આમચી મુંબઈનેશનલ

RSS અને ભાજપના આગેવાનો વચ્ચે બંધ બારણે 6 કલાક ચાલી ચર્ચા, અટકળોનું બજાર ગરમ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
લોકસભાની ચૂંટણી દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ભાજપથી વિવિધ મુદ્દે નારાજ હોવાને પગલે ચૂંટણીમાં સહયોગ નહોતો મળ્યો અને તેની અસર ચૂંટણીના પરિણામો પર થઇ હોવાની ચર્ચા હતી ત્યારે વિધાનસભાની ચૂંટણી દરમિયાન જોખમ કોઇ પણ પ્રકારનું જોખમ લેવા માગતી ન હોય તેવું જણાય છે. તેના માટે લોકસભાની ચૂંટણી બાદ તરત જ આરએસએસ અને ભાજપમાં ફરી સમન્વય સધાઇ રહ્યો હોવાનું ચિત્ર છે.

આ પણ વાંચો: ભાજપનું વિરોધ પ્રદર્શન: એમવીએ શિવાજીની પ્રતિમા તૂટી પડવાને મુદ્દે રાજકારણ કરતું હોવાનો આક્ષેપ

આજે ભાજપના વિધાનસભ્યો અને આરએસએસના આગેવાનો વચ્ચે લાંબી ચર્ચા થઇ હતી. મુંબઈના લોઅર પરેલના યશવંત ભવનમાં બંધ બારણે યોજાયેલી આ બેઠક છ કલાક ચાલી હતી, જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને વાતચીત થઇ હોવાના અહેવાલ છે. આ બેઠકમાં ભાજપના મુંબઈ એકમના ટોચના નેતાઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: ભુજમાં ભાજપના નગરસેવકની ઓફિસમાં આતંક: લુખ્ખાઓએ તોડફોડ સાથે કર્યું ફાયરિંગ

જોકે, બેઠક પૂરી થયા બાદ બહાર આવતા વખતે તેમને બેઠકમાં શું ચર્ચા થઇ તે વિશે પૂછવામાં આવતો કોઇપણ નેતા-પદાધિકારીએ કે આરએસએસના આગેવાનોએ ફોડ પાડ્યો નહોતો. આ બેઠક એક નિયમિત બેઠક હોવાનું તેમણે કહ્યું હતું.

Show More

Related Articles

Back to top button
આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી