પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર શરદૠતુ), શનિવાર, તા. ૩૧-૮-૨૦૨૪ શનિ પ્રદોષ,પર્યુષણ પર્વારંભ, ચતુર્થી પક્ષ,

ભારતીય દિનાંક ૯, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૧૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ-૧૩
પારસી શહેનશાહી રોજ ૧૭મો સરોશ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૧૭મો સરોશ, ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૩મો તીર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૬મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૬મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
નક્ષત્ર પુષ્ય રાત્રે ક. ૧૯-૩૯ સુધી, પછી આશ્ર્લેષા.
ચંદ્ર કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૨૪ અમદાવાદ ક. ૦૬ મિ. ૨૧, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૩, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૭, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી: સવારે ક. ૧૦-૪૮, રાત્રે ક. ૨૨-૪૬
ઓટ: બપોરે ક. ૧૬-૫૭, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૪૪ (તા. ૧)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી નામ સંવત્સર, શ્રાવણ કૃષ્ણ-ત્રયોદશી. શનિ પ્રદોષ, પર્યુષણ પર્વારંભ, ચતુર્થી પક્ષ, અશ્ર્વત્થ મારુતિ પૂજન, કૈલાસ યાત્રા (૨ દિવસ) ભદ્રા પ્રારંભ ક. ૨૭-૪૦થી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, વિશેષરૂપે શનિ ગુરુ ગ્રહ દેવતાનું પૂજન, હનુમાનજીનું પૂજન, પીપળાનું પૂજન, પરદેશ પ્રવાસનું પસ્તાનું, અગાઉ વાસ્તુ પૂજા થયેલ ઘરમાં રહેવા જવું. વિદ્યારંભ, હજામત, સર્વશાંતિ-શાંતિ પૌષ્ટિકપૂજા, દેવદર્શન, પર્વ પૂજા નિમિત્તે નવાં વસ્ત્રો, આભૂષણ પહેરવાં, બી વાવવું, ખેતીવાડી, પશુ લે-વેચ, ધાન્ય ભરવું,
શ્રાવણ મહિમા: શ્રાવણમાં શનિ પ્રદોષનાં શિવ પૂજાનો મહિમા અધિક છે. બધાજ પ્રદોષ વ્રતોમાં શનિ પ્રદોષ શ્રેષ્ઠ છે. શિવ પૂજા માટે શ્રેષ્ઠ છે. જ્યોતિર્લિંગયાત્રાનો આજ રોજ મહિમા અધિક છે. શિવ મંદિરમાં દિપમાળા પ્રગટાવવી., આજ રોજ બ્ર્ાાહ્મણ દ્વારા શિવ રુદ્રાભિષેક પૂજા કરાવવી. પ્રદોષ વ્રત ઉપવાસ, શિવ જાપ, ભક્તિ કીર્તન, રાત્રિ જાગરણનો મહિમા છે. સંતાન પ્રાપ્તિ, ખોવાયેલ હોદ્દો, અધિકારની પ્રાપ્તિ માટે શનિ પ્રદોષવ્રતનો મહિમા છે. જન્મકુંડળીમાં સૂર્ય-ચંદ્રનાં રાહુ સાથે અશુભ યોગો હોય તેમણે પ્રદોષવ્રત અવશ્ય કરવું.
આચમન: ચંદ્ર-રાહુ ત્રિકોણ સાહસિકતાવાળો સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ ત્રિકોણ.
ગ્રહગોચર: સૂર્ય-સિંહ મંગળ-મિથુન, માર્ગી બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-ક્ધયા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.

સંબંધિત લેખો
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button