હરિયાણા ભાજપમાં પણ ગુજરાત વાળી ? કેટલા વર્તમાન ધારાસભ્યોના કપાશે પત્તાં ?

Haryana Assembly Election 2024 :હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને લગભગ તમામ રાજનીતિક પાર્ટીઓનું હોમવર્ક પૂર્ણ થઈ ગયું છે. કાગળ પર રાજનીતિક સમીકરણ ,ગુણાકાર-ભાગાકાર,ફાડા-નુકસાનના આંકડાં મંડાઇ ગયા છે.ચૂંટણીની તારીખ અંગેની અવઢવ પણ દૂર થઈ ગઈ છે.
આમાં છ્તા ભારતીય જનતા પાર્ટી દરેક ડગલું સમજી વિચારીને ભરતી હોય તેવું ચિત્ર ઊપસે છે.તમામ બેઠકો પર પહેલા સર્વે કરાવાયો,સાથોસાથ વર્તમાન ધારાસભ્ય ઉપરાંત આની કોણ ઉમેદવાર જીતી શકે છે તે પ્રમાણે પણ સીટના સમીકરણ ચકાસવામાં આવ્યા છે
90 નામ પર મહોર
ભાજપના સૂત્રો કહે છે તેમ લગભગ 10 થી 15 ટકા વતમાન ધારાસભ્યોની ટિકિટ કપાવવાનું નક્કી છે. તેમના સરવેમાં ફિડબેક સારો નથી આવ્યો અને તમામ 90 સીટ પર નામ નક્કી થઈ ગયા છે.પણ રાહ એ જોવાઈ રહી છે કે કોંગ્રેસ સહિતની પાર્ટી શી રણનીતિ અપનાવે છે તેના પર નામમાં ફેર-બદલ નો અવકાશ રહે.
આ પણ વાંચો: હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે 1 ઓક્ટોબરે નહિ થાય મતદાન, ચૂંટણી પંચે તારીખોમાં કર્યો ફેરફાર
જો કે 25 જેટલી બેઠકો પર નામ લગભગ સુનિશ્ચિત છે.આ તમામ ભાજપના જૂના ચહેરા અથવા તો બીજી પાર્ટીમાથી આવેલા દિગગજ નેતા અથવા તો તેમના પરિવારજન છે . ભાજપને આશા છે કે આ ઉમેદવારો ના માત્ર પોતાની સીટ પરણતું બીજી બેઠકો પર પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે
કોની જોવાઈ રહી છે રાહ ?
ઉમેદવારોના એલાન પાછળ મોડુ થવાનું એક કારણ એ પણ છે કે,પાર્ટી નથી ઇચ્છતી કે વિધાનસભા ઉમેદવારોના નામની જાહેરાત બાદ કોઈ પ્રકારની જૂથ બંધી સપાટી પર આવે. સાથે જ જનનાયક પાર્ટી (JJP)ચંદ્રશેખર આઝાદની પાર્ટી,બહુજન સમાજવાદી પાર્ટી (BSP)આમ આદમી પાર્ટી અને ઇંડિયન નેશનલ લોકદળ જેવી પાર્ટી તો એવી રાહ જોઈ રહી છે કે,કોંગ્રેસ -ભાજ્પ્માથી વિરોધનો સૂર ઉઠાવી ઉમેદવારો પોતાની પાર્ટીમાથી ચૂંટણી લડવા આવે. જો કે ભાજપ કોઈ પાર્ટીને આવી તક ના આપવાના મૂડમાં છે.
આ પણ વાંચો: હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા JJPને આંચકો : ચાર વિધાનસભ્યોએ પાર્ટીથી છેડો ફાડ્યો
છેલ્લું કારણ
હજુ હમણાં જ હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને ( lok Poll)એ પ્રિ-પોલ સર્વે કર્યો. આ સરવેમાં હરિયાણાના 67 હજાર લોકોએ પોતાના અભિપ્રાય આપ્યા. સર્વેના અનુમાનમાં આ વખતે કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી આવી શકે છે કોંગ્રેસ (congress)ને 58 થી 65 બેઠકો મળી શકે તેમ છે.
સ્વાભાવિક છે કે આ કારણે ભાજપ સતર્ક થઈ ગયો હોય અને બેઠકો પરના નામની ઘોષણામાં મોડુ થઈ રહ્યું હોય. અહીં દરેક બેઠકના સમીકરણ ફરીથી ચકાસવામાં આવી રહ્યા છે સાથોસાથ બીજી પાર્ટીના ઉમેદવારોના નામની ઘોષણા પર બારીકીથી નજર રાખવામા આવી રહી છે.