આમિર ખાને વિનેશ ફોગાટ સાથે વીડિયો કોલ પર વાત કરી, દંગલ 2ની ચર્ચા શરૂ…

ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ ભલે પેરિસ ઓલિમ્પિક 2024ની ફાઇનલમાં જગ્યા ન બનાવી શકી હોય, પરંતુ તે ભારતીયો માટે હીરોથી ઓછી નથી. ઓલિમ્પિકમાં તેના શાનદાર પ્રદર્શનને કારણે લોકોએ તેની ખૂબ પ્રશંસા કરી છે.
Aamir Khanના એક નિર્ણયને કારણે રડી પડી હતી Kiran Rao, અને કહ્યું કે તું આવું…
બોલિવૂડ અભિનેતા આમિર ખાને વિનેશ ફોગાટ સાથે વીડિયો કોલ પર વાત કરી હતી, જેની ઘણી તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે અને લોકોએ દંગલ-2ની ચર્ચા શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ દંગલ 2016માં રજૂઆત પામી હતી. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર ઘણા રેકોર્ડ બનાવ્યા છે. આમિર ખાને કુસ્તીબાજ ગીતા અને બબીતા ફોગટના જીવન પર ફિલ્મ દંગલ બનાવી હતી. આમિર ખાને હંમેશા જણાવ્યું છે કે તે દંગલ-2 ત્યારે જ બનાવશે જ્યારે તેને સારી સ્ક્રિપ્ટ મળશે. હવે લાગે છે કે તેમને સારી સ્ટોરી મળી ગઇ છે. રેસલર વિનેશ ફોગાટની સ્ટોરી ઘણી પ્રેરણાદાયી છે. વિનેશ ફોગાટ પેરિસ ઑલિમ્પકમાંથી પરત ફરી ત્યારે આમિર ખાને તેની સાથે ફોન પર વાત કરી હતી.
આ પણ વાંચો : કરોડોની માલિક છે Vinesh Phogat, જાણો કેટલી છે કુલ નેટવર્થ…
આમિર ખાન તાજેતરમાં રિયા ચક્રવર્તીના પોડકાસ્ટ ચેપ્ટર 2 માં જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે ફિલ્મોમાંથી નિવૃત્તિથી લઈને ત્રીજી વખત લગ્ન કરવા સુધીના સવાલોના જવાબ આપ્યા હતા. હવે ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ સાથે ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. યુઝર્સ તસવીરો પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યું છે કે, ‘આમિર ખાન ચોક્કસપણે વિનેશ પર બાયોપિક બનાવવા જઇ રહ્યા છે તો વળી બીજાએ લખ્યું હતું કે, ‘દંગલ 2’ની રાહ જોઇ રહ્યા છીએ.
ઘણા યુઝર્સનું માનવું છે કે 2016ની બ્લોકબસ્ટર ‘દંગલ’ પછી આમિર ખાન ‘દંગલ 2’ની પણ જાહેરાત કરી શકે છે, જેમાં વિનેશ ફોગાટની જર્ની બતાવવામાં આવશે. આપણે પણ આમિર ખાન આવા ગુડ ન્યુઝ આપે એની રાહ જોઇએ.