શ્યામજી કૃષ્ણવર્મા- ‘ધ મેઝિની ઓફ ઇંડિયા’
વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી
ઓક્ટોબર આમ તો શક્તિ સાધનાનાં સર્વાધિક મહાત્મ્ય સાથે જોડયેલું છે, અને નવા સંવિધાન ભવનમાં સર્વાનુમતે નારીશક્તિ વંદના ખરડો પસાર થયા બાદ સશક્તિકરણની દિશા વધુ ઉજળી થશે એવું લાગે છે. સાથે દશેરા પણ ઉજવતા હોઈએ છીએ જે બુરાઇ પર વિજયની ગાથાની સાક્ષી પૂરે છે. આ મહિનો તેની તવારીખમાં રહસ્યમય મોત અને જન્મદિવસોની સાથે કેટલાક અજાણ્યા પ્રકરણો પણ સંગ્રહી બેઠું છે. શરૂઆત બીજી ઓક્ટોબર રાષ્ટ્રપિતા ને શાસ્ત્રીજીના જન્મથી અંતિમ સરદાર પટેલની જન્મજયંતી સુધી ખાસ બને છે. વિદેશી હોવા છતાં નખશિખ ભારતીય રહ્યા અને સ્વાતંત્રય જંગથી આધ્યામિકતા સુધીના ક્ષેત્રોમાં નેતૃત્વ કરનારી બે મહિલા, એની બેસન્ટ અને બીજા ભગિની નિવેદિતા ઓક્ટોબરમાં જ યાદ આવે છે. જેમાં હજુ એક તારીખ અને નામ કચ્છી તરીકે ગર્વભેર ઉમેરવાનું મન થાય તે છે, ૪ ઓક્ટો.ના જન્મેલા ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મા.
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમેં નાં કઢીંધલ કચ્છજો કો સપૂત હોય ત ઇ આય શ્યામજી કૃષ્ણવર્મા. નવાઈજી ગ઼ાલ ત ઇ આય ક હિન ક્રાંતિવીરજો જનમ થયો હો સન ૧૮૫૭ મેં, જડે ભારત હિન પેલા કડે ન ડિઠલ ઍડ઼ો વિપ્લવ ન્યારયો હો. જનમસે જ઼ જાણે ભખ શ્યામજીકે ક્રાંતિજી શીખ જુડ઼ઇ વે તીં ઇ સજી જમાર બ્રિટિશ સલ્તનતકે હિંદમિંજાનું કઢેલા ઝઝૂમ્યા નેં કિઇક વરે તઇં પિંઢજી સમર્થ નેં તેજસ્વી કલમજો ઉપયોગ ભારતજી આઝાદીજે સપને કે સિદ્ધ કરે પૂંઠીયા કયોં. હીં ત દાદાભાઇ નવરોજીજી પોત્રીયું; કેપ્ટન સિસ્ટર્સ પણ રાષ્ટ્રસેવા કાજે મોખરે રિઇ હુઇયું. જુકો પ ક્રાંતીવીરજે સાથમેં હુઇયું.
