ધર્મતેજ

મુક્તાનંદ સ્વામી: મહત્તા અન્ો મૂલ્યવત્તા-ભાગ-૧૫

ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની

મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના આદ્યકોટિના ચરિત્ર- આલેખકઽબાયોગ્રાફિકલ રાઇટર છે. એમણે રચેલા ત્રણેય ચરિત્રો અત્યંત પ્રમાણભૂત મનાયા છે. શ્રીહરિની અન્ો એમના સમકાલીનોની ઉપસ્થિતિમાં કહેવાયેલી વિગતોન્ો દસ્તાવેજી અન્ો શ્રદ્ધેય પ્રમાણ તરીકે સ્વીકૃતિ પ્રાપ્ત થયેલી છે.

એમના ભક્તિમૂલક ગ્રંથો સંપ્રદાયની ભક્તિધારાની સ્ૌદ્ધાન્તિક પીઠિકા રચી આપનારા છે. મૂળ ભાગવત કથિત સનાતન ધર્મના સિદ્ધાન્તો એમાં દત્તની વિવિધ ગુરુની વિગત, ઉદ્ધવનો ભક્તિમર્મ વગ્ોરે નિહિત છે. સહુથી મોટું પ્રદાન તો શ્રી હનુમાનજીની પ્ાૂજા-અર્ચના માટે સંસ્કૃતમાં એમની વ્યક્તિમત્તાની મહત્તાન્ો ચીંધી બતાવતું સાહિત્ય સર્જ્યું અન્ો મંત્રો રચ્યા એ છે. એના પ્રભાવરૂપ્ો સંપ્રદાયનું સીમા ઉલ્લંઘન હનુમંત ઉપાસકો સુધી વ્યાપક રૂપ્ો પ્રચલિત થયું છે. એના રચયિતાનું નામ વિલાઈ ગયું અન્ો સ્તોત્ર અમરત્વન્ો પામ્યા એ રીત્ો ત્ોઓ મંત્રદ્રષ્ટા છે.

એમનું ઉપદેશાત્મક સાહિત્ય સામુદાયિક બોધન્ો જ નિર્દેશે છે પણ એમાં નિહિત વિવેકનું સ્વરૂપ, સતીગીતામાંનું નારીચિંતન, રુક્મિણીવિવાહમાંનાં લગ્નગીતો વ્યાપક રૂપ્ો પ્રચલિત હોઈન્ો મુક્તાનંદ સ્વામી સાંપ્રદાયિક સંત ભલે રહૃાા પણ એમની મહત્તા માત્ર સંપ્રદાય પ્ાૂરતી સીમિત નથી. એ સાંપ્રદાયિક ઉપદેશનું વ્યાપક જનસમુદાય માટે પણ ઘણું મહત્ત્વ છે. એ કારણે એ યુગાનુકૂલ, પ્રાસંગિક બનીન્ો આજે પણ પ્રસ્તુત જણાય છે.

સંપ્રદાયનું તત્ત્વદર્શન, ભાષ્ય આલેખનારા પણ ત્ોઓ આદ્ય છે. એમની વિદ્વત્તાન્ો, શાસ્ત્રીય જ્ઞાનન્ો શ્રીહરિએ ‘વચનામૃતમાં એકાધિક વખત અન્ો જાહેરમાં અન્ોક વખત પ્રમાણભૂત વિદ્વત્તાની મૂર્તિ તરીકે ઓળખાવેલ છે. સંપ્રદાયનાં મૂળતત્ત્વોન્ો ત્ોમણે સંપ્રદાયના નામકરણ પ્ાૂર્વે ‘મુકુંદબાવની’માં વણી લીધેલાં. પછી ‘નારાયણગીતા’ અન્ો ‘કપિલગીતા’માં ભક્તિમૂલક તાત્ત્વિક પીઠિકાન્ો ભારે અસરકારક, સુરેખ અન્ો સરળ રીત્ો સમજાવેલ છે. બ્રહ્મસ્ાૂત્રનું ભાષ્ય ત્ોમન્ો આચાર્યની સમકક્ષ સ્થાપી આપ્ો છે. રાસલીલામાંનો સાંપ્રદાયિક સંદર્ભ ખોળવો, અર્થઘટનન્ો તર્કપ્ાૂત રીત્ો મૂકવાની ત્ોમની પ્રતિભા એમન્ો તત્ત્વદર્શી કવિ અન્ો તત્ત્વદ્રષ્ટા સંત તરીકે સ્થાપી આપ્ો છે.

