સોમ-મંગળવારે બનતા દુર્લભ સંયોગઃ આ ઉપાયો કરી થાઓ દેવામાંથી મુક્ત અને મેળવો ધનલાભ
આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે. આ વર્ષે શ્રાવણ મહિનો સોમવારના દિવસે શરૂ થયો અને સોમવારના દિવસે જ પૂરો થઈ રહ્યો છે. શ્રાવણ મહિનાના પાંચ સોમવાર આવતા ભક્તોજનોમાં ભારે આનંદ જોવા મળ્યો હતો. આજે છેલ્લો સોમવાર અને અમાસ છે, પરંતુ આ વર્ષે સોમ અને મંગળ એમ બન્ને દિવસે અમાસ હોવાની વાતો વહેતી થતાં લોકોમાં થોડી મુંઝવણ છે.
જ્યોતિષાચાર્યોનીનું માનીએ તો આવો દુર્લભ સંયોગ ઘણા સમય પછી જોવા મળી રહ્યો છે. આ વર્ષે લોકોને સોમવતી અમાસ અને ભૌમવતી અમાસ બંનેનો લાભ મળશે. ચાલો જાણીએ સોમવતી અમાસ અને ભૌમવતી અમાસના દિવસે કેવી રીતે કરશો ભક્તિ અને પૂજાવિધિ.
ક્યારે છે બન્ને અમાસ
હિંદુ કેલેન્ડર મુજબ, ભાદ્રપદની અમાસ તારીખ 2 સપ્ટેમ્બરના રોજ સવારે 5:21 કલાકથી શરૂ થાય છે અને 3 સપ્ટેમ્બરના રોજ સવારે 7:24 કલાકે સમાપ્ત થાય છે. 2જી સપ્ટેમ્બરે સવારે 06:00 કલાકે સૂર્યોદય થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ઉદયતિથિના આધારે ભાદ્રપદ અમાસ 2જી સપ્ટેમ્બર સોમવારના રોજ છે જે સોમવતી અમાસ છે. બીજા દિવસે, મંગળવાર, 3 સપ્ટેમ્બરે સૂર્યોદય પણ સવારે 06:00 વાગ્યે થઈ રહ્યો છે અને તે દિવસે અમાસ તિથિ સૂર્યોદય પછી સવારે 7:24 સુધી રહેશે. આવી સ્થિતિમાં ભાદ્રપદ અમાસની વધતી તિથિ મંગળવારે છે. તેના આધારે તે ભૌમવતી અમાસ તરીકે ઓળખાય છે.
સોમવતી અમાવસ્યા 2024 યોગ
શિવ યોગ: સવારથી સાંજના 06:20 સુધી
સિદ્ધ યોગ: સાંજે 06:20 થી મધ્યરાત્રિ
ભૌમવતી અમાવસ્યા 2024 યોગ
સિદ્ધ યોગ: સવારથી સાંજના 07:05 વાગ્યા સુધી
સાધ્ય યોગ: 4 સપ્ટેમ્બરે સાંજે 07:05 PM થી 08:03 PM
સોમવતી અમાસ પર કરો આ ઉપાયઃ
સોમવતી અમાસ દિવસે વિવાહિત મહિલાઓને સૌભાગ્ય ભવોના આશીર્વાદ મળે છે. આ દિવસે લોકો ઉપવાસ કરે છે અને ભગવાન ભોલેનાથની સાથે દેવી પાર્વતીની પૂજા કરે છે. ત્યારબાદ પીપળના વૃક્ષની પૂજા કરવાની હોય છે અને પ્રદક્ષિણા કરવી જરૂરી છે. પીપળના ઝાડને 108 વાર ફરવું જોઈએ. તમે દેવવૃક્ષ પીપળના ઝાડમાં રક્ષાસૂત્ર અથવા લાલ રંગનો દોરો બાંધી શકો છો. પિતૃઓને યાદ કરી પીપળે પાણી રેડવા જવાની પ્રથા પણ ગુજરાતમાં છે.
ભૌમવતી અમાસ પર કરો આ ઉપાય ને મેળવો લાભ
- જો તમારી પાસે કોઈ બેંક લોન છે અને તેમાંથી છૂટકારો મેળવવા ઈચ્છો છો, તો તેના માટે ભૌમવતી અમાવસ્યા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે ભગવાન હનુમાનની પૂજા કરો અને કેળાનો છોડ લગાવો. તેની નિયમિત સંભાળ રાખો. ધીરે ધીરે તમે દેવાથી મુક્ત થશો.
- ભૌમવતી અમાસ નોકરી, શિક્ષણ અને સ્પર્ધામાં સફળતા મેળવવા માટે પણ વિશેષ માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરીને તમારા ગુરુના આશીર્વાદ લો. લોટના 108 લૂંવા બનાવો અને માછલીઓને ખવડાવો. કામકાજમાં તમને સફળતા મળી શકે છે.
- ધન મેળવવા અને તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે પાણીના કળશમાં એક નાળિયેર લો. તેના પર લાલ દોરો અથવા રક્ષાસૂત્ર 7 વાર વીંટાળવો. પછી તમારા મનપસંદ દેવતાનું ધ્યાન કરો અને તેને વહેતા પાણીમાં ડૂબાડી દો. તમે આ ઉપાયથી ધનલાભ મેળશે.