અમદાવાદઆપણું ગુજરાત

સૌરાષ્ટ્રમાં લીલા દુકાળ જેવી સ્થિતિઃ ખેડૂતોએ કરી માગણી

અમદાવાદઃ ગુજરાતમાં બે દિવસથી વરસાદે વિરામ લીધો છે, જોકે તેમ છતાં છુટાછવાયા ઝાપટા પડી રહ્યા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખૂબ જ વરસાદ વરસ્યો છે. અહીં જુલાઈ મહિનામાં પહેલા રાઉન્ડમાં પણ ભારે વરસાદ વરસી ગયો હતો. હવે અહીંના ખેડૂતો લીલી દુકાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. છેલ્લા ચાર-પાંચ દિવસમાં વરસેલા વરસાદ બાદ તેમના ખેતરો નદીનાળામાં ફેરવાઈ ગયા છે અને તેમના વાવેતર પર પાણી ફરી વળ્યું છે ત્યારે તેઓ સરકાર તરફથી મદદની માગણી કરી રહ્યા છે.

સૌરાષ્ટ્રના આ ભાગોમાં સિઝનનો આટલો વરસાદ થયો
સૌરાષ્ટ્રમાં ચાલુ સીઝનમાં અત્યાર સુધીમાં મોરબી જિલ્લામાં 145 ટકા, જામનગર જિ.માં 159 ટકા, દ્વારકા જિલ્લામાં 251 ટકા લેખે અઢી ગણો, પોરબંદરમાં 180 ટકા અને જુનાગઢમાં 152 ટકા લેખે દોઢ ગણો વરસાદ વરસી ગયો છે અને આ વરસાદ દરેક તાલુકામાં સમાન રીતે નહીં પણ જ્યાં ખાબક્યો ત્યાં એક સાથે ખાબક્યો છે જેથી કૃષિપાકનું પણ ધોવાણ થયું છે.

નિયમ મુજબ જ્યાં નોર્મલ 100 ટકા કરતા 40 ટકાથી વધુ વરસાદ વરસાદ હોય ત્યાં લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ ત્યારે રાજ્યના 37 તાલુકામાં 140 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે.

હજુ સપ્ટેમ્બર-ઑક્ટોબર મહિનામાં જો વરસાદનો ત્રીજો રાઉન્ડ આવે તો ખેડૂતો વધુ પાયમાલ થશે ત્યારે સરકાર માત્ર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત ન લેતા ખેડૂતોની સમસ્યા સમજે અને સર્વે કરી તેમને મદદ કરે, તેમ ખેડૂતો કહી રહ્યા છે.

Show More

Related Articles

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…