શ્યામજી કૃષ્ણવર્માજો વિદ્યાર્થી જીવન તેજસ્વી હો. શરૂઆત મડઇ, ભુજ ને પોય મુંભઈ વિનંણું પયો. હિકડ઼ી કુરા વિલ્સન હાઈસ્કૂલમેં શ્યામજી ડાખલ થ્યા ત બિઇ કુરા હિની મુંભઈજી સંસ્કૃત પાઠશાડ઼ામેં ડાખલ થિઈ સંસ્કૃતજો અભ્યાસ ચાલુ કેં. સચાઇ ચાં ત સંસ્કૃત તે ઇનીજો પ્રભુત્વ ઇનીકે ખ્યાતિ ડેરાયે મેં ઉપયોગી સાબિત થ્યો હો. આર્ય સમાજજા સ્થાપક દયાનંદ સરસ્વતી પ ઇનીજે જ્ઞાનકે ન્યારી મુગ્ધ ભન્યા વા. હી ભાનુશાલી છોરો નાસિક, પૂના, બનારસ, લખનૌ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, જેડે કિઇક જગ્યાતે ફિરીને સંસ્કૃતમેં ભાષણો ડિનોં હો, જુકો બાવીજી ઉંમરમેં ત પંડિત તરીકે ઓરખાઇંધે મિંઢજી રયા વા. સને ૧૮૭૫મેં ઓકસફર્ડ વિદ્યાપીઠજે સંસ્કૃતજા પ્રોફેસર મોનીર વિલિયમ ત પંડિત’જી પ્રશંસા કરંધે ઈચ્છા કરઇ હુઇ ક શામજી ચાહે ત પિંઢજા મદદનીશ તરીકે ભેરા કુઠી વિનેલા ઇ ઉત્સુક ઐં નેં થ્યો પ ઇંજ. હી માંગણી પૂંઠીયા શ્યામજીજી લેણાડેણી વિડેશભેગી સરુ થિઇ. સંસ્કૃત તીં અંગ્રેજી ભેરો વિડેશ વિને પૂંઠીયા ગ્રીક, લેટીન ભાષાજો અધ્યયન પ ડીં-રાતજી મેનતસે પૂરો ક્યોં નેં ભેરા કાયધેજા નિષ્ણાંત પ ભન્યાં.
લંડનમાં રહી શ્રી વર્માએ હિંદની સ્વાધીનતા માટે અથાગ પ્રયત્ન કર્યા હતા, અને હિંદને સ્વાધીનતા મળવી જોઈએ એવી હિંદની માગણી પર વિશ્ર્વના મહાન પ્રગતિશીલ નેતાઓનાં મંતવ્ય મેળવી સ્વાધીનતા માટેની માગણીને ખૂબ બળવત્તર બનાવી હતી. સાથે સમગ્ર વિશ્ર્વનું પૂરતું પીઠબળ મળે તે માટે એમણે પોતાના પત્ર ‘ઇન્ડિયન સોસિયોલોજિસ્ટ’ને ચલાવીને ક્રાંતિકારી જુવાળ ઊભો કર્યો હતો.
તેમની આવી ઉગ્ર ઉદ્દમ નીતિ પ્રત્યે ખુદ લંડનમાં ધ્યાન ખેંચાવા લાગ્યું, એટલું જ નહિ પણ લંડનની પાર્લામેન્ટમાં શ્યામજી વિશે પ્રશ્ર્નો પુછાવા લાગ્યા હતા. અને પછી તો લંડનનાં તેમના મકાન ઇન્ડિયા હાઉસની આસપાસ લંડનની છૂપી પેાલીસ ગાઠવાઈ ગઈ. વધુમાં ઇન્ડિયન સોસિયોલોજિસ્ટની આફિસે પોલીસોની અવરજવર અને પૂછપરછ વધી પડી. આ બધી પ્રવૃત્તિઓથી શ્યામજીએ જાણ્યું કે બ્રિટિશ જેલમાં પોતાને પૂરી દેવાની આ બધી છૂપી તૈયારીઓ થઈ રહી છે. અને તેમને પેરીસ તરફ પ્રયાણ કરવું પડ્યું.
તેમના દિલમાં હિંદની આઝાદી માટેની આગ એટલી તો જલી રહી હતી કે એક બાજુ તેમણે લંડનનો કિનારો છોડ્યો અને બીજી બાજુ ફ્રેંચ વિપ્લવનું મહાન મુક્તિગાન એમણે ‘ઇન્ડિયન સોસિયોલોજીસ્ટ’માં અગ્રેજી અને હિંદીમાં પ્રસિદ્ધ કર્યુ. હિંદના તમામ પ્રાંતના લોકો એ મુક્તિગાનમાંથી પ્રેરણા મેળવે અને દેશની આઝાદીના કાર્યમાં લાગી જાય તેવી મનસા અનેકવાર લાભદાયી સાબિત થઈ હતી. પછી તો એમણે એ ગાનને સંસ્કૃત, ઉર્દૂ, બંગાલી, મરાઠી અને ગુજરાતી ભાષામાં પણ ઉતાર્યુ. જેના શબ્દો હતા:
ચલો તુમ સ્વદેશકે સબજન,
ફતેહકા આ ગયા અબ દિન.
ઝંડા જુલ્મકા ખૂની,
ચઢા હૈ રૂબરૂ અપની.
મેદાનમેં સુનતે હો યાર;
જાલીમ સોલ્જરકા લલકાર.
દેખા તુમ આતે હય વે પાસ,
કરને પુત્ર, પ્રિયા કા નાશ.
સ્વદેશી ચલો લો હથિયાર,
કરો તુમ પલ્ટનેં તૈયાર.
ચલો ચલો કર દુશ્મનકો ચૂર,
ખૂને ખેત હોવે ભરપૂર.
પેરીસમેમ રિઇને ખાલી હિંદકે નં પ એશિયાજે કિઇક ડેશ જુકો આઝાદીજી પ્રવૃત્તિયું કરી રયાવા નેં જુકો કુરબાન થેલા હરપલ તૈયાર વા હુન મિડ઼ે ડેશેંજી પ્રવૃત્તિયુંકે શ્રી શ્યામજી ટેકો ડિનેતે. તૂર્કી ને ઈટાલી જેડ઼ે ડેશજી રાજકીય ઘટનાઉં વિષે ઈ તેજસ્વી નોંધ લખંધાવા. જિતરી તમન્ના ઇનીકે હિંદજી આઝાદીલા વિઇ તિતરી જ઼ તમન્ના નેં તેજસ્વીતાસેં ઇની તૂર્કી ને ઈટાલીજે બનાવેંજી નોંધ ગ઼િનેજી ચાલુ રિખઇ હુઇ. હિન કારણ થકી સ્વાધીનતાજી લડત લડીંધલ બેં ડેશજા પ્રતિનિધિએંમેં પ ઇનીજી અમીટ છાપ ઉપસી આવઇ હુઇ. ૨૦/૧૦/૧૯૧૨ જો પત્ર રશિયન ક્રાંતિ સમેજા મા’ન રશિયન લેખક મેક્સિમ ગોર્કી લિખ્યોં હો, જેમેં ઈની ક્રાંતિવીરકે ‘હિંદુસ્તાનજા મેઝીની’ તરીકેં ઓરંખાયોં હો.
લોકહૈયાને આઝાદી માટે હચમચાવી મૂકે તેવા જ્વલંત શબ્દોનો પંડિતાઈપૂર્ણ પ્રયોગ આ ભણશાલી બખૂબી કરી શક્તા. પછી તો હિંદ સ્વરાજ્યને ગુલામી સકંજામાંથી મુક્ત કરાવવાના ઇરાદા પેરિસમાં પણ દેખાવા લાગ્યા હતા એટલે ફરી તેમને ત્યાંથી પલાયન કરી જીનિવા જવું પડ્યું હતું. જે જીવનના અંતિમ કાળ સુધી એમનો વસવાટ જીનિવા ખાતે જ રહ્યો હતો, પરંતુ ત્યાં રહીને પણ પત્રનુ પ્રકાશન તો ચાલુ જ રાખ્યું હતું, પણ હવે જીવનનો થાક દેખાવા લાગ્યો અને બીમારી તેમને ઘેરી વળી હતી. જીનિવામાં એ અગિયાર વર્ષ બાદ સને ૧૯૩૦ના માર્ચ માસની ૩૧મી તારીખે તેમણે ‘પોતાના અસ્થિ ભારત સ્વાધીન બને ત્યારે દેશમાં લઈ જવામાં આવે’ સ્વપ્ન સાથે છેલ્લા શ્ર્વાસ લીધા હતા. આઝાદીના પાંચ દાયકા બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ખભે અસ્થિકુંભ ઊંચકીને લાવ્યા અને ક્રાંતિતીર્થ કચ્છનું અનોખું સ્મારક સ્થાપત્ય પ્રાપ્ત થયું.