નવી દિલ્હીઃ દેશના દરેક ખૂણામાં એક પછી એક વંદે ભારત ટ્રેન શરુ કરવામાં આવી રહી છે ત્યારે આગામી દિવસોમાં દરેક જિલ્લા અને મહાનગરોને વંદે ભારત ટ્રેનથી જોડવાની યોજના છે ત્યારે હવે વંદે ભારત ટ્રેનના નવા વર્ઝન સાથે ટ્રેન દોડાવવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં ચેર-કારવાળી વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવતી હતી, પરંતુ હવે સ્લીપર વંદે ભારત ટ્રેન (Sleeper Vande Bharat Train) દોડાવવામાં આવશે, એમ રેલવે પ્રધાને આજે જણાવ્યું હતું.
રેલવે પ્રધાને ખૂદ બેંગલુરુમાં કર્યું પરીક્ષણ
બેંગલુરુમાં નિર્માણ કરવાામાં આવેલી સ્લીપર વંદે ભારત ટ્રેનનું આજે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે નિરીક્ષણ કર્યું હતું. આ ટ્રેનની સ્પીડ અને આધુનિક સિસ્ટમ અંગે પરીક્ષણ કરતા રેલવે પ્રધાને કહ્યું હતું કે ટૂંક સમયમાં દેશમાં હવે સ્લીપર વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવશે.
સ્પીડ કલાકના 160 કિલોમીટરની હશે
વંદે ભારત એક્સપ્રેસના માફક સ્લીપર વંદે ભારત પણ સ્વદેશી ટેક્નિકના આધારે બનાવી છે. નવી ટ્રેનમાં પેસેન્જર સેફ્ટીની સાથે સાથે લોકો પાઈલટ અને એટેન્ડન્ટ્સ માટે વિશેષ સુવિધા પર ભાર મૂકવામાં આવ્યો છે. લોકો પાઈલટની કેબ પણ એકદમ આધુનિક બનાવી છે, જ્યારે ટ્રેન કવચ પ્રણાલીથી સજ્જ છે. આ ટ્રેનની ઓપરેશનલ સ્પીડ મેક્સિમમ કલાકના 160 કિલોમીટરની હશે. ટ્રેનમાં ઓટોમેટિક ડોર, સેન્સર આધારિત ઈન્ટર કોમ્યુનિકેશન ડોર અને ફાયર પ્રોટેક્ટેડ
આ પણ વાંચો : વડા પ્રધાન મોદી આજે 3 વંદે ભારત ટ્રેનનું ફ્લેગ ઓફ કરશે, આ રાજ્યોને મળશે લાભ…
ફર્સ્ટ એસીમાં ગરમ પાણીના શાવરની સુવિધા
વંદે ભારત સ્લીપર ટ્રેનની વિશેષતા એ હશે કે ટ્રેનમાં સ્નાન કરવા માટે પ્રવાસીને હોટ વોટર શાવર કરવાની સુવિધા મળશે. ટ્રેનનું ઈન્ટિરિયર એકદમ ચકાચક અને આકર્ષક છે. ટ્રેનમાં પ્રવાસીને યુએસબી ચાર્જિંગની સુવિધા, રીડિંગ લાઈટ, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ અને વિઝુઅલ ઈન્ફર્મેશન સિસ્ટમ, ઈન્સાઈડ ડિસ્પ્લે પેનલ, સિક્યોરિટી કેમેરા, મોડ્યુલર પેન્ટ્રીની સુવિધા પણ ઉપલબ્ધ હશે. ટ્રેનમાં વિકલાંગ પ્રવાસીઓ માટે વિશેષ બર્થ અને શૌચાલયની સુવિધા મળશે. આ ઉપરાંત, ફર્સ્ટ એસી કોચમાં પ્રવાસીઓ માટે ખાસ કરીને ગરમ પાણીની સુવિધા મળશે.
ટૂંક સમયમાં ટ્રાયલ શરુ કરવામાં આવશે
વંદે ભારત સ્લીપર ટ્રેનનો ટ્રાયલ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે અને એના પછી દેશના વિવિધ ભાગોમાં ટ્રેન દોડાવવામાં આવશે. વંદે ભારત સ્લીપર ટ્રેનનું ભાડું અને રુટ્સ હજુ નક્કી કરવામાં આવ્યા નથી. ટૂંક સમયમાં રુટ્સ અને ભાડું નક્કી કરવામાં આવશે. વંદે ભારત સ્લીપર ટ્રેન સુરક્ષાની દૃષ્ટિએ પણ વધુ મજબૂત સિસ્ટમથી સજ્જ કરવામાં આવી છે. આજે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથે રાજ્યકક્ષાના રેલવે પ્રધાન વી. સોમન્ના સાથે રહીને નિરીક્ષણ કર્યું હતું.