નવી દિલ્હી : દેશમાં ચોમાસાના(Monsoon 2024 )બીજા રાઉન્ડમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે અનેક રાજ્યોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જેમાં તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. સતત વરસાદના કારણે રેલવે સેવા પણ પ્રભાવિત થઈ છે.તેમજ અનેક સ્થળોએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.દક્ષિણ મધ્ય રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારે વરસાદ અને અનેક જગ્યાએ ટ્રેક પર પાણી ભરાવાને કારણે 99 ટ્રેનો રદ કરવામાં આવી હતી અને ચાર ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી હતી. જ્યારે 54 ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી હતી.
પીએમ મોદી અને અમિત શાહે વાત કરી
પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુ અને તેલંગાણાના મુખ્ય પ્રધાન એ રેવંત રેડ્ડી સાથે આ અંગે વાત કરી હતી. તેમણે વરસાદ અને પૂરને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદની ખાતરી પણ આપી હતી. તેલંગાણાના મહેસૂલ મંત્રી પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડીએ જણાવ્યું હતું કે સમયસર લેવાયેલા સાવચેતીના પગલાને કારણે જાનમાલનું નુકસાન ઓછું થયું છે.
સીએમ રેવંત રેડ્ડીએ સમીક્ષા બેઠક યોજી હતી
તેલંગાણાના સીએમ એ રેવન્ત રેડ્ડીએ ઇમરજન્સી સમીક્ષા બેઠક યોજી હતી. હૈદરાબાદમાં પણ ભારે વરસાદ પડ્યો હતો અને રાતભર વરસાદ ચાલુ રહ્યો હતો જેના કારણે શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે હૈદરાબાદ જિલ્લામાં વધુ ભારે વરસાદની આગાહીને કારણે 2 સપ્ટેમ્બરે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
ખમ્મમ જિલ્લાના એક વિસ્તારના રહેવાસીઓ છત પર ફસાયેલા છે કારણ કે મોટા વિસ્તારો ડૂબી ગયા છે. હવામાન વિભાગે તેલંગાણાના આદિલાબાદ, નિઝામાબાદ, રાજન્ના સરસિલ્લા, યાદદ્રી ભુવનગીરી, વિકરાબાદ, સંગારેડ્ડી, કામરેડ્ડી અને મહબૂબનગર જિલ્લામાં રવિવાર, 2 સપ્ટેમ્બરના રોજ સવારે 8:30 વાગ્યા સુધી છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
આંધ્રપ્રદેશમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે
આંધ્રપ્રદેશમાં ઘણી જગ્યાએ વરસાદની સંભાવના છે અને કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે. શ્રીકાકુલમ, વિઝિયાનગરમ, પાર્વતીપુરમ મન્યમ, અલુરી સીતારામ રાજુ, કાકીનાડા અને નંદ્યાલ જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. આંધ્ર પ્રદેશ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના મેનેજિંગ ડિરેક્ટર આર. કુરમાંધે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપતા કહ્યું કે કૃષ્ણા નદીના વહેણને કારણે વિજયવાડાના પ્રકાશમ બેરેજ પર પ્રથમ સ્તરની ચેતવણી જાહેર કરવામાં આવી છે.આંધ્ર પ્રદેશમાં અત્યાર સુધીમાં વરસાદ સંબંધિત નવ મૃત્યુ અને એક વ્યક્તિ ગુમ થઈ ચૂકી છે. એક દિવસ પહેલા રાજ્યમાં મૃત્યુઆંક આઠ હતો.
વિજયવાડા અને ગુંટુર શહેરો ડૂબી ગયા
તાડેપલ્લીમાં આંધ્ર પ્રદેશ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (APSDMA) ખાતે મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે રાજ્યમાં ભારે વરસાદ થયો છે. ભારે વરસાદને કારણે, વિજયવાડા અને ગુંટુર શહેરો સંપૂર્ણપણે ડૂબી ગયા છે. કાઝા ખાતે વિજયવાડા-ગુંટુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને જગગૈયાપેટા ખાતે વિજયવાડા-હૈદરાબાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સંપૂર્ણપણે ડૂબી ગયા છે.કાઝા ખાતેનો વિજયવાડા-ગુંટુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને જગગૈયાપેટા ખાતેનો વિજયવાડા-હૈદરાબાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સંપૂર્ણપણે ડૂબી ગયો છે.