આપણું ગુજરાત

રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : 4000 જૂના શિક્ષકોની કરાશે ભરતી

ગાંધીનગર: શિક્ષક દિવસ પહેલા જ ગુજરાત સરકારે આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરીને શિક્ષકો માટે ખુશખબર આપી છે. રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવાની સરકારે જાહેરાત કરી છે. માધ્યમિક વિભાગ માટે અંદાજે 2000 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અંદાજે 2000 શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે.

સરકારના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે પોસ્ટ કરીને માહિતી આપતા કહ્યું હતું કે ‘રાજ્ય સરકાર દ્વારા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવામાં આવશે. માધ્યમિક વિભાગ માટે અંદાજિત 2000 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અંદાજિત 2000 એમ કુલ મળી 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવા માટે અરજી મંગાવવામાં આવશે. ઉમેદવારોએ આગામી તા.12/09/2024 થી તા. 26/09/2024 ના રોજ http://gserc.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ઓગષ્ટના પ્રારંભે જ રાજ્યમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અન્વયે શિક્ષણ વિભાગના દ્વારા સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત હવે જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયામાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો 1:3નો રહેશે. શિક્ષણ વિભાગ હસ્તકની ગ્રાન્ટેડ શાળામાં ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હાલ સેવામાં હોય તેવા નિયમિત શિક્ષક જૂના શિક્ષક તરીકે અરજી કરી શકશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button