આમચી મુંબઈટોપ ન્યૂઝનેશનલ

TRAIના એક નિર્ણયને કારણે પહેલી સપ્ટેમ્બરથી મળશે આવા કોલ્સથી મુક્તિ

મુંબઈ/નવી દિલ્હીઃ જો તમે પણ વણજોઈતા કોલ્સ અને મેસેજથી પરેશાન થઈ ગયા હોવ તો તમને ટૂંક સમયમાં જ આ સમસ્યામાંથી મુક્તિ મળશે. પહેલી સપ્ટેમ્બરથી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા આવા સ્પેમ કોલ્સને લઈને મહત્ત્વનું પગલું ભર્યું છે.

મળી રહેલી માહિતી અનુસાર ટ્રાય દ્વારા બીએસએનએલ, આઈડિયા વોડાફોન, એરટેલ, જિયો સહિતના તમામ ટેલિકોમ પ્રોવાઈડર્સ માટે નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે અને આ નવી ગાઈડલાઈન્સ પહેલી સપ્ટેમ્બરથી લાગૂ કરવામાં આવશે.

ટ્રાય દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે 140 સિરીઝથી શરૂ થતાં મોબાઈલ નંબર પરથી જ ટેલિમાર્કેટિંગ કોલ્સ અને કમર્શિયલ, સ્પેમ કોલ્સ મેસેજિંગને બ્લોક ચેન આધારિત ડિસ્ટ્રીબ્યુટેડ લેઝર ટેક્નોલોજી (ડીએલટી) પ્લેટફોર્મ પર શિફ્ટ કરવામાં આવે.

આ નિર્ણય અનુસાર ફ્રોડ કોલ્સ અને સ્પેમ કોલને રોકી શકાશે, પણ ડીએલટી પર રજિસ્ટર્જ કંપનીઓના કોલ્સ અને મેસેજિંગ ચાલુ રહેશે. આ માટે ઉપભોક્તાએ પોતે જ નંબર બ્લોક કરવા પડશે. કુદરતી આફત, બાહ્ય સુરક્ષાના નિર્દેશો અને અન્ય આવશ્યક માહિતી આપવા માટે ચોક્કસ સમય માટે (આશરે 2 કલાક માટે) નંબરને અનબ્લોક કરવામાં આવે છે.

આ પણ વાંચો: પહેલી સપ્ટેમ્બરથી બદલાઈ રહ્યા છે આ નિયમો, જાણી લેશો તો ફાયદામાં રહેશો….

આ સમયગાળા બાદ આ નંબર જાતે બ્લોક નથી થઈ શકતા, જેનો ફાયદો ઉઠાવીને માર્કેટિંગ કંરપનીઓ મેસેજિંગ અને કોલ્સ પણ શરૂ કરી દે છે.

ટ્રાય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો આપાતકાલીન સ્થિતિનો ગેરફાયદો ઉઠાવીને મેસેજ મોકરવામાં આવશે તો સંબંધિત ટેલિમાર્કેટર કંપનનું સબસ્ક્રિપ્શન એક મહિના માટે રદ કરવામાં આવશે અને બીજી વખત ભૂલનું પુનરાવર્તન થતાં કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવશે.

ટ્રાય દ્વારા પ્રમોશનલ કોલ અને મેસેજ માટે એક નવી સિરીઝ બહાર પાડ઼વામાં આવી છે અને નવા નિયમ પ્રમાણે 140 મોબાઈલ નંબર સીરિઝથી પ્રમોશનલ વોઈસ કોલ અને મેસેજ આવશે. જ્યારે 160 સિરીઝથી ફાઈનાન્શિયલ લેવડ-દેવડ અને સર્વિસ વોઈસ કોલ કરી શકાશે.

ટૂંક સમયમાં જ ટેલિકોમ કંપનીઓને આ બાબતે નિર્દેશ આપવામાં આવશે. આ સિરીઝની મદદથી કોલર્સ સરળતાથી ઓડખી શકશે કે આ કોલ કે મેસેજ પ્રમોશનલ છે.

Show More

Related Articles

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…