ઉત્સવ

ઑપરેશન તબાહી-૫૪

‘તમારા હાથમાં યુદ્ધ કરવાની બહુ ચળ ઊપડી લાગે છે… બીજા હાથે હાથને ખુજલાવીને બેસી રહો’

અનિલ રાવલ

ગોપીનાથ રાવ વડા પ્રધાનને થેન્ક યુ કહીને કેબિનમાંથી બહાર નીકળી ગયા. સંરક્ષણ પ્રધાન ચૌહાણ અને ડિફેન્સ સેક્રેટરી રામ મોહન માટે દુવિધા ઊભી થઇ… તેઓ ગોપીનાથ રાવની સાથે બહાર નીકળી જાય તો વડા પ્રધાનનું અપમાન કરવા જેવું થાય… આમ છતાં રામ મોહન સરકારી અધિકારી હતા… આઇએએસ, હતા. મુત્સદ્દી હતા.

‘સર, લેટ મી હેન્ડલ ઇટ…’ કહીને બહાર નીકળી ગયા… બહાર પાર્કિંગ એરિયામાં ઊભા રહીને સિગારેટ સળગાવી. એટલામાં રામ મોહન આવી પહોંચ્યા.

‘કમ ઓન લેટ્સ ગો.’ રામ મોહને કાર સ્ટાર્ટ કરી.

‘મને અમેરિકાની દખલઅંદાજીનો અંદાજ હતો જ’ રામ મોહને કહ્યું…
‘મને પણ હતો…’ ગોપીનાથ રાવે ઊંડો કશ લઇને ધુમાડો છોડતા કહ્યું.

‘મને ખબર છે કે તું એક ડગલું આગળ ચાલે છે, પણ હવે અંત કેવો વિચાર્યો છે એ કહે.’

‘રામ. આ કોઇ સામાજિક… સુધારાવાદી નવલકથા નથી કે એનો અંત સુખદ હોઇ શકે… હકીકત એ છે કે મેં આનો અંત હજી વિચાર્યો જ નથી.’

‘મને ખબર છે કે તું તારા પત્તા ખોલીશ નહીં અને હું જાણવાની કોશિશ નહીં છોડું. સ્વભાવ અપના અપના.’ રામ મોહન હસી પડ્યા.

‘રામ, માણસ પોતાનો સ્વભાવ બદલી નથી શકતો.’ ગોપીનાથ રાવે સિગારેટનો છેલ્લો કશ લઇને સિગારેટ બહાર ફેંકી.


અમેરિકાએ ભારતના વડા પ્રધાનને ફોન કર્યો તે પહેલાં ઇઝરાયલના મોશે ડાયનને આ મામલામાં વચ્ચે નહીં પડવાની ઇશારત સાથે એ પણ સ્પષ્ટ કરી આપ્યું કે પાકિસ્તાન તરફથી તમને કોઇપણ જાતની તકલીફ નહીં થાય એની ગેરન્ટી મારી… પાકિસ્તાન સાપોલિયું છે… એને કોઇપણ ઘડીએ કચડી શકાશે.’

બીજી તરફ પાકિસ્તાનના જનરલ અયુબ અને વજિર-એ-આઝમને પણ ખખડાવી નાખ્યા: ‘તમારા હાથમાં યુદ્ધ કરવાની બહુ ચળ ઊપડી લાગે છે… બીજા હાથે હાથને ખુજલાવીને બેસી રહો… પાકિસ્તાન પર અંકુશો મુકાતા વાર નહીં લાગે… ન્યુક્લિયર બોમ્બનું કારખાનું બંધ કરો… જો અમારી તરફથી મળતાં નાણાં અને શસ્ત્રો ચાલુ રાખવા હોય તો… અને યાદ રહે નાણાં અને શસ્ત્રો જ તમારી લાઇફલાઇન છે… ભારતને એક ઝાટકે ખતમ કરવાના ખ્વાબ જોવાનું બંધ કરો… એમાં તમે પણ તબાહ થઇ જશો… એના કરતાં રોજેરોજ ભારત સામે લડો… છમકલાં કરો.’

ફોન પત્યા પછી જનરલ અયુબનું અટ્ટહાસ્ય આખાય રૂમમાં ફરી વળ્યું હતું.

‘મિ. પ્રેસિડેન્ટ… ખુજલી તો હર કિસી કો આતી હૈ… આપ ભી અપની ખુજલી મીટા રહે હો… હમારી સરઝમીં પર સે રશિયા કો માત દે રહે હો…’ જનરલ અયુબ ફરી ખડખડાટ હસ્યો.


‘ખતરોં કા સમંદર હમારે ઘર કી દહેલીઝ તક પહોંચ ગયા હૈ.’ એવું સુશાંતે કહ્યું પછી કબીર અને માયા થોડીવાર ચૂપ રહ્યાં. હસીના રસોડામાં કામ કરતી હતી… એટલે બધા ધીમેથી વાત કરતા હતા.
‘મતલબ અહીં રહેવામાં ખતરો છે.’ કબીર હળવેથી બોલ્યો.

‘ખતરા વિશે વિચારો તો ખતરો તમારું દિમાગ ખોતર્યા કરે… જોખમ લેવું પડે યારા,’ સુશાંતે કહ્યું.

‘છુપાવા માટેની આ છેલ્લી જગ્યા છે… અહીંથી નીકળવું પડશે તો બીજી કોઇ જગ્યા રહી નથી.’ માયાએ ઝડપથી વિચારી લીધું પછી બોલી: ‘કબીર, ખતરોં સે ખેલના હમારા કામ હૈ… ફિર ડરના ક્યું.?’
‘આટલા સમયથી હું પાકિસ્તાનની ખુફિયા એજન્સીમાં કામ કરું છું… પકડાયો નથી ને ડર્યો પણ નથી. આગે અલ્લા જાને.’ સુશાંતે કહ્યું.

‘મરિયમ, ચલો બાઝાર ચલતે હૈં… કૂછ સામાન ખરીદના હૈ’, હસીના કિચનમાંથી બહાર આવીને બોલી.

‘બહાર નીકળવું ખતરો છે… જનરલ અયુબ પાસે બંનેનાં સ્કેચ છે… શું કરવું.’ માયા, કબીર અને સુશાંત વિચારવા લાગ્યા.
‘જાઓ હસીના… લેકિન બુરખા પહેન કર જાના…’ કબીરે રસ્તો કાઢ્યો.
‘લો કર લો બાત… ઇતની મોડર્ન લડકી હૈ… ચાંદ સા ચહેરા હૈ… ઔર આપ છૂપાને કી બાત કર રહે હો.’ હસીના હસીને બોલી.

‘ચાંદ સા ચહેરા હૈ… કિસી કી નઝર ના લગે ઇસલિયે તો છુપાના હૈ’ કબીરે પણ હસીને જવાબ આપ્યો.

‘અરે તો તૂમ ભી બુરખા પહન લો.’ સુશાંત બોલ્યો.

‘મૈને કભી પહેના હૈ જો અબ પહનું…? ઝમાના બદલ ગયા હૈ… ચલો મરિયમ’ કહીને એણે માયાનો હાથ ખેંચ્યો.

સુશાંતે બહુ દલીલ નહીં કરવાનો કબીરને ઇશારો કર્યો. હસીના થેલી ઉછાળતી માયાને માર્કેટ લઇ ગઇ. કબીર અને સુશાંત ઉચાટ જીવે બેઠા.

ફોનની ઘંટડીએ એમના ઉચાટ જીવને વધુ ઊંચો કર્યો. સુશાંતે ફોન ઊંચક્યો.

‘બેગમ સાહેબા બોલું છું. કબીરને આપ.’ સુશાંતે કબીરને ફોન આપ્યો… ફોન કોનો છે એવું જણાવ્યા વિના.
‘હેલ્લો,’ કબીરે કહ્યું…
‘હું બોલું છું એ નંબર પર રાતે ચીફને ફોન કરજે.’ બેગમ સાહેબા નંબર બોલી ગયા… કબીરે નંબર ગોખી લીધો. ફોન મુકાઇ ગયા. સુશાંતે એ વિશે કાંઇ પૂછ્યું નહીં ને કબીર કાંઇ બોલ્યો નહીં.


‘મુઝે ઇક બાત કરની હૈ તુજસે.’ હસીનાએ બજારમાં લટાર મારતા મારતા માયાના પૂછ્યું. માયા મનમાં મુંઝાઇ. શું વાત હશે.

‘કહોના.’ એણે ચહેરા પરનો સંકોચ છુપાવતા કહ્યું.

‘શૌકત બહુત હી ખુફિયા કિસમ કા આદમી હૈ… વો ક્યા કામ કરતા હૈ… કહાં આતા-જાતા હૈ… કિસ સે મિલતા-ઝુલતા હૈ… કભી પતા નહીં ચલતા… કબીર કા કભી ઉસને ઝીકર નહીં કિયા હમસે…. વો દોનોં ઇતને અચ્છે દોસ્ત હૈ ફિર ભી… ક્યા કબીરને શૌકત કે બારે મેં તુમ્હે કભી બતાયા હૈ?’

‘કબીર ભી ઐસા હૈ… સિક્રેટીવ. કભી નહીં બતાયા ઉસને શૌકતભાઇ કે બારે મેં… બસ ઇતના કહા કી એક શૌકત હૈ જો શાદી કરને મેં હમારી મદદ કર સકતા હૈ.’ માયાએ કહ્યું.


‘વૈસે શૌકતભાઇ કામ ક્યા કરતે હૈ.’

‘પતા નહીં.’

‘હસીના, શાદી કરને સે પહેલે તુમને ઉસે પૂછા તો હોગા.’

‘પૂછા થા… પર ઉસને કહા… વો સબ છોડો, મુઝસે પ્યાર કરતી હો તો શાદી કર લો.’

‘ઔર તુમને શાદી કર લી’ માયા હસી પડી.

‘તુમ કબીર સે શાદી કરને જા રહી હો ક્યા તુમને પૂછા હૈ?’

‘નહીં, ઉન્હોને ભી યહી કહા… પ્યાર કરતી હો તો શાદી કર લો’
‘સારે મર્દ એક જૈસે હોતે હૈ ક્યા?’ બંનેના મોંમાંથી એકી સાથે શબ્દો સરી પડ્યા. બંને હસી પડી… પણ હસીનાના ચહેરા પરનું હાસ્ય ઊડી ગયું.
‘મરિયમ, લેકિન કોઇ ભી ચીઝ… ઝ્યાદા દેર તક છુપી નહીં રહ સકતી.’
****
શૌકત અલી જનરલ અયુબને મળવા ગયો. જનરલ અયુબે ફોન કરીને મળવાનું કહ્યું ત્યારે એને શંકા ગઇ કે કદાચ કબીર અને માયા વિશે જાણવું હશે.
‘શૌકત, મૈં તુમ્હે એક કામ સોંપતા હું.’ જનરલ અયુબે સુશાંતને બેસવાનું કહેતા વાત શરૂ કરી.

‘જી જનાબ.’
‘બેગમ સાહેબા હમીદાબાનુ ઔર ઉનકા સિતારિયા શૌહર બરકતુલ્લા ખાં સાહબ પર નઝર રખો… હમારે વજિર-એ-આઝમ કે વો બહુત ચહિતે લોગ હૈ… ઝરૂરત પડને પર દોનોં કો ખતમ કરના હૈ.’
‘જી જનાબ.’
‘ઔર એક કામ…’ જનરલ અયુબે ખાનામાંથી કબીર અને માયાના સ્કેચ કાઢીને ટેબર પર મુક્યા. ‘દોનોં કો ઝિંદા પકડના હૈ.’
‘જી જનાબ’ સુશાંતે સ્કેચ જોઇને પાછા જનરલ અયુબ તરફ સરકાવી દીધા.

‘જનાબ, ગુસ્તાખી માફ લેકિન મેરી જાનકારી કે હિસાબ સે દો લોગ વાપિસ ચલે ગયે હૈ.’

