આમચી મુંબઈમહારાષ્ટ્ર

પુણેમાં પૂર્વ NCP કોર્પોરેટરની જાહેરમાં ગોળી મારી હત્યાથી ખળભળાટ, કાયદો અને વ્યવસ્થા પર સવાલ

Pune: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી (Maharastra Assembly Election) નજીક આવી રહી છે, એ પહેલા પુણેમાં નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) અજીત પવાર જૂથના પૂર્વ કાઉન્સિલર વનરાજ અંદેકર(Vanraj Andekar) ની ગઈ કાલે રવિવારે રાત્રે ગોળી મારીને હત્યા કરી દેવાતા ખળભળાટ વ્યાપી ગયો છે. પુણે પોલીસ(Pune Police)ના જણાવ્યા અનુસાર કેટલાક આજાણ્યા લોકોએ તેમના પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો અને પછી ગોળી મારી હત્યા કરી.

ક્રાઈમ બ્રાન્ચ અને અલગ અલગ ઝોનની ટીમો આરોપીઓને શોધવા અભિયાન ચલાવી રહી છે. વનરાજ અંદેકરની હત્યા મામલે પુણેના જોઈન્ટ પોલીસ કમિશનર રંજન કુમાર શર્માએ જણાવ્યું હતું કે, “આજે રાત્રે લગભગ 9:30 વાગ્યે વનરાજ આંદેકર તેમના પિતરાઈ ભાઈ સાથે ઈમાનદાર ચોક પર ઉભા હતા. કેટલાક લોકો આવીને તેમના પર હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.”

પુણે પોલીસે આ હત્યા કેસમાં ત્રણ લોકોની અટકાયત કરી છે. પોલીસને આશંકા છે કે આ હત્યા પારિવારિક વિવાદ અને પૈસાના કારણે થઈ છે. પોલીસે અટકાયતમાં લીધેલા ત્રણ લોકોની પૂછપરછ ચાલી રહી છે.

જાણકારી મુજબ હુમલાખોરોએ પહેલા વનરાજ પર કુહાડી જેવા ધારદાર હથિયાર વડે હુમલો કર્યો અને પછી ગોળી મારી. વનરાજ આંદેકર લોહીથી લથપથ હાલતમાં છોડી, હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા. હજુ એ સ્પષ્ટ નથી થયું કે આરોપીઓ કોણ છે. આ હત્યા મામલે કેટલાક જાણીતા લોકોના નામ સામેલ હોય એવી અટકળો વહેતી થઇ છે, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

વનરાજને મૃત અવસ્થામાં કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલ (KEM)માં લઈ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાસૂન હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

વનરાજ 2017ની પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. વનરાજની માતા રાજશ્રી આંદેકર અને કાકા ઉદયકાંત આંદેકર પણ કોર્પોરેટર રહી ચૂક્યા છે. વનરાજની બહેન વત્સલા અંદેકર પુણેના મેયર રહી ચૂક્યા છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કપ્તાનોની યાદી આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો…