મનોરંજન

નવ્યા નવેલી નંદાને મળ્યું અમદાવાદની આઈઆઈએમમાં એડમિશન, પોસ્ટ કરીને આપી માહિતી…

અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા ભલે ફિલ્મી દુનિયાથી દૂર હોય પણ તે સતત ચર્ચામાં રહે છે. હવે આ સ્ટારકિડ ફરી એક વખત હેડલાઈન્સમાં આવી છે અને એનું કારણ છે તેણે હાંસિલ કરેલી તેની તાજેતરની સિદ્ધિ. સામાન્યણે સ્ટારકિડ્સ ફિલ્મી દુનિયામાં પગ મૂકવા માટે ઉત્સુક હોય છે પણ નવ્યા નંદાએ કંઈક એવું કર્યું છે કે જેના માટે તેના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. અમિતાભ બચ્ચનની પૌત્રી ભારતની ટોચની સંસ્થામાં એડમિશન લેવા જઈ રહી છે અને આ સંસ્થામાંથી તે મેનેજમેન્ટનો અભ્યાસ પૂર્ણ કરશે.

ખુદ નવ્યા નવેલી નંદાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વાતનો ખુલાસો કર્યો હતો. પોતાની પોસ્ટમાં નવ્યાએ જણાવ્યું છે કે તેણે આઈઆઈએમની પ્રવેશ પરીક્ષા પાસ કરી લીધી છે અને હવે તે દેશની ટોચની સંસ્થામાં પ્રવેશ લેવા જઈ રહી છે, જ્યાંથી તે બિઝનેસવુમન બનવાની દિશામાં એક ડગલું માંડશે. આઈઆઈએમની પ્રવેશા પરીક્ષા પાસ કર્યા બાદ હવે નવ્યાને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદમાં એડમિશન મળી ગયું છે અને આ તેના માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. નવ્યાની સિદ્ધિ માટે પેન્સ તેની પ્રશંસા કરી રહ્યા છે.

આ પણ વાંચો : Bachchan Familyમાં વધુ એક કપલ વચ્ચે પડી દરાર…?

સોશિયલ મીડિયા યુઝર્સ અમિતાભ બચ્ચનની પૌત્રીના વખાણ કરી રહ્યા છે કારણ કે તેણે બાકીના સ્ટારકિડ્સની જેમ વિદેશમાં નહીં પરંતુ દેશમાં જ રહીને મેનેજમેન્ટનો અભ્યાસ કરવા જઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોટા ભાગના સ્ટાર કિડ્સ સ્કૂલિંગ પછી આગળના અભ્યાસ માટે વિદેશ જાય છે, જ્યારે આ માટે નવ્યાએ તેના દેશમાં જ રહેવાનું નક્કી કર્યું છે. આઈઆઈએમ અમદાવાદ દેશની ટોચની એમબીએ સંસ્થાઓમાંથી એક છે, અને એટલે જ નવ્યા અહીં પ્રવેશ મેળવીને ખૂબ જ ખુશ છે.

નવ્યાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો પણ શેર કર્યો છે, જેમાં તે આઈઆઈએમ અમદાવાદના કેમ્પસની બહાર પોઝ આપતી જોવા મળે છે અને એ સમયે તેના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે. કારણ કે, IIM અમદાવાદમાં પ્રવેશ મેળવવો સરળ નથી. હવે નવ્યા આઈઆઈએમ અમદાવાદમાં એડમિશન લીધું છે અને અહીં 2 વર્ષનો ફુલ ટાઈમ કોર્સ કરશે. આનો અર્થ એવો થયો કે હવે નવ્યાએ બે વર્ષ અમદાવાદમાં રહીને અભ્યાસ કરવો પડશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button