‘ચાર મેં સે દો લોગ હી વાપિસ ગયે હૈ… દો અભી ભી યહાં તબાહી મચા રહે હૈ…’ જનરલ અયુબે જડબું હલાવ્યું… દાંત ભીંસ્યા.
‘જનાબ, કામ હો જાયેગા.’


કબીર રાતે ચીફને ફોન કરવા બહાર નીકળ્યો. એ પહેલાં એણે સુશાંતને નજીકના પબ્લિક ફોનબૂથ વિશે પૂછી લીધું હતું…. પણ તકલીફ હસીનાને શું કહીને નીકળવું એ હતી. માયાએ એનો રસ્તો શોધી કાઢ્યો હતો. એણે હસીનાને કહ્યું કે મારે કબીર સાથે બહાર ફરવા જવું છે, પણ એ તૈયાર નહીં થાય… તું એને કહેને કે મને લઇ જાય. હસીનાએ પ્રેમીપંખીડાને મદદ કરવાનું બીડું ઝડપી લીધું.

‘બૈઠે ક્યા હો કબીર જાઓ… ઝરા મરિયમ કો બહાર ઘુમા કે આવો… આઇસક્રીમ ખિલા કે આવો’
કબીરને ભાવતું હતું ને વૈદ્યએ બતાવ્યું જેવો ઘાટ થયો… પણ જરા નાટક કરવું જરૂરી હતું. એણે હા-ના કરી… પછી માની જવાનું નાટક પૂરું કરીને માયાને લઇને બહાર ગયો… ફોનબૂથમાં જઇને ચકરડું ઘુમાવ્યું. માયા બહાર આસપાસ નજર ફેરવતી ઊભી રહી. ગોપીનાથ રાવે ‘હેલ્લો’ કહ્યું.

‘સર,’ કબીર બોલ્યો. ગોપીનાથ રાવે સમય વેડફ્યા વિના બોલવાનું શરૂ કર્યું. કબીર ચૂપચાપ સાંભળતો રહ્યો. ફોનને અંતે માત્ર ‘ઓકે સર’ કહીને ફોન કાપી નાખ્યો.


કબીર અને માયા ચાલતાં ઘરે પાછા આવે ત્યાં સુધીમાં ચીફે સુશાંતને ફોન લગાવ્યો. સામે હસીના બેઠી હતી
એટલે એ ચીફ સાથે ખુલીને વાત કરી શકે એમ નહતો.

‘હાં, સાઇઝ મિલ જાયેગી… જલ્દી દે દુંગા સાઇઝ આપ કો… હાં ભાઇ સાહબ, સબ ઇન્તેજામ મૈં કર રહા હું ના… નિકાહ કે લિયે કાજી… સર પર ટોપી, સેહરા… આખિર દોસ્ત હૈ મેરા. શાદી હૈ ઉસકી.’ ફોન મુકીને સુશાંતે નિરાંતનો શ્ર્વાસ લેવાની કોશિશ કરી. સામે બેઠેલી હસીનાની આંખોમાં સવાલો ચમકતા હતા.

‘વાહ મેરે સિક્રેટીવ શૌહર, કબીર ઔર મરિયમ કી શાદી કી તૈયારી હો રહી હૈ… કપડે બન રહે હૈ ઔર મુઝે પતા તક નહીં?’ હસીના બોલી.
‘કિસ કી શાદી કે કપડે બન રહે હૈ?’ કબીરે પ્રવેશતા પૂછ્યું.

‘આપકે ઓર કિસ કે? શાદી આપકી હો રહી હૈ, ઇન કી થોડી ના હો રહી હૈ.’ હસીનાએ કહ્યું.

‘ઓહ મેરી શાદી કે કપડોં કા કોન્ટ્રક્ટ તુમને લે લિયા હૈ?’ કબીર બોલ્યો.

ચીફે બંને સાથે શું વાત કરી હશે એનો તાળો બંનેની આંખોમાં મળી ગયો.

હસીનાને ક્યાં ખબર હતી કે ચીફ અને સુશાંત વચ્ચે કયા કપડાની વાત થઇ રહી હતી. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button