ટોપ ન્યૂઝનેશનલ

કોંગ્રેસમાં રાષ્ટ્રીય સ્તરે ધરખમ ફેરફારઃ ગુજરાતના ચાર નેતાઓને મળી મોટી જવાબદારી

નવી દિલ્હી: આજે શુક્રવારના રોજ કોંગ્રેસે આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે તેવા હરિયાણા અને જમ્મુ અને કાશ્મીર સહિત બીજા ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે સચિવો અને સંયુક્ત સચિવોની નિમણૂક કરી છે. જેમાં ગુજરાત કોંગ્રેસના ચાર નેતાઓને રાષ્ટ્રીય સ્તરે મોંટી જવાબદારી સોંપવામાં આવી છે.

કોંગ્રેસ તેના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે “કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પક્ષના કાર્યકર્તાઓને AICC સેક્રેટરીઓ અને સંબંધિત જનરલ સેક્રેટરીઓ/ઈન્ચાર્જો સાથે જોડાયેલા જોઈન્ટ સેક્રેટરી તરીકે તાત્કાલિક અસરથી નિયુક્ત કર્યા છે.” મનોજ ચૌહાણ અને પ્રફુલ્લ વિનોદરાવ ગુડાધેને આગામી વિધાનસભા ચૂંટણી પહેલા હરિયાણા માટે સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ગેનીબેનનું નિવેદન “ગાયોના કતલખાના પાસેથી કોંગ્રેસે ચૂંટણી ફંડ લીધું હોય તો….

આ દરમિયાન કોંગ્રેસ દ્વારા ગુજરાતના ચાર નેતાઓને રાષ્ટ્રીય સ્તરે જવાબદારી સોંપવામાં આવી છે જેમાં આંધ્રપ્રદેશ અને અંદામાન નિકોબારના સહ પ્રભારી તરીકે આણંદના કોંગ્રેસ નેતા પલક વર્માને જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીને મધ્ય પ્રદેશના સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. આ સિવાય ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રૂત્વિક મકવાણાને રાજસ્થાનના સહપ્રભારીનું પદ મળ્યું છે જ્યારે નિલેષ પટેલને રાષ્ટ્રીય કોંગ્રેસમાં ખજાનચીના જોઈન્ટ સેક્રેટરી તરીકે નીમવામાં આવ્યા છે.

આ સાથે કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં 2 સહપ્રભારીની નિમણૂક કરવામાં આવી છે આથી હવે નવી નિમણૂક બાદ ગુજરાતમાં 4 સહપ્રભારીઓ જવાબદારી સંભાળશે. ભુપેન્દ્ર મારાવી અને શુભાષીની યાદવની ગુજરાતના સહપ્રભારી તરીકે નિમણૂક કરાઈ છે.

Show More

Related Articles

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…