યેલો કો-ઓર્ડ સેટમાં 50 વર્ષની આ અભિનેત્રીએ લગાવી ઈન્ટરનેટ પર આગ…
છૈય્યા છૈય્યા અને મુન્ની બદનામ હુઈ જેવી આઈટમ સોન્ગ કરીને લાઈમલાઈટ ચોરનારી મલાઈકા અરોરા (Malaika Arora) આજે કોઈ ખાસ પરિચયની મોહતાજ નથી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હીરોઈન બનવાનું સપનું લઈને આવનારી મલાઈકા અરોરા હંમેશા એક ફેશન ડીવા બનીને નામ અને દામ બંને કમાવ્યા. 50 વર્ષની ઉંમરે પણ મલાઈકાની ફિટનેસ અને ફિગર આજની યંગ એક્ટ્રેસને કાંટે કી ટક્કર આપે છે. મલાઈકાના લેટેસ્ટ ફોટોશૂટના ફોટો ઈન્ટરનેટ પર આગની જેમ વાઈરલ થઈ રહ્યા છે. આવો જોઈએ શું ખાસ છે આ લેટેસ્ટ ફોટોમાં ખાસ…
આ પણ વાંચો: આરાધ્યાને લઈને કહી એવી વાત કે Aishwarya Rai-Bachchanએ કહ્યું ગર્લ્સ તો ગર્લ્સ જ રહેશે….
ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન લૂક બધામાં મલાઈકા એકદમ કમાલની લાગતી હોય છે. હાલમાં મલાઈકા એક ઈવેન્ચમાં હાજરી આપવા પહોંચી હતી અને એ સમયે તેણે યેલો કલરનો કો-ઓર્ડ સેટ પહેર્યો હતો. આ આઉટફિટમાં મલાઈકા એકદમ કમાલની લાગી રહી હતી. પ્લંજિંગ ક્રોપટોપ સલાથે ડ્રામેટિક ફૂલ લેન્થ સ્કર્ટ પહેરીને મલાઈએ ફેન્સની હાર્ટબીટ વધારી દીધી હતી.
આ આઉટફિટ સાથે મલાઈકા મોતી અને ગ્રીન રત્નોવાળો ચોકર નેકલેસ, મેચિંગ ઈયરરિંગ્સ અને ન્યૂડ મેકઅપ સાથે કમ્પલિટ કર્યો હતો. સલોફ્ટ વેવ્ઝમાં મલાઈકા એકદમ ક્લાસી લાગી રહી હતી. હંમેશની જેમ સ્ટનિંગ લાગી રહી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક સમયથી મલાઈકા તેની લવલાઈફને કારણે પણ ચર્ચામાં હતી. છેલ્લાં છ વર્ષથી અર્જુન કપૂર અને મલાઈકા અરોરા રિલેશનશિપમાં હતા અને છેલ્લાં કેટલાક સમયથી બંને વચ્ચે કંઈ ઠીક ન ચાલી રહ્યું હોઈ બંને જણે બ્રેકઅપ કરવાનો નિર્ણય લીધો હોવાની ચર્ચા ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહી છે. જોકે, બંને જણે આ વિશે કંઈ પણ ઓફિશિયલી કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું, એટલે સાચું ખોટું તો રામ જાણે…