ટોપ ન્યૂઝશેર બજાર

Stock Market : શેરબજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સમાં 359 પોઇન્ટનો વધારો

મુંબઇ: ભારતીય શેરબજારમાં આજે તેજી જોવા મળી રહી છે. જેમાં સેન્સેક્સ-નિફ્ટી વધારા સાથે ખુલ્યા છે. સેન્સેક્સ 359.51 પોઈન્ટના વધારા સાથે 82,725.28 પર ખુલ્યો. જ્યારે નિફ્ટી 97.70 પોઈન્ટના વધારા સાથે 25,333.60 પર ખુલ્યો હતો.

સેન્સેક્સના 30માંથી 26 શેરોમાં વધારો

સેન્સેક્સના 30માંથી 26 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને 4 શેરોમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ 30 શેરોમાં ટોપ ગેઇનર એશિયન પેઇન્ટ છે અને ITC,HCL,બજાજ ફિનસર્વના શેરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. બજાજ ફાઈનાન્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેર પણ વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

નિફ્ટીના 50 શેરોમાંથી 36 શેરોમાં વધારો

નિફ્ટીના 50 શેરોમાંથી 36 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને 8 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 6 શેર એવા છે જેમાં કોઈ ફેરફાર જોવા નથી મળી રહ્યો. આજે નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં બજાજ ફાઇનાન્સ, ટીસીએસ, ઇન્ફોસીસ, એચડીએફસી લાઇફ અને બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝના શેર ટોચ પર છે. આજે ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચયુએલ, હિન્દાલ્કોમાં નબળો વેપાર જોવા મળી રહ્યો છે.

BSEનું માર્કેટ કેપ

BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 465.86 લાખ કરોડ થયું છે અને તેના 3335 શેરનું ટ્રેડિંગ થઈ રહ્યું છે, જેમાંથી 1999 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. 1184 શેરમાં ઘટાડો છે અને 152 શેરમાં કોઈ ફેરફાર નથી.

Show More

Related Articles

Back to top button
ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કપ્તાનોની યાદી આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો…