ અને જમીન રેકોર્ડ વિભાગના અધિકારીઓ સાથે સંબંધિત છે, ત્યાર બાદ પોલીસ, પંચાયત સમિતિ અને જિલ્લા પરિષદનો સમાવેશ થાય છે.
સૌથી વધુ મહેસૂલ અને જમીન વિભાગના અધિકારી ભ્રષ્ટાચારી
મહારાષ્ટ્રમાં રમખાણો કેમ ન થયા? ઠાકરે જૂથના નેતા આ શું બોલી ગયા…
સૌથી વધુ કેસ મહેસૂલ અને જમીન રેકોર્ડ વિભાગના અધિકારીઓ (૧૩૪) સામે નોંધાયા છે. એના પછી પોલીસ (૮૮), પંચાયત સમિતિ (૪૨), જિલ્લા પરિષદ (૩૨), મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (૨૭) અને શિક્ષણ વિભાગ (૨૪)નો સમાવેશ થાય છે.
ટ્રેપ કેસમાં સૌથી વધુ ત્રીજા વર્ગના સરકારી અધિકારી સપડાયા
એસીબીએ જણાવ્યું છે કે ટ્રેપ કેસોમાં સંડોવાયેલા મોટા ભાગના અધિકારીઓ ત્રીજા વર્ગના સરકારી અધિકારીઓ (૩૪૫), ત્યાર બાદ વર્ગ બીજાના અધિકારીઓ (૭૧), વર્ગ ૧ (૪૬) અને વર્ગ ૪ (૨૮) સામેલ છે. ૧૮૬ ટ્રેપ કેસમાં લાંચની રકમ ૧.૪૯ કરોડ રૂપિયા છે. સૌથી વધુ લાંચની રકમ પોલીસ અધિકારીઓ (રૂ. ૪૧.૨૪ લાખ) સંબંધિત છે, ત્યાર બાદ મહેસૂલ અને જમીન રેકોર્ડ વિભાગ (રૂ. ૨૧.૧૩ લાખ), જિલ્લા પરિષદ (રૂ. ૧૪.૫૭ લાખ) અને પંચાયત સમિતિ (રૂ. ૯.૬ લાખ) સંબંધિત છે.
અપ્રમાણસર સંપત્તિના 22 કેસ
આ પણ વાંચો : Assembly Polls: મહાયુતિ વચ્ચે ૧૦ દિવસમાં બેઠક વહેંચણીનો નિર્ણય થશે
જાન્યુઆરી અને ઓગસ્ટની વચ્ચે, રાજ્ય એસીબીએ ભ્રષ્ટ સરકારી કર્મચારીઓ અને ખાનગી વ્યક્તિઓ સામે અપ્રમાણસર સંપત્તિ સંબંધિત ૨૨ કેસ નોંધ્યા હતા. આ ૨૨ કેસોમાં કુલ રૂ. ૧૬.૪૬ કરોડની રકમ સામેલ છે, જેમાંથી રૂ.૩.૭૨ કરોડ મહેસૂલ અને જમીન રેકોર્ડ વિભાગના અધિકારીઓ સાથે સંકળાયેલા હતા, ત્યાર બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ (રૂ. ૩.૪૫ કરોડ), જાહેર આરોગ્ય વિભાગના અધિકારીઓ (રૂ. ૧.૬૩કરોડ), સિંચાઇ વિભાગના અધિકારીઓ (રૂ. ૧.૫૧ કરોડ) અને શિક્ષણ વિભાગના (રૂ. ૧.૩૯ કરોડ) હતા.