ઇન્ટરનેશનલમનોરંજનસ્પેશિયલ ફિચર્સ

વૉરેન બફેટ, અમેરિકાની મંદી અને લિપસ્ટીક આ ત્રણ વચ્ચે શું છે સંબંધ?

અમેરિકન માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં અહીં રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણીઓ પણ નવેમ્બરમાં યોજાવાની છે. મંદીનો માહોલ કેવો છે અને આવનારી પરિસ્થિતિ કેવી રહેશે તેનો તાગ મેળવવો આમ તો અઘરો હોય છે, પરંતુ એક ઘટનાએ રોકાણકારોને ડરાવ્યા છે. આ ઘટના વિશે તમે જાણશો તો તમને પણ નવાઈ લાગશે કે વિશ્વની મહાસત્તા પોતાની આર્થિક સ્થિતિ માપવા માટે આ વસ્તુને આટલું મહત્વ આપે છે. આ વસ્તુ એટલે મહિલાઓના પર્સમાં હંમેશાં માટે જોવા મળતી લિપસ્ટિક. હા, હવે આ લિપસ્ટિક, અમેરિકાની મંદીનો સંબંધ તમને જણાવીએ.

આ પણ વાંચો : PM Modi સપ્ટેમ્બર માસમાં અમેરિકાની મુલાકાતે, ન્યૂયોર્કમાં 24 હજાર ભારતીયોને સંબોધશે…

મીડિયામાં એક સમાચાર આવ્યા છે કે વિશ્વના સૌથી શ્રીમંત બર્કશાયર હેથવેના માલિક વોરેન બફેટે એક કૉસ્મેટિક્સ બનાવતી કંપનીમાં મોટું રોકાણ કર્યું છે. આ કંપની તેની લિપસ્ટિક માટે જાણીતી છે. બફેટના રોકાણ પરથી અંદાજ મેળવવામાં આવે છે કે બજારનો ઝોક કઈ તરફ છે.

બફેટે લિપસ્ટિક બનાવતી કંપનીમાં રોકાણ કર્યું તેથી માનવામાં આવી રહ્યું છે કે દેશ આર્થિક મંદી તરફ જઈ રહ્યો છે. આ લિપસ્ટિક અને મંદીને જોડાવા પાછળ અમેરિકનોના અનુભવ અને અભ્યાસ જોડાયેલા છે.

લિપસ્ટીક વધુ વેચાઈ એટલે માનો કે મંદી આવે
આ વિષયને છેડનારા હતા ST લૉડરના અધ્યક્ષ લિયોનાર્ડ લૉડર. લિયોનાર્ડ લોડર એક મોટા અમેરિકન રોકાણકાર છે. વર્ષ 2000 ની મંદી દરમિયાન, તેમણે જોયું કે 1929 થી 1933 દરમિયાન અમેરિકામાં મહામંદી દરમિયાન પણ મહિલાઓની લિપસ્ટિકનું વેચાણ ઝડપથી વધ્યું હતું. 2008ની વૈશ્વિક મંદી પછી પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું.
તેની પાછળના કારણ પર ઘણો અભ્યાસ કરવામાં આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે સારી આર્થિક સ્થિતિમાં મહિલાઓ વધુ કપડાં ખરીદે છે. સાથે જ ખરાબ સમયમાં મહિલાઓ લિપસ્ટિક ખરીદવાનું પસંદ કરે છે.
લિપસ્ટિક ઇફેક્ટ સાથે સંકળાયેલા નિષ્ણાતો કહે છે કે મુશ્કેલ સમયમાં મહિલાઓ પોતાને સારું અનુભવવા માટે સસ્તા પરંતુ આકર્ષક બ્યુટી પ્રોડક્ટ્સ તરફ વળે છે. તેમનો આત્મવિશ્વાસ જાળવી રાખવાનો આ એક સરળ અને સસ્તો રસ્તો છે.
ઘણા અભ્યાસો એ પણ બહાર આવ્યું છે કે મંદી દરમિયાન, કોસ્મેટિક કંપનીઓને એટલું નુકસાન થયું નથી જેટલું અનુમાન કરવામાં આવ્યું હતું. તેનું એક મોટું કારણ લિપસ્ટિક છે.
11 સપ્ટેમ્બર, 2001ના રોજ અમેરિકા પર થયેલા આતંકવાદી હુમલાએ દેશને ગહન આર્થિક સંકટમાં ધકેલી દીધો. મંદીના આ સમયગાળા દરમિયાન, ઇન્વેસ્ટોપીડિયાના સંશોધન મુજબ, લિપસ્ટિકનું વેચાણ બમણું થયું.
2007 અને 2009 વચ્ચે આર્થિક મંદી, જે 19 મહિના સુધી ચાલી હતી. આ મંદીના કારણે લાખો અમેરિકનો બેરોજગાર થઈ ગયા. કટોકટી હોવા છતાં, લોરિયલ અને એસ્ટી લોડર જેવી મોટી કોસ્મેટિક કંપનીઓએ મજબૂત આવક વૃદ્ધિ નોંધાવી છે.
1929 અને 1933 ની વચ્ચે યુનાઇટેડ સ્ટેટ્સમાં મહામંદી દરમિયાન, ઔદ્યોગિક ઉત્પાદન અડધું થવા છતાં સૌંદર્ય પ્રસાધનોના વેચાણમાં વૃદ્ધિ જોવા મળી હતી. ખાસ કરીને લિપસ્ટિકના વેચાણમાં વધારો થયો છે, જ્યારે મોંઘા કોસ્મેટિક્સના વેચાણમાં ઘટાડો થયો છે.

કેમ અમેરિકાના વાગી રહ્યા છે મંદીના ભણકારા?
હકીકતમાં, અમેરિકામાં ઘણા એવા માપદંડો છે, જે અનુસાર મંદી હોવાનું જણાઈ જાન્યુઆરીમાં નીચા સ્તરેથી બેરોજગારીના દાવાઓમાં નોંધપાત્ર વધારો થયો છે અને જુલાઈમાં બેરોજગારીનો દર વધીને 4.3 ટકાની ત્રણ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. આ સિવાય મેન્યુફેક્ચરિંગ PMI 9 મહિનામાં સૌથી નીચા સ્તરે આવી ગયો છે. આ બધા વચ્ચે અહીં રાષ્ટ્રપતિની ચૂંટણી ભારે રસપ્રદ બની ગઈ છે. જોકે જે પણ ચૂંટાઈને મહાસત્તાનું સૂકાન સંભાળશે તેમની માટે આર્થિક સ્થિતિમાં સુધારો એક મોટો પડકાર બની રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button