PM Modi ત્રણ નવી વંદે ભારતને આવતીકાલે આપશે લીલીઝંડી, આ રાજ્યોને મળી ભેટ
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એકસાથે ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેડ આપશે. આવતીકાલે બપોરે ૧૨:૩૦ વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રણ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે. આ આધુનિક અને મેઈ ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ આધારિત ટ્રેન મેરઠ-લખનઊ, મદુરાઈથી બેંગુલુરુ અને ચેન્નઈ-નાગરકોઈલ રુટમા દોડાવાશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરતાં, અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ ત્રણ રૂટ મેરઠ – લખનઊ, મદુરાઈ – બેંગલુરુ અને ચેન્નઈ – નાગરકોઈલ પર કનેક્ટિવિટીમાં સુધારો કરશે. નવી વંદે ભારત ટ્રેન મુસાફરોને વિશ્વ કક્ષાનો અનુભવ પ્રદાન કરવા, મુસાફરીનો સમય ઘટાડવા અને પ્રવાસનને પ્રોત્સાહન આપશે સાથે આ ટ્રેનો ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટક વચ્ચે કનેક્ટિવિટી વધારશે.
મેરઠ શહેર – લખનૌ વંદે ભારત મુસાફરોને બે શહેરો વચ્ચેની વર્તમાન સૌથી ઝડપી ટ્રેનની સરખામણીમાં લગભગ ૧ કલાકની બચત કરવામાં મદદ કરશે. તેવી જ રીતે, ચેન્નાઈ એગ્મોર – નાગરકોઈલ વંદે ભારત અને મદુરાઈ – બેંગલુરુ વંદે ભારત ટ્રેનો અનુક્રમે ૨ કલાકથી વધુ અને લગભગ ૧ કલાક ૩૦ મિનિટની બચત કરશે.
આ પણ વાંચો : વાપી નજીક વંદે ભારત ટ્રેનને નડયો અકસ્માત: બે પશુઓના મોત
આ નવી વંદે ભારત ટ્રેનો આ વિસ્તારના લોકોને ઝડપ અને આરામ સાથે મુસાફરી કરવા માટે વિશ્વસ્તરીય સુવિધા પ્રદાન કરશે અને તે ત્રણ રાજ્યો – ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકને જોડશે.
આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો નિયમિત પ્રવાસીઓ, વ્યાવસાયિકો, વેપારી અને વિદ્યાર્થી સમુદાયની જરૂરિયાતોને મોટા પ્રમાણમાં પૂરી કરવા માટે રેલ સેવાના એક નવા ધોરણની શરૂઆત કરશે, એમ રેલવેએ જણાવ્યું હતું