મનોરંજન

ટીવી એક્ટ્રેસના ઘરે આવ્યો નાનકડો મહેમાન, વીડિયો શેર કરીને જણાવ્યું નામ…

પવિત્રા રિશ્તા ફેમ એક્ટ્રેસ અંકિતા લોખંડે (Ankita Lokhande) ટીવી ઈન્ડસ્ટ્રીનો એક જાણીતો ચહેરો છે, જેને કોઈ ખાસ પરિચયની જરૂર નથી. દિવંગત એક્ટર સુશાંતસિંહ રાજપૂત (Shushantsingh Rajput) સાથેની તેનું અફેયર પણ ખૂબ જ ચર્ચાયું હતું. જોકે, બાદમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું અને અંકિતાએ બિઝનેસમેન વિકી જૈન સાથે લગ્ન કરી લીધા. હવે એક્ટ્રેસના ઘરે નાનકડા ક્યુટ મહેમાનનું આગમન થયું છે અને તેણે ખુદ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને આ ન્યુઝ ફેન્સ સાથે શેર કર્યા છે. આવો જોઈએ કોણ છે આ નવું મહેમાન-

અંકિતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો છે અને જેમાં તે અને વિકી પોતાના ઘરે નાનકડી પ્રિન્સેસનું વેલકમ કરી રહ્યા છે. હવે તમને થશે કે એક્ટ્રેસની પ્રેગ્નન્સીની તો કોઈ વાત નહોતી સાંભળવા મળી તો વળી આ નાનકડી પ્રિન્સેસ કોણ છે? તો તમારા સવાલનો જવાબ આપતા જણાવવાનું કે કપલ એક નાનકડી બિલાડી ઘરે લાવ્યું છે.



અંકિતા વીડિયોમાં બિલાડી સાથે જોવા મળી રહી છે. એક્ટ્રેસે વીડિયોની કેપ્શનમાં લખ્યું છે કે આ અમારી નાનકડી પ્રિન્સેસ છે અને એનું નામ માઉ લોખંડે-જૈન છે. વીડિયોમાં અંકિતા અને વિકી બંનેને બિલાડી સાથે ટાઈમ સ્પેન્ટ કરતી જોવા મળી રહી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં અંકિતા અને વિકી બંને લાફ્ટર શેફ્સમાં જોવા મળી રહ્યા છે અને એ પહેલાં બંને જણ સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસ 17માં જોવા મળ્યા હતા, પરંતુ ફિનાલેની નજીક પહોંચીને કપલ શોમાંથી બહાર થઈ ગયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button