નેશનલમનોરંજન

કંગનાની ફિલ્મ ‘Emergency’ રીલીઝ થવાના પાંચ દિવસ પહેલા જ ટળી!

નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ અને હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટથી બીજેપી સાંસદ કંગના રનૌતને મોટો આંચકો લાગ્યો છે. લાંબા સમયથી રિલીઝ થવાથી અટવાયેલી તેની ફિલ્મ ‘ઇમરજન્સી’ને રીલીઝ થવાના પાંચ દિવસ પહેલા ફરી એકવાર મોકૂફ રાખવામાં આવી છે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બર 2024ના રોજ રિલીઝ થવાની હતી પરંતુ ફિલ્મને લઈને ભારે વિરોધ મચ્યો છે અને ધમકીઓ પણ મળી રહી છે. જો કે કંગના આશા રાખી રહી છે કે ટૂંક સમયમાં જ નવી ડેટની જાહેરાત કરવામાં આવે.

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રીલીઝ થવાના પાંચ દિવસ પહેલા જ ફિલ્મની રીલીઝ મોકૂફ રાખવામાં આવી છે. હવે 6 સપ્ટેમ્બરના રોજ ‘ઇમર્જન્સી’ સિનેમાઘરોમાં રિલીઝ નહીં થાય. કંગના અને તેના ચાહકોને આ ફિલ્મ માટે થોડી વધુ રાહ જોવી પડશે.

આ પણ વાંચો : કંગના રનૌત સામે નવી આફતઃ ઈમરજન્સી રિલીઝ થશે કે નહીં?

મળી રહેલા અહેવાલો અનુસાર, કંગનાની ટીમના સૂત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ‘ઇમરજન્સી’ મોકૂફ રાખવામાં આવી છે. કંગનાને આશા છે કે ફિલ્મને રિલીઝની નવી તારીખો મળશે, તે પણ 10 દિવસની અંદર જ. ફિલ્મ કઈ તારીખે રિલીઝ થશે તેની તારીખો પહેલાથી જ લોક કરી દેવામાં આવી છે. જ્યારે તેને આ પાછળનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે સેન્સરની સમસ્યાઓ અને અભિનેત્રીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

આ ફિલ્મમાં કંગના રનૌત પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનાં પાત્રમાં છે. આ એક બાયોગ્રાફિકલ પોલિટિકલ ડ્રામા ફિલ્મ છે, જેનું નિર્દેશન કંગના રનૌત દ્વારા કરવામાં આવ્યું છે અને તે ફિલ્મની સહ-નિર્માતા પણ છે. આ ફિલ્મ ભારતમાં લાગુ કરવામાં આવેલી કટોકટી પર આધારિત છે. કંગના ઉપરાંત, તેમાં અનુપમ ખેર, શ્રેયસ તલપડે, મહિમા ચૌધરી અને દિવંગત અભિનેતા મિલિંદ સોમન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button