આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

કોસ્ટલ રોડ પાલઘર સુધી: એકનાથ શિંદે

મરીન લાઈન્સથી કાંદિવલીના કોસ્ટલ રોડને હવે છેક પાલઘર સુધી લઈ જવાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના મરીન લાઇન્સને ઉત્તર મુંબઈના કાંદિવલીથી જોડતા મહત્ત્વના પ્રોજેક્ટ કોસ્ટલ રોડને વિરાર અને પાલઘર સુધી લંબાવવાની મોટી જાહેરાત મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે પાલઘરમાં કરી હતી. મુંબઈના મરીન ડ્રાઈવથી વરલી સુધીનો કોસ્ટલ રોડ અત્યારે ખુલ્લો મુકવામાં આવ્યો છે. હવે તેને માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મોટી જાહેરાત આવી છે. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે પાલઘર જિલ્લામાં બાર લાખ નવા રોજગારનું નિર્માણ થશે.
પાલઘરમાં વાઢવણ બંદરનો ભૂમિપૂજન સમારોહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ પાછળ રૂ. 76,000 કરોડ જેટલો ખર્ચ થશે. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે એકનાથ શિંદેએ મુંબઈમાં કોસ્ટલ રોડ અંગે મોટી જાહેરાત કરી હતી.

મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ મુંબઈના એક મહત્ત્વના પ્રોજેક્ટ તરીકે ઓળખાય છે. આ કોસ્ટલ રોડને ધર્મવીર સ્વરાજ્ય રક્ષક છત્રપતિ સંભાજી મહારાજ કોસ્ટલ રોડ નામ આપવામાં આવ્યું છે. કોસ્ટલ રોડને વેસ્ટ-કોસ્ટ એક્સપ્રેસ વે પણ કહેવામાં આવે છે. તે દક્ષિણમાં મરીન લાઇન્સને ઉત્તરમાં કાંદિવલીને જોડે છે. હાલમાં આ કોસ્ટલ રોડ મુંબઈના મરીન ડ્રાઈવથી વરલી સુધી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. હવે આ કોસ્ટલ રોડને લઈને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મોટી જાહેરાત કરી છે.

આ પણ વાંચો : ડબલ-ડેકર ફ્લાયઓવર મુંબઈ અને મહારાષ્ટ્રની નોંધપાત્ર સિદ્ધિ: એકનાથ શિંદે

આજે સોનેરી દિવસ છે. આ એક ગેમ ચેન્જર પ્રોજેક્ટ છે. તેનાથી માત્ર મહારાષ્ટ્ર જ નહીં દેશને પણ ફાયદો થશે. પાલઘરના લોકોને સૌથી વધુ ફાયદો થશે. સફળતા મોદીના હાથમાં છે. તેથી પોર્ટનું બાંધકામ 2029માં પૂર્ણ થશે. પોર્ટ માટે 76 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તે દેશનું સૌથી મોટું બંદર બનવા જઈ રહ્યું છે, એમ એકનાથ શિંદેએ કહ્યું હતું.
ભારત દેશના ટોપ ટેન બંદરોમાં સામેલ થવા જઈ રહ્યું છે. દહાણુ-પાલઘર વિશ્ર્વના નકશા પર આવશે. આ ભારત માટે ગર્વની વાત છે. પોર્ટ આયાત અને નિકાસને વેગ આપશે. દેશમાં ક્ધટેનર હેન્ડલિંગની ક્ષમતા વધશે. ભારત વૈશ્ર્વિક વેપારમાં પણ સાહસ કરશે. 12 લાખથી વધુ નોકરીઓનું સર્જન થશે. આદિવાસીઓને નોકરી મળશે. સ્થાનિકોને વિશેષ તાલીમ આપતા 30 કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે. અમે માછીમારો અને સ્થાનિકોના હિતોનું ધ્યાન રાખીશું. જે પ્રોજેક્ટ્સ મોદીજી કરે છે તેમાં સ્થાનિકોને કાયમ ન્યાય આપ્યો છે.

શિવાજી મહારાજે 350 વર્ષ પહેલા દરિયાઈ માર્ગનું મહત્વ ઓળખ્યું હતું. તેથી અમે મહારાજના આદર્શને સામે રાખીને કામ કરી રહ્યા છીએ. તેમાંથી અટલ સેતુ સુધીનો કોસ્ટલ રોડ રહે છે. કોસ્ટલ રોડને વિરારથી પાલઘર સુધી લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વડાપ્રધાન પાલઘરને એરપોર્ટ તરીકે દરજ્જો આપશે. રૂ. 1 હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે. રોજગારીનું સર્જન થશે. અમે મુંબઈને વૈશ્ર્વિક ફિનટેક હબમાં પરિવર્તિત કરવા માટે કામ કરીશું. મોદીએ આની જાહેરાત કરી છે. 2026 સુધીમાં ભારતના ત્રણ ટ્રિલ્યનના લક્ષ્યને સાકાર કરવામાં મહારાષ્ટ્ર મહત્ત્વની ભૂમિકા ભજવશે, એમ એકનાથ શિંદેએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…