આમચી મુંબઈ

મલાડની હોટેલની કોફીમાં વાંદો મળી આવ્યો, FIR નોંધવામાં આવી

મુંબઈ: સ્વાસ્થ્યને નુકસાન કરતું ભોજન અથવા ડ્રિન્ક પીરસવા માટે મલાડ પોલીસે એક હોટેલના મેનેજર, વેઇટર અને અન્યો સામે એફઆઇઆર નોંધી હતી.

૩૦મી ઓગસ્ટે એક ગ્રાહક તેના મિત્ર સાથે મલાડ પશ્ચિમમાં ઇન્ફિનિટી મોલની સામે આવેલી સોલિટેર બિલ્ડિંગમાં આવેલી એક હોટેલમાં ગયો હતો અને કોલ્ડ કોફી ઓર્ડર કરી હતી.
બન્નેને કોફી કડવી લાગી હતી તેથી તેમને વેઇટરને તેમાં સાકર ઉમેરવા કહી હતી. વેઇટરે બન્નેના ગ્લાસમાં ખાંડ નાખી હતી અને ફરી તે કોફી સર્વ કરી હતી.

કોફી સ્ટ્રો પીતી વખતે ગ્લાસમાં કંઇ હોવાનું જણાયું હતું.
ધ્યાનથી જોતા તેમાં વાંદો હતો. ગ્રાહકે તાત્કાલિક તેનો ફોટો પાડીને વેઇટરને બોલાવ્યો હતો અને તે વાંદો દેખાડ્યો. થોડી વારમાં ત્યાં હોટેલના માલિક પણ આવ્યા હતા. ગ્રાહક અને તેના મિત્ર બન્નેને લઇને રસોડામાં લઇ ગયા હતા અને વાંદો ત્યાં આવી જ નહીં શકે એની સ્પષ્ટતા કરી આપી હતી.

આખરે તે ગ્રાહકે પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી હતી.
‘કોફીમાંથી વાંદો મળી આવ્યો છતાં હોટેલના માલિકનું વર્તન બહુ જ ખરાબ હતું. તે હોટેલમાં ગેરકાયદે હુક્કા પાર્લર પણ ચાલે છે. હોટેલમાં સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળ્યો હતો’, એમ સંબંધિત ગ્રાહકે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button