નેશનલ

ઉબર પછી રાહુલ ગાંધીએ દિલ્હીની સિટી બસમાં કરી મુસાફરી પણ ઘેરામાં આવ્યો તેમનો જ સાથી પક્ષ…

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે નવી દિલ્હી ખાતે સિટી બસમાં પ્રવાસ કર્યો હતો. અગાઉ ઉબરમાં આ રીતે પ્રવાસ કર્યા બાદ રાહુલ ગાંધીએ ગિગ વર્કર્સની સમસ્યાઓ પર વાત કરી હતી ત્યારે હવે તેમણે દિલ્હી સિટી બસના ડ્રાઈવરો સાથે વાત કરી તેમની સમસ્યા જાણી છે, પણ સમસ્યા એ થઈ કે દિલ્હીમાં આમ આદમી પક્ષની સરકાર છે, જે ઈન્ડિયા ગઠબંધનમાં કૉંગ્રેસ સાથે છે.

આ પણ વાંચો : Rahul Gandhi એ યુપીના સીએમ યોગી આદિત્યનાથને લખ્યો પત્ર, કરી આ માંગ

રાહુલે બસ કંડક્ટર, ડ્રાઈવર અને અન્ય સ્ટાફ સાથે પણ વાત કરી. રાહુલે કહ્યું કે ડ્રાઈવરો અને કંડક્ટરો અનિશ્ચિતતાના અંધકારમાં જીવી રહ્યા છે. તેઓ અસુરક્ષિતતા વચ્ચે જીવી રહ્યા છે. મુસાફરોની સુરક્ષા માટે સતત તહેનાત હોમગાર્ડ જવાનો છેલ્લા 6 મહિનાથી પગાર વગરના છે.

રાહુલ ગાંધી સાથે વાત કરતી વખતે ડીટીસી સ્ટાફે કહ્યું કે અમને રોજના લગભગ 816 રૂપિયા મળે છે. આમાં પીએફ સહિત અન્ય કપાત છે. મહિના દરમિયાન અમને આરામ મળતો નથી. તહેવારોમાં પણ રજા નથી. અમે કોઈ રજા લઈએ તો પૈસા કપાઈ જાય છે. એક ડ્રાઇવરે કહ્યું કે અમારો પગાર કિમી પ્રમાણે નક્કી થાય છે. 8 કલાક કામ કરવું પડશે. તે એક કે બે કલાક વધુ હોઈ શકે છે.

રાહુલે પૂછ્યું કે અમે તમને કેવી રીતે મદદ કરી શકીએ? તેના પર ડીટીસી સ્ટાફે જણાવ્યું કે અમને 5 મહિનાથી પગાર નથી મળ્યો. ઘરનું ભાડું કેવી રીતે ચૂકવવું અને પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરવું? બાળકો અભ્યાસ કરી શકતા નથી. બસો પણ યોગ્ય રીતે દોડતી નથી. રાજ્ય અને કેન્દ્ર સરકાર એકબીજા પર દોષારોપણ કરે છે અને જવાબદારી ઢોળી દે છે.

આ પણ વાંચો : Rahul Gandhi એ અલગ જ અંદાજમાં ભાજપ પર કર્યો પ્રહાર, જાણો શું કહ્યું

કોન્ટ્રાક્ટ પર કામ કરતા એક બસ કંડક્ટરે કહ્યું કે અમારો કોન્ટ્રાક્ટ દર વર્ષે રિન્યુ થાય છે. જો ડ્યુટી ઓછી હોય તો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવતો નથી. તેમને ઘરે બેસવાનું કહેવામાં આવે છે. અમને કાયમી બનાવી દેવા જોઈએ. સમાન વેતન અને સમાન કામ હોવું જોઈએ. આ અમારી માંગ છે.

અહીં એક હૉમગાર્ડે પણ વ્યથા ઠાલવી હતી કે તેને પગાર મળતો નથી અને બાળકોનું ભવિષ્ય જોખમમાં મૂકાઈ છે.
હવે એ જાણવાનું છે કે કેજરીવાલ સરકાર પાસેથી આ સમસ્યાઓનો હલ રાહુલ શોધી આપે છે કે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે ગિગ વર્કર્સની સમસ્યા અંગેના રાહુલના વીડિયો વાયરલ થયા બાદ ગઈકાલે જ કેન્દ્રીય શ્રમ અને રોજગાર પ્રધાન મનસુખ માંડવીયાએ એક બેઠક યોજી હતી અને તેમના હીતને ધ્યાનમાં રાખી પોલિસી બનાવવાની વાત કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button