હર હર મહાદેવઃ શ્રાવણ મહિનામાં 500 કરોડ રુપિયાનું ફરાળ ઓહિયા કરી ગયા ભક્તો
ગુજરાતમાં કહેવાય છે કે અગિયારસ છે પણ વાનગી અગિયાર રસની હોય છે તેમ શ્રદ્ધા અને ભક્તિના સાથે ઉપવાસ-એકટાણાનો ત્રિવેણી સંગમ એટલે શ્રાવણ મહિનો. આ શ્રાવણ મહિનો ગુજરાતમાં પૂર્ણ થવામાં હજુ પાંચ દિવસ બાકી છે અને તેમાં પણ શ્રાવણિયો સોમવાર તો ખરો જ. તેવામાં એક ચોંકાવનારા અનાકડા સામે આવ્યા છે કે બટાકા, કેળાં વેફર્સ, સાબુદાણા સહિતની ફરાળી આઇટમ્સ દેશના નાગરિકો રૂપિયાથી તોળીએ તો 500 કરોડનો ઝાપટી જઈને પુણ્ય કમાઈ ગયા છે.
એક સંશોધન મુજબ દેશનું સ્નેકસ માર્કેટ અંદાજે 60 હજાર કરોડનું છે. જેમાં ગુજરાતનો શેયર લગભગ 20 ટકા થવા જાય છે. અને ફરાળી આઇટમના વેચાણનો અંદાજ લગભગ બમણો થયો છે. ફરાળના પેક્ડ ફૂડ આઇટમ્સ બનાવટી અગ્રણી કંપનીઓના અંદાજ પ્રમાણે આખા શ્રાવણ મહિના લગભગ 400થી 500 કરોડના લૂઝ અને પેક્ડ ફરાળી નાસ્તાનું વેંચાણ થઈ જાય છે.
ભારતનું સ્નેક્સ માર્કેટ 60 હજાર કરોડનું હોય ત્યારે ગુજરાતમાં પેક્ડ સ્નેક્સ માર્કેટનો અંદાજ 10 થી 12 હજાર કરોડનો છે ખાસ કરીને શ્રાવણ મહિનામાં. ગુજરાતમાં ફરાળી વેફર્સનું ઉત્પાદન થાય છે અને દેશભરમાં સપ્લાય પણ ત્યારે, ઉત્પાદક કંપનીઓએ તેમનું ઉત્પાદન શ્રાવણને ધ્યાનમાં લઈને 20થી 30 ટકા વધારી દીધું છે.
આ પણ વાંચો: યોગિની એકાદશી હોવાથી સુખી સંપન્ન આરોગ્ય રાખવા માટે અગિયારસ વ્રત કરવું વધારે હિતાવહ
શ્રાવણમાં બટાકાની વેફર્સનું આગવું મહત્વ રહ્યું છે. નોકરી ધંધાવાળો વર્ગ ખાસ કરીને આવી ફરાળી વાનગી રસ્તે ચાલતા પણ આરોગી શકતો હોય છે. આ સાથે ફરાળી વેફર્સ અને ચેવડાની માંગ લગભગ બમણી થઈ ગઈ છે.
શ્રાવણને ધ્યાનમાં લઈ છૂટક દુકાનદારો કે હોલસેલ વેપારીઓ પણ બજારની માંગને જોઈ પોતાને ત્યાં 20 થી 30 ટકા સ્ટોક વધારે જ ભરે છે.
વસ્તારી ઘર પરિવાર પણ હવે મોટા ભાગે પોતાના ઘરમાં ફરાળની કડાકૂટ કરવા કરતાં બહારથી જ તૈયાર ફરાળી વાનગીઓ પર નિર્ભર રહેતા થઈ ગ્યાં છે. ફરાળ ઘરનો હોય કે બહારનો, શ્રદ્ધા કે ભક્તિને જરા પણ આંચ ના આવવા દેવા તત્પર શિવ ભક્તો પોતાના આહાર વિકાર અને સ્વાદના ચટકાને અટલિસ્ટ, શ્રાવણ પૂરતો કાબુમાં રાખે છે. જેથી શારીરિક સ્વાસ્થ્ય પણ જળવાય, શરીર પણ સંતુલિત રહે અને દિલમાં શિવ મહિમા તો હોય જ. એટલે જ કહ્યું કે, શ્રાવણ એ શ્રદ્ધા,ભક્તિ અને ઉપવાસ-એકટાંણા નો ત્રિવેણી સંગમ છે. બોલો, ૐ નમ; શિવાય.