વૈભવ, સમૃદ્ધિનો કારક શુક્ર બદલશે ચાલ, પાંચ રાશિઓના શરૂ થશે અચ્છે દિન…
દૈત્યોના ગુરુ એવા શુક્રને જ્યોતિષ શાસ્ત્રમાં આકર્ષણ, પ્રેમ, સુખ-સમૃદ્ધિ અને ધન-વૈભવ, માન-સન્માનનો કારક માનવામાં આવ્યો છે. દર ગ્રહ એક ચોક્કસ સમયે રાશિ પરિવર્તન કરે છે અને શુક્ર દર 26 દિવસે રાશિ પરિવર્તન કરે છે. એ જ રીતે દરેક ગ્રહ એક ચોક્કસ સમયે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તન બંનેની તમામ રાશિના જાતકો પર સારી-નરસી અસર જોવા મળે છે. હાલમાં શુક્ર ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં બિરાજમાન છે અને આજે એટલે કે બીજી સપ્ટેમ્બરના તે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.
શુક્રના આ રાશિ પરિવર્તનને કારણે અમુક રાશિના જાતકોનું નસીબ સોનાની જેમ ચમકી ઉઠશે, આવો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-
મેષ રાશિના જાતકો માટે શુક્રનું આ નક્ષત્ર પરિવર્તન ખાસ માનવામાં આવી રહ્યું છે. ધન લાભ થશે. સંતાન સુખની પ્રાપ્તિ થશે. કરિયરમાં પણ સફળતા મળી રહી છે. મા લક્ષ્મીની કૃપાથી મેષ રાશિના જાતકોના જીવનમાં પૈસાની રેલમછેલ જોવા મળશે.
વૃષભ રાશિના જાતકોને કરિયરમાં લાભ થવાની સાથે સાથે જીવનમાં ખુશીઓનું આગમન થઈ રહ્યું છે. રોકાણથી તગડો નફો થઈ રહ્યો છે. સમાજમાં માન-સન્માન વધી રહ્યું છે. સ્વાસ્થ્ય સારું રહેશે. વૃષભ રાશિના જાતકો આ સમયગાળામાં માલામાલ થઈ રહ્યા છે.
કન્યા રાશિના જાતકોને પણ લાભ થઈ રહ્યો છે. કોઈ સારા સમાચાર મળી શકે છે. મિત્રોની મદદ ખૂબ જ સરળતાથી મલી રહી છે. આ સાથે કામના સ્થળે તમારા કામની પ્રશંસા કરવામાં આવશે. આર્થિક સ્થિતિ પહેલાંની સરખામણીએ સારી રહેશે.
તુલા રાશિના જાતકોને શુક્રના આ નક્ષત્ર પરિવર્તનને કારણે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. સમાજિક વર્તુળનો વિસ્તાર થશે. ધાર્મિક કાર્યમાં રસ વધી રહ્યો છે. કોઈ જગ્યાએ પૈસા અટવાઈ પડ્યા હશે તો તે પાછા મળી રહ્યા છે.
મકર રાશિના જાતકો માટે શુક્રનું આ નક્ષત્ર પરિવર્તન શુભ પરિણામો લઈને આવી રહ્યો છે. મકર રાશિના જાતકોના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે. આ સમયે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. કરિયરમાં પણ સફળતા મળી રહી છે.