આપણામાંથી ઘણા લોકો સાથે એવું બન્યું હશે કે આપણે મોબાઈલ કોઈ જગ્યાએ મૂકીને ભૂલી જઈએ છીએ

એમાં પણ જ્યારે ફોન સાઈલેન્ટ કે વાઈબ્રેશન પર હોય ત્યારે તો તેને શોધવાનું મુશ્કેલ બની જાય છે

કારણ કે તમે રિંગ વગાડી વગાડીને થાકી જશો પણ તમારો ફોન કંઈ મળતો નથી

તમારી સાથે પણ આવું જ થાય છે? ડોન્ટવરી આજે અમે અહીં તમારા માટે આ સમસ્યાનું સોલ્યુશન લઈને આવ્યા છીએ

જેની મદદથી તમે ચપટી વગાડતામાં જ તમારો ખોવાઈ ગયેલો સ્માર્ટફોન શોધી શકશો...

તમારે તમારો ફોન શોધવા માટે તમારા મોબાઈલફોન પર ફાઈન્ડ માય ફોન ક્લેપ, વ્હીસલ નામની એપ ડાઉનલોડ કરવી પડશે

આ એપ ડાઉનલોડ કર્યા બાદ તમારે તેમાં સેટિંગ ઓન કરવાની રહેશે અને બસ થઈ ગયું તમારું કામ

હવે જ્યારે પણ તમારો ફોન ક્યાંક આડે હાથ મૂકાઈ ગયો હશે તો તાળી કે સિટી વગાડીને એને શોધી શકશો, પણ કઈ રીતે એવો સવાલ થયો ને?

જ્યારે પણ તમે સિટી કે વ્હીસર વગાડશો તો તમારા ફોનની ફ્લેશ લાઈટ ઓન થઈ જશે, જેની મદદથી તમારો ફોન સરળતાથી શોધી શકશો

આ સાથે સાથે જ તમારા ફોનમાં એક રિંગ પણ વાગશે એટલે તમે એ અવાજની મદદથી પણ ફોન શોધી શકશો

તમે તમારી મનગમતી કોઈ પણ રિંગટોન સેટ કરી શકો છો, આ એપમાં તમને 12 અલગ અલગ પ્રકારની રિંગટોન આપવામાં આવી છે