નેશનલ

નેશનલ કો-ઓપરેટિવ ઓર્ગેનિક્સ લિમિટેડ અને ઉત્તરાખંડ ઓર્ગેનિક કોમોડિટી બોર્ડ વચ્ચે સમજૂતીકરાર પર હસ્તાક્ષર

નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં નેશનલ કો-ઓપરેટિવ ઓર્ગેનિક ઓર્ગેનિક્સ લિમિટેડ (એનસીએલ) અને ઉત્તરાખંડ ઓર્ગેનિક કોમોડિટી બોર્ડ (યુઓસીબી) વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર થયાં હતાં.

આ પ્રસંગે કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી કૃષ્ણપાલ ગુર્જર, ઉત્તરાખંડ સરકારનાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી કૃષ્ણપાલ ગુર્જર, ગણેશ જોશી અને સહકાર મંત્રાલયનાં સચિવ ડૉ. આશિષ કુમાર ભૂતાની સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દેશની વિશાળ ખેતીલાયક જમીનને સજીવ ખેતી માટે તૈયાર કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, આજે સજીવ ખેતી માટેનું આંદોલન એક મહત્વપૂર્ણ તબક્કે પહોંચ્યું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં ભારતને દુનિયાનો સૌથી મોટો જૈવિક ખાદ્ય ઉત્પાદન કરતો દેશ બનાવવાનાં વિઝનમાં સહકારી મંડળીઓની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: અવનીએ ભારતની અવિરત સફળતા પુરવાર કરી: અમિત શાહ

કેન્દ્રીય સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ દેશના ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય રાખ્યું હતું અને આ બેમાંથી એક મહત્ત્વનો મુદ્દો સજીવ ખેતીને પ્રોત્સાહન આપવાનો હતો. શ્રી શાહે જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વમાં ઓર્ગેનિક ઉત્પાદનો વિશે જાગૃતિ છે અને તેના માટે વિશાળ વૈશ્વિક બજાર છે.

જ્યારે આપણે આ બજારનો લાભ ઉઠાવીને ભારતનો હિસ્સો વધારીએ છીએ, ત્યારે જૈવિક ઉત્પાદનોના નફાકારક વ્યવસાયમાં આપણા ખેડૂતોનો હિસ્સો અને તેમની આવકમાં પણ વધારો થાય છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, દેશનાં નાગરિકોનું સ્વાસ્થ્ય સજીવ ખેતી સાથે પણ જોડાયેલું છે. તેમણે જણાવ્યું હતું કે, ખાતરના ઉપયોગથી આપણા શરીરમાં જે રસાયણો પ્રવેશે છે તે અનેક પ્રકારના રોગોનું કારણ બને છે. તેમણે ઉમેર્યું હતું કે, આનાથી જમીનની ગુણવત્તા પણ એટલી ઘટી છે કે, ઘણા રાજ્યોમાં જમીન સિમેન્ટ જેવી કઠણ બનવા લાગી છે, જેના કારણે પૂરનું જોખમ પણ વધ્યું છે.

આ પણ વાંચો: ગેરકાયદેસર ડ્રગના વેપારથી કમાયેલા નાણાં આતંકવાદ, નક્સલવાદને પ્રોત્સાહન : છતીસગઢમાં અમિત શાહ

શ્રી શાહે જણાવ્યું હતું કે, તેનાથી વિપરીત ઓર્ગેનિક ખેતીથી ભૂગર્ભજળનું સ્તર વધે છે, પાણીની બચત થાય છે, ઉત્પાદન વધે છે અને ગ્રાહકનું સ્વાસ્થ્ય પણ સુધરે છે. આ બધા ફાયદાઓ હોવા છતાં, જૈવિક ખેતીને યોગ્ય રીતે પ્રોત્સાહન આપવામાં આવ્યું ન હતું.

કેન્દ્રીય સહકારિતા મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અગાઉ ઓર્ગેનિક ઉત્પાદનોની ગુણવત્તા ચકાસવા માટે કોઈ વ્યવસ્થા નહોતી અને ખેડૂતોને ઊંચા ભાવ મળતા ન હતા.

વળી, આ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવામાં પણ ખચકાટ થતો હતો. શ્રી શાહે જણાવ્યું હતું કે, આ સમસ્યાનું સમાધાન કરવા માટે મોદી સરકારે નેશનલ કો-ઓપરેટિવ ઓર્ગેનિક્સ લિમિટેડ (એનસીએલ)ની સ્થાપના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમૂલ અને એનસીઓએલ સાથે મળીને સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રયોગશાળાઓનું નેટવર્ક સ્થાપિત કરશે, જે ઓર્ગેનિક જમીન અને ઉત્પાદનો એમ બંનેની ચકાસણી કરશે.

Show More

Related Articles

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…