વીક એન્ડ

બાપ્પાના પોશાકમાં મહારાષ્ટ્રીયન પહેરવેશની છે બોલબાલા

ફોકસ – નીલોફર

ગણેશ ચતુર્થી ફક્ત ધાર્મિક અને આધ્યાત્મિક પર્વ નથી, પરંતુ આ દસ દિન ઉલ્લાસપૂર્ણ ઉત્સવ છે જેની મહિલાઓ આખું વર્ષ પ્રતિક્ષા કરે છે. ગણેશોત્સવ અને દુર્ગા પૂજા દેશમાં દસ દિવસ સુધી ચાલનારા એવા ઉત્સવ છે જેમાં આધુનિક કરતાં પરંપરાગત લૂક વધુ આકર્ષક માનવામાં આવે છે. આથી ગણેશોત્સવના દસ દિવસોમાં મહિલાઓ મહારાષ્ટ્રીયન લુક પસંદ કરે છે, જ્યારે દુર્ગાપૂજા દરમિયાન દરેક મહિલા પ્યોર બંગાળી લૂક ઈચ્છે છે. હવે આપણે જોઈએ કે ગણેશ ચતુર્થીના મહાઉત્સવમાં પૂર્ણ મહારાષ્ટ્રીયન લૂક મેળવવા આપણે શું કરવું જોઈએ.

આને માટે જરૂરી છે નવ વારની સાડી. જી હા, નવ વારની સાડી એક પ્રકારની સાડી હોય છે, જેને મરાઠી મહિલા ગણપતિ પર્વ દરમિયાન દરરોજ પહેરે છે. જો તમને નવ વારની સાડીનો ખ્યાલ ન આવતો હોય તો ‘બાજીરાવ મસ્તાની’, ‘ઝાંસી કી રાણી લશ્ર્મીબાઈ’, ‘પાણીપત’ જેવી ફિલ્મોને યાદ કરો. આ ફિલ્મોમાં પ્રિયંકા ચોપડા, કંગના રનૌત અને દીપિકા પાદુકોણે નવ વારની સાડી પહેરીને પોતાના કામણ પાથર્યાં હતાં. આ સાડી બીજી સાડી કરતાં અલગ હોય છે. બીજી સાડી સામાન્ય રીતે છ મીટર લાંબી હોય છે, જ્યારે નવવારી સાડીની લંબાઈ નવ મીટરની હોય છે. હાલમાં આમીર ખાનની બેટી ઈરા ખાને લગ્ન દરમિયાન નવવારી સાડી પહેરી હતી. ગણેશ ચતુર્થીનો ઉત્સવ ભાદ્રપદ ચતુર્થીથી ચતુર્દશી સુધી ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે મહારાષ્ટ્રમાં મહિલાઓ નવવારની સાડી પહેરે છે. આથી તમે પણ ગણેશોત્સવમાં આવી સાડી પહેરીને તમારી સુંદરતાનો જાદુ ફેલાવો. મરાઠી લૂક મેળવવા માટે બીજી જરૂરી વસ્તુ છે નાકમાં નથ અને વાળમાં તાજા મોગરાના ગજરા. જો તમે માધુરી દિક્ષિતની માનીતી તસવીરોનો યાદ કરો તો તેમના નાકમાં નથ અને ગજરાવાળી તસવીર છે પહેલાં તો આ મરાઠી નથ મહારાષ્ટ્રમાં જ મળતી હતી, પરંતુ હવે તો દેશના દરેક ખૂણામાં મળે છે. બાજીરાવ મસ્તાની ફિલ્મમાં પ્રિયંકા ચોપડાએ કાશીબાઈના રૂપમાં જે મસ્તાની લુકવાળી નથ પહેરી હતી એ નથ હવે દરેક સ્થળે મળે છે.

વાસ્તવમાં આ પુનેરી નથ હોય છે જે આ દિવસોમાં બાજીરાવ મસ્તાની અથવા મસ્તાની નથના રૂપમાં વધુ પ્રખ્યાત છે, પરંતુ મહારાષ્ટ્રમાં આ એક પ્રખારની નથ નથી. નથ સાત પ્રકારની છે-બાનુ નથ, કરવારી નથ, પુનેરી નથ, મસ્તાની નથ, પેશવાઈ નથ, પાચુ નથ, અને ડાયમંડ નથ. ગણેશોત્સવમાં શણગારમાં ચાંદ બિંદીનું પણ ચલણ છે. હકીકતમાં આા ચાંદ બીંદી હેવી સાડી અને ટ્રેડિશનલ લૂક સાથે ખુબ જામે છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં મહિલાઓ લહેંગેને બદલે નવવારી સાડી અને માથા પર ચાંદ બિંદી અને નાક પર મહારાષ્ટ્રીયન નથ પહેરવાને પ્રાથમિકતા આપેે છે. આ વર્ષે તમે પણ વિવિધ રંગોમાં આવનારી ચાંદ બિંદી અથવા મેરુન હાફ મુન પહેરીને તમારા લૂકમાં બદલાવ લાવી શકો.

આ ગણેશ ચતુર્થીમાં મરાઠી લૂક મેળવવા મહારાષ્ટ્રીયન થુસી હાર જરૂર પહેરો. આ એક પારંપારિક હાર છે જે એકદમ સાદો હોય છે. જોકે પરંપરાગત મરાઠી લૂકમાં બહુ સૂટ થાય છે. ગણેશોત્સવ દરમિયાન રાજ્યનાં દરેક શહેરના ખૂણે ખૂણે ગજરા વેચાતા મળે છે. આજકાલ તો ગજરામાં પણ ઘણી સર્જકતા જોવા મળે છે. હિન્દી ફિલ્મો જોઈ લો જેમાં અભિનેત્રીઓએ મરાઠી લૂક અપનાવ્યો છે અને એમાં ભાત ભાતના ગજરા જોવા મળે છે. કંગના રનૌત ફિલ્મ રાણી લક્ષ્મીબાઈના પ્રમોશન દરમિયાન સિદ્ધિવિનાયક મંદિરમાં આવા લૂક સાથે ગઈ હતી. ત્યાં દરેક જગ્યાએ મરાઠી મુલગી, મરાઠી મુલગી એવી બુમ સંભળાઈ હતી.

એકંદરે કહીએ તો આ ગણેશ ચતુર્થીમાં તમારે આધ્યાત્મિક અને પારંપારિક લૂક વડે બધાને ચોંકાવા હોય તો ગણેશ સ્થાપનાથી વિસર્જન સુધી દરરોજ મરાઠી લૂક અપનાવો.

Show More

Related Articles

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…