જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની ગતિશીલતા જીવનમાં સારા કે નરસા પરિણામો લાવતી હોય છે.

આ સંભવિત ઘટનાઓ નવ ગ્રહ, 27 નક્ષત્ર અને 12 રાશિ પર આધારિત હોય છે.

સૂર્ય, ચંદ્રમા, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ આ નવ ગ્રહ પ્રત્યેક રાશિમાં પોતાની ગતિથી 30 ડિગ્રી પાર કરી બીજી રાશિમાં પ્રવેશ કરે છે.

આ ગ્રહો ગોચર કરી અન્ય રાશિમાં પ્રવેશે છે અને જે તે રાશિના જાતકોના જીવન પર અસર કરે છે.

સપ્ટેમ્બર મહિનામાં છ ગ્રહ એકબીજી રાશિમાં ગોચર કરે છે, ચાલો જાણીએ ગ્રહોની સ્થિતિ શું રહેશે.

4 સપ્ટેમ્બર 2024થી સિંહ રાશિમાં બુધનું ગોચર થશે.

23 સપ્ટેમ્બર 2024- કન્યા રાશિમાં બુધનું ગોચર થશે.

6 સપ્ટેમ્બર 2024- મંગળ આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે.

16 સપ્ટેમ્બર 2024- સૂર્યનું કન્યા રાશિમાં ગોચર કરશે.

18 સપ્ટેમ્બર 2024- તુલા રાશિમાં શુક્ર ગોચર કરશે.

26 સપ્ટેમ્બર 2024- સૂર્ય હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે.

આ તમામ ગતિવિધિ તમારી, કારકિર્દી, સ્વાસ્થ્ય, સંબંધો,ધંધા-રોજગાર પર અસર કરે છે.

દરેક ગ્રહ-રાશિના ગોચર અને તેના તમારા જીવન પર પડતા પ્રભાવ માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ.