સ્પોર્ટસ

હિટમૅન રોહિત શર્માનું વેકેશન પૂરું, પ્રૅક્ટિસ શરૂ

મુંબઈ: ભારતના ટેસ્ટ અને વન-ડે કૅપ્ટન રોહિત શર્માને બીસીસીઆઇએ પાંચમી સપ્ટેમ્બરે શરૂ થનારી દુલીપ ટ્રોફીમાંથી આરામ આપ્યો છે, પરંતુ હિટમૅને બાંગ્લાદેશ સામે ઘરઆંગણે 19મી સપ્ટેમ્બરે શરૂ થનારી ટેસ્ટ-શ્રેણી માટે અત્યારથી જ પ્રૅક્ટિસ શરૂ કરી દીધી છે.

પરિવાર સાથે યુરોપના પ્રવાસે જઈ આવ્યા બાદ રોહિત માટે હવે ‘બૅક ટુ બિઝનેસ’ જેવું છે.

બાંગ્લાદેશ સામે ભારતની બે ટેસ્ટ અને ત્રણ ટી-20 રમાશે. ટેસ્ટ ચેન્નઈ અને કાનપુરમાં રમાશે. ટી-20 મૅચો ગ્વાલિયર, દિલ્હી અને હૈદરાબાદમાં રમાશે.

રોહિતનો કેટલાક સાથી ખેલાડીઓ તેમ જ સ્થાનિક પ્લેયર્સ સાથેની પ્રૅક્ટિસવાળો વીડિયો વાઇરલ થયો છે.
જોકે પાર્કમાં તે દોડી રહ્યો હોય એવી એક વીડિયો ક્લિપ પરથી લાગતું હતું કે એ કદાચ કોઈ જાહેરખબરના શૂટિંગમાં ભાગ લઈ રહ્યો હશે.

આ પણ વાંચો : IPL: LSG રોહિત શર્મા પર રૂ.50 કરોડનો દાવ લગાવશે! જાણો LSGના માલિક સંજીવ ગોએન્કાએ શું કહ્યું

જોકે એક વાત નક્કી છે કે ટી-20 ઇન્ટરનૅશનલ્સમાંથી નિવૃત્ત થઈ ગયેલો રોહિત ફુલ્લી ફિટ થઈ જવાની બાબતમાં મક્કમ તો છે જ.

રોહિતની કૅપ્ટન્સીમાં ભારત અત્યાર સુધીમાં 16 ટેસ્ટ રમ્યું છે જેમાંથી 10 ટેસ્ટમાં ભારતની જીત થઈ છે, ચાર ટેસ્ટમાં પરાજય થયો છે અને બે ટેસ્ટ ડ્રૉમાં ગઈ છે. એ રીતે, ટેસ્ટમાં રોહિત સુકાની તરીકે 71.42 ટકા સફળ રહ્યો છે

Show More

Related Articles

Back to top button
આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી