પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

ભારતે પૅરાલિમ્પિક્સની બૅડમિન્ટનમાં ચાર મેડલ પાકા કરી લીધા

પૅરિસ: પૅરિસમાં દિવ્યાંગ સ્પર્ધકો માટેની પૅરાલિમ્પિક્સમાં મેડલ ન મળ્યા હોવાથી રવિવારનો દિવસ ભારત માટે સારો નહોતો, પરંતુ ભારતે ચાર મેડલ પાકા કરી લીધા હતા.
બૅડ્મિન્ટનમાં શનિવારે સુકાંત કદમ અને સુહાસ યથિરાજ વચ્ચેની એસએલ-4 વર્ગની સેમિ ફાઇનલ નક્કી થતાં ભારત માટે આ રમતમાં પહેલો ચંદ્રક પાકો થયો હતો.

રવિવારે દિવ્યાંગ ખેલાડીઓની એસયુ-5 કૅટેગરીમાં 19 વર્ષની મનીષા રામદાસ અને ભારતની જ થુલાઇસિમથી મુરુગેસન વચ્ચેની સેમિ નક્કી થતાં એમાં ભારતે ઓછામાં ઓછો એક ચંદ્રક નક્કી કર્યો હતો. મનીષા ક્વૉર્ટર ફાઇનલમાં જાપાનની મામિકો તોયોદા સામે 21-13, 21-16થી વિજયી થઈ હતી. મુરુગેસનનો ક્વૉર્ટરમાં પોર્ટુગલની બીટ્રિઝ મૉન્ટેઇરો સામે વિજય થયો હતો.

એસએચ-6 વર્ગમાં નિત્યા સિવન સુમતીએ સેમિ ફાઇનલમાં પહોંચીને ભારત માટે ચંદ્રક પાકો કરી લીધો હતો. તેણે ક્વૉર્ટર ફાઇનલમાં પોલૅન્ડની ઑલિવિયા ઝિમિજેલને 21-4, 21-7થી હરાવી દીધી હતી.
ભારતનો નિતેશ કુમાર બૅડમિન્ટનની જ એસએલ-થ્રી કૅટેગરીની ફાઇનલમાં પહોંચી ગયો હતો જેને પગલે તે ગોલ્ડ અથવા સિલ્વર મેડલ જીતી શકશે. ફાઇનલમાં તેનો મુકાબલો બ્રિટનના ડેનિયલ બેથેલ સામે થવાનો છે. નિતેશે સેમિ ફાઇનલમાં જાપાનના દાઇસુકે ફુજીહારાને 48 મિનિટની અંદર 21-16, 21-12થી હરાવી દીધો હતો.

Show More

Related Articles

Back to top button
આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી