વર્ષોથી બોલીવૂડમાં મોટે ભાગે લવ મેરેજ જ થયા છે. લવ મેરેજ બોલીવૂડે જ સમાજમાં પ્રચલિત કર્યા છે

નાત-જાત, ભાષા, ધર્મના વાડાને તોડી બોલીવૂડના સેલિબ્રિટીએ પ્રેમલગ્નો કર્યા છે અને તેમાં ભંગાણ પણ એટલા જ થયા છે

 આ ક્ષેત્ર એવું છે કે બે જણ લાંબો સમય માટે એકબીજાના સંપર્કમાં રહે છે આથી ઝટપટ પ્રેમ ને ફટફટ લગ્ન થઈ જાય છે

 આ સાથે આ ક્ષેત્ર એવું છે કે બીજા ક્ષેત્રની વ્યક્તિને એડજસ્ટ કરતા સમય લાગે અને તે સમજી ન શકે તેમ પણ બને

તેમ છતાં એવા કેટલાક સેલિબ્રિટી છે જેમણે અરેન્જ મેરેજ કર્યા છે અને ઘણું સારું લગ્નજીવન જીવી રહ્યા છે

લાખો યુવાનોના દિલની ધડકન ધક ધક ગર્લ માઘુરી દીક્ષિતે ડૉ. શ્રીરામ નેને સાથે પરિવારની ઈચ્છા પ્રમાણે સંસાર માંડ્યો 

બે સંતાનના માતા-પિતા એવું આ કપલ આજે એકબીજા સાથે સુખી લગ્નજીવન જીવી રહ્યું છે

કરિના કપૂર સાથેના બ્રેક-અપ બાદ શાહીદ કપૂરે પોતાનાથી 15 વર્ષના નાની મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા છે

ઐશ્વર્યા રાય સાથેના બ્રેક અપ બાદ વિવેક ઑબેરોય માટે પરિવારે જ પ્રિયંકા આલ્વાની પસંદગી કરી હતી

 ગોવિંદા અને સુનીતાની પણ અરેન્જ્ડ મેરેજ છે. જોકે તેઓ લગ્ન પહેલા પણ એકબીજાને ઓળખતા હતા

નીલ નીતિન મુકેશના પણ રૂક્મણી સહાય સાથે અરેન્જ્ડ મેરેજ થયા છે અને બન્ને સુખી લગ્નજીવન જીવે છે. 

દુઃખની વાત એ છે કે બોલીવૂડના ઘણા સેલિબ્રેટેડ લવ મેરેજ તૂટી રહ્યા છે, આ સાથે બ્રેક અપ્સ જેવા સમાચારો રોજ આવે છે.