અમદાવાદઆપણું ગુજરાતઉત્તર ગુજરાતમધ્ય ગુજરાત

Gujaratમાં 24 કલાકમાં નવ તાલુકામાં વરસાદ, સિઝનનો સૌથી વરસાદ કચ્છ ઝોનમાં…

અમદાવાદ : ગુજરાતમાં પડેલા સતત વરસાદ બાદ હવે વિરામ લઈ લીધો છે. છેલ્લા 24 કલાકમાં માત્ર નવ તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો છે. જેમાં એક પણ તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો નથી. જેમાં સુરત શહેરમાં 24 મીમી, ભાવનગરમાં 15 મીમી, જોડિયા અને પોશિનામાં સાત-સાત મીમી, બારડોલીમાં ત્રણ મીમી, વાપીમાં બે મીમી તેમજ રાણાવાવ, મોરબી અને શિનોરમાં એક-એક મીમી વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો : એલર્ટ ! Kutch માં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને પગલે તંત્ર સજ્જ,

કચ્છ ઝોનનો સિઝનનો કુલ સરેરાશ વરસાદ 177 ટકા

આ ઉપરાંત ગુજરાત પર અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ અને વાવાઝોડાની અસરના પગલે રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. જેની અસરથી કચ્છમાં અઠવાડિયા ભારેથી અતિભારે વરસાદ પડયો હતો. જેમાં છેલ્લા પાંચ દિવસમાં સરેરાશ 88 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છ ઝોનનો સિઝનનો કુલ સરેરાશ વરસાદ 177 ટકા વરસ્યો હતો. જિલ્લાનો સૌથી વધુ વરસાદ માંડવીમાં 64 ઈંચ સાથે 305 ટકા જ્યારે મુંદરા, અબડાસા અને નખત્રાણામાં 225થી 230 ટકા વરસાદ નોંધાયો છે. 2010 બાદ કચ્છ ઝોનમાં આ વર્ષે સૌથી વધુ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો : Kutch માં પોલીસકર્મીએ પાણીમાં ફસાયેલા પાંચ લોકોને બચાવી સરાહનીય કામીગીરી કરી

બે મહિના દરમિયાનમાં સરેરાશ 98 ટકા વરસાદ

કચ્છ જિલ્લામાં 25મી જુનથી ચોમાસાનો પ્રારંભ થયો હતો. આ બે મહિના દરમિયાન સરેરાશ 98 ટકા વરસાદ વરસ્યો હતો. બે મહિના દરમિયાનમાં જેટલો વરસાદ વરસ્યો હતો તેટલો વરસાદ છેલ્લા પાંચ દિવસ દરમિયાન 88 ટકા ખાબક્યો હતો. જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી નાની અને મધ્યમ સિંચાઈના ડેમો, તળાવો, ચેકડેમો સહિતના જળાશયોમાં નવા નીરની આવકથી ઓવરફલો થઈ ગયા હતા. જિલ્લાનો વિક્રમી વરસાદ માંડવીમાં કુલ ૧૬૦૮ મિમી એટલે કે ૬૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો : Kutch: ભુજમાં આવેલી પવિત્ર ખારી નદીનો વિકાસ કરાશે

કચ્છ ઝોનમાં સિઝનનો કુલ સરેરાશ 177 ટકા વરસાદ

જેમાં ટકાવારીની દ્રષ્ટિએ માંડવી 305 ટકા સાથે પ્રથમ સ્થાને છે. આ ઉપરાંત મુંદરામાં 229 ટકા, અબડાસા 226 ટકા, નખત્રાણા 226 ટકા, લખપત 173 ટકા, અંજાર 150 ટકા, ભુજ 142 ટકા, ગાંધીધામ 141 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો ભચાઉ 89 ટકા અને રાપરમાં 84 ટકા વરસાદ નોંધાયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button