કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહ પર ભર દરબારે હુમલો
બેગૂસરાયઃ ઉત્તર પ્રદેશમાં કેન્દ્રીય ટેક્સટાઈલ્સ મિનિસ્ટર ગિરિરાજ સિંહ પર હુમલો થયાના અહેવાલો છે. ઉત્તર પ્રદેશના બેગૂસરાયમાં ગિરિરાજ સિંહ એક જનતા દરબારમાં બેઠા હતા ત્યારે એક યુવકે આવીને તેમને ધક્કો મારવાની કોશિશ કરી હતી. જોકે તેમના સુરક્ષાકર્મીઓએ યુવકને પકડી લીધો હતો.
આ પણ વાંચો: સપ્ટેમ્બરમાં કશ્મીરમાં ચૂંટણી? સરકારના એક કેન્દ્રીય મંત્રીનો દાવો
કેન્દ્રીય પ્રધાન અહીં જનતા દરબાર ભરીને બેઠા હતા અને લોકોની સમસ્યાઓ સાંભળી રહ્યા હતા. અચાનક સૈફી નામના યુવકે માઈક હાથમાં લઈ પહેલા જેમ તેમ બોલવાનું શરૂ કર્યું, જેથી ભાજપના હાજર લોકોએ વિરોધ નોંધાવ્યો. આથી યુવક પ્રધાન પાસે જઈ ચડયો અને તેમને મુક્કો માર્યો. ત્યાં હાજર પોલીસે તેને પકડી લીધો છે અને તેની પુછપૂરછ કરી છે.
દરમિયાન ગિરિરાજ સિંહે એવું નિવેદન આપ્યું છે કે તેજસ્વી યાદવ અને અખિલેશ યાદવના સમર્થનને લીધે કટ્ટરવાદીઓની હિંમત વધી છે, પણ તે આવા લોકોથી ડરતા નથી.