આમચી મુંબઈ

મુંબઈમાં ડીઆરઆઇની કસ્ટડીમાંથી ભાગેલો આરોપી અમદાવાદમાં ઝડપાયો

મુંબઈ: સોનાની દાણચોરીમાં સંડોવાયેલા અને મુંબઈમાં ડીઆરઆઇ (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ)ની કસ્ટડીમાંથી ભાગી છૂટેલા ૨૭ વર્ષના મેહુલ અશોકકુમાર જૈનને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. અમદાવાદનો રહેવાસી મેહુલ સોનાની દાણચોરીના કેસમાં વોન્ટેડ હતો અને તેની સામે લૂકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યું હતું. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમિગ્રેશન ઓફિસરોએ તેને તાબામાં લીધો હતો.મેહુલને બાદમાં ડીઆરઆઇની મુંબઈની ઝોનલ ઓફિસમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં બુધવારે મોડી રાતે તે પલાયન થઇ ગયો હતો. મે મહિનામાં યુએઇથી ભારતમાં રૂ. દોઢ કરોડના સોનાની દાણચોરી બદલ વિજયકુમાર માળીની ધરપકડ કરવામાં આવી હતી અને ડીઆરઆઇના અમદાવાદ યુનિટ દ્વારા આ કેસની તપાસમાં મેહુલનું નામ સામે આવ્યું હતું. મેહુલ કથિત રીતે આ રેકેટમાં સામેલ હતો અને તે દેશ છોડીને ભાગી છૂટવાની શંકાને આધારે ૧૬ જૂન, ૨૦૨૩ના રોજ સેન્ટ્રલ એજન્સી દ્વારા તેની વિરુદ્ધ લૂકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યું હતું. મુંબઈ એરપોર્ટ પર મેહુલ ઝડપાયા બાદ તેને કોર્ટમાં હાજર કરીને ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવાયા હતા. મેહુલને બાદમાં મરીન લાઇન્સ વિસ્તારમાં આવેલી ડીઆરઆઇની ઓફિસમાં રાખવામાં આવ્યો હતો. જોકે મેહુલ ત્યાંથી સંબંધિત કેસના દસ્તાવેજો સાથે પલાયન થયો હતો. આ પ્રકરણે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button