આમચી મુંબઈ

મેટ્રો-૧માં ભીડ અપરંપાર, છતાં કંપની ખોટમાં કેમ?

મુંબઈ: ઘાટકોપર-વર્સોવા-ઘાટકોપરના મેટ્રો-૧ માર્ગ પર પ્રવાસીઓની ભીડ વધી ગઇ છે. આ મેટ્રો લાઇનમાં પ્રવાસીઓની ભીડ જામતી હોવા છતાં તેનું સંચાલન કરનારી કંપની ખોટમાં જઇ રહી છે. તેથી કંપનીએ હવે ટિકિટ સિવાય સ્ટેશનોનું બ્રાન્ડિંગ દ્વારા મહેસુલ વસૂલવાની તૈયારી શરૂ કરી છે.

આ પણ વાંચો: Metro 9: દહિસરથી ભાયંદર મેટ્રો અંગેની જાણો નવી અપડેટ, ક્યારે શરુ થશે?

મેટ્રો-૧ માર્ગનું સંચાલન રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીના નેતૃત્વ હેઠળની મુંબઈ મેટ્રો વન પ્રા. લિ. (એમએમઓપીએલ) કંપની દ્વારા કરવામાં આવે છે. આ લાઇન ૨૦૧૪થી શરૂ થઇ ત્યારથી ખોટમાં જઇ રહી છે અને કંપનીના માથા પર રૂ. ૧૭૦૦ કરોડનું કરજ છે. હાલમાં કંપનીની વાર્ષિક ખોટ સરેરાશ રૂ. ૪૦૦ કરોડ છે.

આ માર્ગ પર પ્રવાસીઓની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે. ગયા વર્ષે રોજિંદા પ્રવાસીઓની સંખ્યા ૪.૩૦ લાખ સુધી હતી જે હવે ૪.૮૦ લાખ સુધી પહોંચી ગઇ છે, જ્યારે છેલ્લા વીસ દિવસમાં પ્રવાસીઓની સંખ્યા પાંચ લાખને પાર કરી ગઇ હતી. તેમ છતાં કંપની ખોટમાં જઇ રહી હોવાથી સ્ટેશનોનું બ્રાન્ડિંગ કરીને મહેસુલ મેળવવા માટેના પ્રયાસ શરૂ કરાયા છે.

આ પણ વાંચો: થાણેવાસીઓ માટે ગૂડ ન્યૂઝ: કેન્દ્ર સરકારે મેટ્રોના પ્રોજેક્ટ માટે આપી લીલી ઝંડી

આ અગાઉ કંપનીએ ચાર સ્ટેશનોનું બ્રાન્ડિંગ કર્યું હતું, પરંતુ તે કોન્ટ્રેક્ટ ત્રણ મહિના પહેલા જ પૂરા થયા હતા. હવે કંપની દ્વારા તમામ ૧૨ સ્ટેશનના બ્રાન્ડિંગ દ્વારા મહેસુલ મેળવવા એક્સ્પ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (ઇઓઆઇ) પ્રકારના ટેન્ડર બહાર પાડ્યા છે. તેના દ્વારા સ્ટેશનોને પોતાનું નામ આપવા માટે ઉત્સુક કંપનીઓ કેટલી છે તેની ચકાસણી કરવામાં આવશે.
રૂ. ૬૦ કરોડ મળવાનો અંદાજ સ્ટેશનોના બ્રાન્ડિંગ કોન્ટ્રેક્ટ અંદાજે પાંચ વર્ષ માટે હશે. દરેક સ્ટેશન પાછળ વર્ષે સરેરાશ રૂ. પાંચ કરોડ મહેસુલ કંપનીને મળી શકે. તેથી ૧૨ સ્ટેશન દ્વારા દર વર્ષે રૂ. ૬૦ કરોડ ઊભા થઇ શકે છે.

Show More

Related Articles

Back to top button
દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ! ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કપ્તાનોની યાદી આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance…