સ્પોર્ટસ

વિજેતા ઍથ્લીટ્સને ફોન પર મોદીના અભિનંદન, અવનિ સાથે વાતચીત ન થઈ શકી

નવી દિલ્હી: પૅરિસની ઑલિમ્પિક્સ બાદ હવે દિવ્યાંગ ઍથ્લીટ્સ-પ્લેયર્સવાળી પૅરિસ પૅરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર સ્પર્ધકોને ફોન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અભિનંદન મળ્યા છે. તેમણે રવિવારે ભારતના ચાર મેડલ વિજેતાઓને ફોન કરીને અભિનંદન આપ્યા હતા. જોકે ગોલ્ડ મેડલ વિજેતા અવનિ લેખરા સાથે વાતચીત નહોતી થઈ શકી.

ભારતને શૂટિંગમાં અવનિએ ગોલ્ડ તેમ જ મનીષ નરવાલે સિલ્વર તથા મોના અગરવાલ અને રુબિના ફ્રાન્સિસે બ્રૉન્ઝ મેડલ મેળવ્યો છે. પ્રીતિ પાલ 100 મીટર દોડમાં બ્રૉન્ઝ જીતી છે.

આ પણ વાંચો: પૅરિસ પૅરાલિમ્પિક્સમાં આ ગુજરાતણ ગૌરવ અપાવશે?

પીએમ મોદીએ ફોન કરીને મનીષ, મોના, રુબિના અને પ્રીતિને અભિનંદન આપ્યા હતા. જોકે અવનિ અન્ય એક સ્પર્ધામાં ભાગ લઈ રહી હોવાથી વડા પ્રધાનની તેની સાથે વાતચીત નહોતી થઈ શકી.

મોદીએ દરેક વિજેતા ઍથ્લીટને અભિનંદન આપ્યા હતા તેમ જ ભવિષ્યની સ્પર્ધાઓ માટે તેમને શુભેચ્છા આપી હતી. તેમણે અવનિ માટે પણ અભિનંદન પાઠવ્યા હતા.

વડા પ્રધાને પછીથી સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે ‘આ સ્પર્ધકોએ દેશને ગૌરવ અપાવ્યું છે.’
બાવીસ વર્ષની અવનિ 10 મીટર ઍર રાઇફલ ઇવેન્ટમાં 249.7 પૉઇન્ટના પૅરાલિમ્પિક રેકૉર્ડ સાથે સુવર્ણ ચંદ્રક જીતી છે.

એ જ ઇવેન્ટમાં મોના અગરવાલે કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. અવનિ 2021ની ટોક્યો પૅરાલિમ્પિક્સમાં પણ ગોલ્ડ જીતી હતી.
મનીષ અગરવાલ 10 મીટર ઍર પિસ્તોલ ઇવેન્ટમાં અને રુબિના 10 મીટર ઍર પિસ્તોલમાં બ્રૉન્ઝ જીતી છે.

Show More

Related Articles

Back to top button
આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી