આપણું ગુજરાત

Somnath મંદિરમાં શ્રાવણના અંતિમ સોમવારે ભકતોની ભીડ, હર-હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું પરિસર

ગીર-સોમનાથઃ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિગ સોમનાથમા(Somnath)પવિત્ર શ્રાવણ માસના પાંચમા અને અંતિમ સોમવારે ભક્તોમાં અનેરો ઉત્સાહ રહ્યો હતો. આજે શ્રાવણના પાંચમા અને અંતિમ સોમવારે સોમવતી અમાસ હોવાથી સોમનાથ મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં રવિવારથી જ લોકો આવી પહોચ્યા છે અને મંદિર વહેલી સવારે ખુલતા જ ભકતો હર-હર મહાદેવના નાદ સાથે દર્શન માટે ઉમટી પડ્યા હતા.

દિવસભર વિવિધ કાર્યક્રમોનુ આયોજન

સોમનાથ મંદિરમાં પાંચમા અને અંતિમ સોમવારે મંદિરમા પટ વહેલી સવારે ચાર વાગે ખુલ્યા હતા. પ્રાતઃ મહાપુજા 6 થી 7, પ્રાતઃ આરતી કરવામાં આવી હતી. 7 થી7.15 પાલખી યાત્રા નીકળી હતી.  આ ઉપરાંત આજે મધ્યાહન મહાપુજા 11 થી 12, મધ્યાહન આરતી 12 થી 12.15, વિશેષ શ્રૃંગાર મહાદેવને અમાસના પુષ્પ દર્શન દર્શનનો શ્રૃંગાર 5 થી 8.30,  દિપમાલા 6.30 થી 7.30, સાજની આરતી 7 થી 7.20 આમ સોમનાથમાં આજે દિવસભર વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સોમવતી અમાવસ્યાનો સંયોગ હોવાથી મોટી સંખ્યામાં દૂર દૂર થી શિવભક્તો શિવઆરાધના માટે પહોંચે છે.

પાલખી યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા

આજે શ્રાવણના પાંચમા સોમવારે સોમવતી અમાસ હોવાથી સોમનાથ મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં રવિવારથી લોકો આવી પહોચા હતા. વાજતે-ગાજતે પાલખીયાત્રા નીકળી હતી સોમનાથમા સવારના પાલખી યાત્રા દરમિયાન હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. પાલખી યાત્રા મંદિર પરિસરમાં ભગવાન નગર ચર્ચાએ નિકળ્યા હતા. તેમજ આજે સોમવતી અમાસના પુષ્પ દર્શન શ્રૃંગાર કરવામાં આવશે.

કડક સુરક્ષા બંદોબસ્ત
 
સોમવતી અમાસ અને  શ્રાવણનો અંતિમ સોમવાર હોવાથી ભકતોના ધસારાને ધ્યાનમાં રાખીને જીલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે સોમવારે વહેલી સવારથીથી પોલીસ કર્મીઓ રાઉન્ડ ધ કલોક ફરજમા રહશે જેમા બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, એસ આર પી, ધોડેસવાર પોલીસ, જીઆરડી અને સોમનાથ ટ્રસ્ટ સિક્યુરીટી ખડે પગે રહેશે.

 ત્રિવેણી સંગમ પર પણ ભીડ જોવા મળશે

સોમનાથમા અંતિમ સોમવારે અને અમાસ હોવાથી સોમનાથ મંદિરમા દર્શનની સાથે ત્રિવેણી સંગમમા  સ્વજનોના મોક્ષાર્થે દિવો પ્રગટાવી ધાર્મિક વિધિઓ કરવામાં આવશે. જેથી ત્રિવેણી સંગમમા ખુબ જ ધસારો રહેશે.

સોમવતી અમાસનું મહત્વ

હિન્દુ ધર્મમાં તમામ અમાસમાં સોમવતી અમાસનું વધુ મહત્વની માનવામાં આવે છે. સોમવતી અમાસના દિવસે સ્નાન અને દાનની સાથે પિતૃપૂજન પણ કરવામાં આવે છે.તેથી આ દિવસે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવતી અમાસનો દિવસ ગ્રહ દોષ, પિતૃ દોષ, નાગ દોષ અને કાલસર્પ દોષ વગેરેથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ દિવસ છે. સોમવતી અમાસ પર કાલસર્પ દોષથી છુટકારો મેળવવા માટે વિશેષ પુજા થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button