પોતાના અન્ોક ગ્રંથોમાં, કૃતિઓમાં પ્રારંભે સાખી, ચોપાઈ અન્ો દોહા રચીન્ો મુક્તા જણાયા છે. એમના એ મૌક્તિક રૂપની લઘુરચનાઓન્ો પણ આગવી, અનોખી સ્વતંત્ર રચના ગણીન્ો એનો સ્વાધ્યાય પણ થવો જોઈએ. એમાં એમનું મૌખિક સારરૂપ અન્ો તાત્ત્વિક દર્શન પ્રતિબિંબિત થતું અવલોકવા મળ્યું છે. આ બધી ચોપાઈ, સાખી કે દુહા પ્રકારની લઘુકંડિકાઓ પણ મુક્તાનંદસ્વામીનું પોતીકું આગવું પ્રદાન જણાયું છે. આવા મૌક્તિકો આજ પર્યંત પરંપરામાં પ્રવચનમાળામાં અન્ોક સંતો વણતા કથતા આવ્યા છે. એટલે એમની સાખી, ચોપાઈ અન્ો દુહાબદ્ધ મૌક્તિક માળાન્ો પણ સ્વતંત્ર કૃતિ તરીકે ગણક્ધો એ સાહિત્ય પ્રકારમાંના એમના પ્રદાનની મહત્તા ઐતિહાસિક સંદર્ભે મૂલ્યવાન છે.

શ્રીમદ્ ભાગવતના તો ત્ોઓ ઊંડા અન્ો આકંઠ અભ્યાસી છે. એમનું મોટાભાગનું સાહિત્ય શ્રીમદ્ ભાગવત કેન્દ્રી છે. એમણે કરેલ અનુવાદરૂપ ગ્રંથોની રચના એનું બળકટ ઉદાહરણ છે.

વિપુલ અન્ો સત્ત્વશીલ પદરાશિ મધ્યકાલીન ગુજરાતી પદકવિતાનાં કર્ણફૂલો છે. એ કારણે મધ્યકાલીન ગુજરાતી પદકવિતા રૂપાળી, રમણીય અન્ો ગ્ોયતાની પરિચાયક બની છે.

આવા મહાન કવિનાં વિપુલ સર્જનમાંથી પસાર થયા પછી, શ્રીહરિના ચિત્તન્ો પણ તોષનારા કવિ તરીકે સ્વયં શ્રીહરિ દ્વારા પ્રમાણ પામ્યા હોઈન્ો એ મહાકવિના પદના અધિકારી જણાય છે. આવા મધ્યકાલીન ગુજરાતીના મહાકવિનાં વ્યક્તિત્વ અન્ો વાઙ્મય વિશેનાં પુરોગામીઓનાં મૂલ્યાંકનોના સ્વાધ્યાય કર્યા પછી, એમનું ઊંડાણથી અધ્યયન કર્યા પછી મન્ો ત્ોઓ દયસ્પર્શી અન્ો અર્થપ્ાૂર્ણ અભિવ્યક્તિનાં પ્રતિભાસંપન્ન મહત્તા અન્ો મૂલ્યવત્તા ધરાવતા મહાકવિ જણાયા છે. અસ્તુ.

Show More

Related Articles

Back to top button
ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કપ્તાનોની યાદી આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો…