મનોરંજન

Emergency ફિલ્મની રિલીઝ મોકૂફ, આ કારણે સેન્સર બોર્ડે વધુ કટ્સની માંગ કરી

નવી દિલ્હી: વિવાદોમાં ઘેરાયેલી કંગના રનૌત(Kangana Ranaut)ની ફિલ્મ ‘ઇમર્જન્સી’ (Emergency Film)ની મુશ્કેલીઓ વધી છે. આ ફિલ્મ અગાઉ નિર્ધારિત તારીખ 6ઠ્ઠી સપ્ટેમ્બરના રોજ રિલીઝ નહીં થાય. ફિલ્મમાં શીખ સમુદાયના વાંધાજનક ચિત્રણને કારણે ફિલ્મ વિવાદમાં સપડાઈ છે, જેના કારણે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી ફિલ્મને લીલી ઝંડી મળી નથી

ટ્રેલર રિલીઝ થવાથી પંજાબમાં હોબાળો મચી ગયો હતો, ફિલ્મ રિલીઝની તારીખ હવે પાછળ ધકેલી દેવામાં આવી છે. અહેવાલો મુજબ ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડે વધુ કટની માંગ કરી છે. બોર્ડે કહ્યું છે કે તે દરેક સમુદાયની ભાવનાઓને ધ્યાનમાં લેવામાં આવશે.

અગાઉ, પંજાબની સ્થાનિક રાજીકીય પાર્ટી શિરોમણી અકાલી દળે ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડને નોટિસ મોકલીને ફિલ્મની રિલીઝને રોકવાની માંગ કરી હતી. અકાલી દળે દાવો કર્યો હતો કે આ ફિલ્મ “કોમી તણાવ ઉશ્કેરી શકે છે” અને “ખોટી માહિતી ફેલાવી શકે છે”.

નોટિસ લખવામાં આવ્યું છે કે “ફિલ્મમાં શીખ સમુદાયનું આવું નિરૂપણ માત્ર ગેરમાર્ગે દોરનારું જ નથી, પરંતુ પંજાબ અને સમગ્ર રાષ્ટ્રના સામાજિક માળખા માટે ઘોર અપમાનજનક અને નુકસાનકારક છે. કંગના રનૌતે કોંગ્રેસ વિરુદ્ધ વાસ્તવિક રાજકીય નિવેદન આપવા માટે નહીં પણ શીખ સમુદાયને નિશાન બનાવવા માટે કટોકટીનો વિષય પસંદ કર્યો છે.”

કંગનાએ અગાઉ દાવો કર્યો હતો કે તે ફિલ્મને રિલીઝ કરવા કોર્ટમાં જવા તૈયાર છે. કંગનાએ X પરની પોસ્ટમાં લખ્યું કે “અમારા પર ઇન્દિરા ગાંધી, જરનૈલ સિંહ ભિંડરાવાલેની હત્યા અને પંજાબના રમખાણો ન બતાવવાનું દબાણ છે. મને સમજાતું નથી કે અમે બીજું બતાવીએ શું…”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button