ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
દૈવી સ્વરૂપ અને આયુધની જોડી જમાવો
A B
મહાબોધિ મંદિર ધરમશાલા
મહાપરિનિર્વાણ મંદિર સારનાથ
ધમેખ સ્તૂપ બોધગયા
માઈડ્રોલીંગ મઠ કુશીનગર
ત્સુગલગખાંગ મંદિર દેહરાદૂન
ઓળખાણ પડી?
ગુજરાતના દુષ્કાળના સમયમાં કારીગરોને રોજગાર મળતો રહે એ હેતુથી બાંધવામાં આવેલા હઠીસિંહનાં દેરાં કયા સ્થળ પર આવેલા છે એ કહી શકશો?
અ) વડોદરા બ) અમદાવાદ ક) હળવદ ડ) વલ્લીભીપુર
ગુજરાત મોરી મોરી રે
સ્તવનમાં ખૂટતો શબ્દ જણાવો.
હે ત્રિશલાના જાયા માગું તારી માયા, ——– વળ્યા છે મુજને મારા પાપના પડછાયા.
અ) કરી બ) ફરી ક) સરી ડ) ઘેરી
માતૃભાષાની મહેક
હાડનાં અનેક અર્થ પૈકી એક અર્થ છે શરીર કે શરીરનો બાંધો. હાડે હાડ લાગવું એટલે દિલમાં લાગવું, માઠું લાગવું. હાડ હસે ને લોહી તપે બહુ જાણીતી કહેવત છે જેનો અર્થ થાય છે સગું અથવા આપણું પોતાનું હોય તેને લાગણી થાય. હાડની કાંચળી થવી એટલે શરીરનું ભાંગવું, શરીર તૂટવું. હાડ ભાંગવાં એટલે સખત માર મારવો અથવા ખૂબ મહેનત કરવી.
ઈર્શાદ
આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો,
ખળખળતી નદીઉં રે સાહેલી મારા સ્વપનામાં ર
— લોક રચના
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘લોકોએ કરેલી અનેક રાવ બહેરા કાને અથડાઈ’માં રાવ શબ્દનો અર્થ જણાવો.
અ) રોષ બ) અરજી ક) ફરિયાદ ડ) રક્ષણ
માઈન્ડ ગેમ
મુંબઈ પચરંગી શહેર તરીકે જાણીતું છે. આ શહેરમાં વિવિધ ધર્મના સ્થાનક છે. અફઘાન ચર્ચ મુંબઈના કયા વિસ્તારમાં આવેલું છે એ કહી શકશો?
અ) ભાયખલા બ) વાંદરા ક) કોલાબા ડ) સેન્ડહર્સ્ટ રોડ
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
દક્ષિણેશ્વર કાલી મંદિર કોલકાતા
વરદરાજ પેરુમલ મંદિર કાંચીપુરમ
જગન્નાથ મંદિર પુરી
બિરલા મંદિર દિલ્હી
પ્રેમ મંદિર વૃંદાવન
ગુજરાત મોરી મોરી રે
વઢકણી
ઓળખાણ પડી?
ડૂલ્યા મારુતિ
માઈન્ડ ગેમ
તામિલનાડુ
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
શત્રુ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ, (૨) નીતા દેસાઈ (૩) મૂળરાજ કપૂર (૪) ડો. પ્રકાશ કટકિયા (૫) સુરેખા દેસાઈ (૬) ભારતી પ્રકાશ કટકિયા (૭) ધીરેન્દ્ર ઉદ્દેશી (૮) સુભાષ મોમાયા (૯) ભારતી બુચ (૧૦) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૧૧) ખુશરૂ કાપડિયા (૧૨) પ્રવીણ વોરા (૧૩) લજીતા ખોના (૧૪) પુષ્પા પટેલ (૧૫) શ્રદ્ધા આશર (૧૬) જ્યોતી ખાંડવાલા (૧૭) નિખીલ બંગાળી (૧૮) અમીશી બંગાળી (૧૯) મીનળ કાપડિયા (૨૦) શિલ્પા શ્રોફ (૨૧) ભાવના કર્વે (૨૨) અશોક સંઘવી (૨૩) મહેન્દ્ર લોઢાયા (૨૪) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૫) મહેશ દોશી (૨૬) રજનીકાંત પટવા (૨૭) જગદીશ ઠક્કર (૨૮) દેવેન્દ્ર સંપટ (૨૯) જગદીશ ઠક્કર (૩૦) હર્ષા મહેતા (૩૧) રમેશ દલાલ (૩૨) હિના દલાલ (૩૩) ઈનાક્ષી દલાલ (૩૪) જ્યોતી ગાંધી (૩૫) મનીષા શેઠ (૩૬) ફાલ્ગુની શેઠ (૩૭) અરવિંદ કામદાર (૩૮) પુષ્પા ખોના (૩૯) કલ્પના આશર (૪૦) નિતીન જે. બજરીયા (૪૧) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૨) શીરીન ઔરંગાબાદવાલા (૪૩) નયના ગિરીશ મિસ્ત્રી (૪૪) અબ્દુલ્લા એફ. મુનીમ (૪૫) તાહેર ઔરંગાબાદવાલા