ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૧-૯-૨૦૨૪ થી તા. ૭-૯-૨૦૨૪

રવિવાર, શ્રાવણ વદ-૧૪, વિ. સં. ૨૦૮૦, તા. ૧લી સપ્ટેમ્બર, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર આશ્ર્લેષા રાત્રે ક. ૨૧-૪૮ સુધી, પછી મઘા. ચંદ્ર કર્કમાં રાત્રે ક. ૨૧-૪૮ સુધી, પછી સિંહ રાશિ પર જન્માક્ષર. ભદ્રા સમાપ્તિ સાંજે ક. ૧૬-૨૭. શિવરાત્રિ, આદિત્ય પૂજન, અઘોરા ચતુર્દશી, પર્યુષણ પર્વ શરૂ, પંચમી પક્ષ. શુભ કાર્ય વર્જ્ય છે.

સોમવાર, શ્રાવણ વદ-૩૦, તા. ૨જી નક્ષત્ર મધ્યરાત્રે ક. ૨૪-૧૯ સુધી, પછી પૂર્વાફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. દર્શ અમાસ, સોમવતી અમાસ, પિઠોરી અમાસ, મન્વાદિ, અમાસ વૃદ્ધિ તિથિ છે. શિવપૂજન, શિવમુષ્ટિ (સત્તુ), કુશગ્રાહિણી અમાસ, નક્તવ્રત સમાપ્ત. હર્ષલ વક્રી, અન્વાધાન. શુભ કાર્ય વર્જ્ય છે.

મંગળવાર, શ્રાવણ વદ-૩૦, તા. ૩જી, નક્ષત્ર પૂર્વાફાલ્ગુની મધ્યરાત્રિ પછી ક. ૨૭-૦૯ સુધી (તા. ૪થી) પછી ઉત્તરા ફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. શિવ પાર્થેશ્ર્વર પૂજા સમાપ્તિ, નકલંગ મેળો (ભાવનગર), મંગલાગૌરી વ્રત, ઈષ્ટિ. શુભ કાર્ય વર્જ્ય છે.

બુધવાર, ભાદ્રપદ સુદ-૧, તા. ૪થી, નક્ષત્ર ઉત્તરાફાલ્ગુની મધ્યરાત્રિ પછી ક. ૩૦-૧૩ (તા. ૫મી) સુધી, પછી હસ્ત. ચંદ્ર સિંહમાં સવારે ક. ૦૯-૫૪ સુધી, પછી ક્ધયા રાશિ પર જન્માક્ષર. ભાદ્રપદ શુક્લ પક્ષ શરૂ, ચંદ્રદર્શન, મૌનવ્રતારંભ, રુદ્ર વ્રત, રામદેવપીરના નોરતા પ્રારંભ, મહાવીર સ્વામી જન્મવાંચન, બુધ સિંહમાં ક. ૧૧-૪૨. શુભ દિવસ.

ગુરુવાર, ભાદ્રપદ સુદ-૨, તા. ૫મી, નક્ષત્ર હસ્ત. ચંદ્ર ક્ધયા રાશિ પર જન્માક્ષર. સામવેદી શ્રાવણી, મુસ્લિમ ૩જો રબી ઉવ અવ્વલ માસારંભ. શુભ દિવસ.

શુક્રવાર, ભાદ્રપદ સુદ-૩, તા. ૬ઠ્ઠી, નક્ષત્ર હસ્ત સવારે ક. ૦૯-૨૪ સુધી, પછી ચિત્રા. ચંદ્ર ક્ધયામાં રાત્રે ક. ૨૩.૦૦ સુધી, પછી તુલા રાશિ પર જન્માક્ષર. ભદ્રા પ્રારંભ ક. ૨૮-૧૯. કેવડા ત્રીજ, ગૌરી તૃતીયા, હરિતાલિકા વ્રત, મન્વાદિ, વરાહ જયંતી. શુભ દિવસ.

શનિવાર, ભાદ્રપદ સુદ-૪, તા. ૭મી, નક્ષત્ર ચિત્રા બપોરે ક. ૧૨-૩૩ સુધી, પછી સ્વાતિ. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. શ્રી ગણેશ ચતુર્થી, સિદ્ધિવિનાયક ચતુર્થી, પાર્થિવ શિવપૂજા પ્રારંભ, સંવત્સરી પર્વ, જૈન ચતુર્થી પક્ષ, ભદ્રા સમાપ્તિ ક. ૧૭-૩૭. ચંદ્ર અસ્ત ક. ૨૧-૧૮. શુભ કાર્ય વર્જ્ય છે.

Show More

Related Articles

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…